Bihar Chunav Result: પુષ્પમ પ્રિયા ચૌધરીએ કહ્યું - EVM હેક કરી NDAને ટ્રાન્સફર થઈ રહ્યા છે વોટ, BJP પર લગાવ્યો આરોપ

Bihar Chunav Result: પુષ્પમ પ્રિયા ચૌધરીએ કહ્યું - EVM હેક કરી NDAને ટ્રાન્સફર થઈ રહ્યા છે વોટ, BJP પર લગાવ્યો આરોપ
પ્લૂરલ્સ પાર્ટીની પ્રમુખ અને સીએમ ઉમેદવાર પુષ્પમ પ્રિયા ચૌધરીએ બીજેપી પર ચૂંટણીને પ્રભાવિત કરવાનો આરોપ લગાવ્યો

પ્લૂરલ્સ પાર્ટીની પ્રમુખ અને સીએમ ઉમેદવાર પુષ્પમ પ્રિયા ચૌધરીએ બીજેપી પર ચૂંટણીને પ્રભાવિત કરવાનો આરોપ લગાવ્યો

  • Share this:
    પટના : બિહાર વિધાનસભા ચૂંટણી 2020માં (Bihar Assembly Election Result 2020) મતગણતરી ચાલું છે. બપોર 3 વાગ્યા સુધીમાં કોઈપણ સીટના પરિણામ આવ્યા નથી. જોકે વલણ પછી નેતાઓના નિવેદન આવવા લાગ્યા છે. પ્લૂરલ્સ પાર્ટીની પ્રમુખ અને સીએમ ઉમેદવાર પુષ્પમ પ્રિયા ચૌધરીએ (Pushpam Priya Choudhary)એનડીએ પર ગંભીર આરોપ લગાવ્યો છે. પુષ્પમે ચૂંટણી વલણને લઈને એનડીએન પર આરોપ લગાવ્યો છે અને ઇવીએમ હેક કર્યાની વાત કહી છે. પુષ્પમે એક ટ્વિટમાં લખ્યું કે ઇવીએમ હેક થયું છે.

    પુષ્પમ પ્રિયા ચૌધરીએ બીજેપી પર ચૂંટણીને પ્રભાવિત કરવાનો આરોપ લગાવ્યો છે. તેણે પોતાના ટ્વિટમાં કહ્યું કે ભાજપાએ ચૂંટણીને પ્રભાવિત કરી છે. બધા બુથો પર તેમની પાર્ટીના વોટ એનડીએને ટ્રાન્સફર થયા છે. ઇવીએમને હેક કરીને આમ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે પુષ્પમ પહેલા કોંગ્રેસના એક નેતા ઇવીએમ હેક કરવાનો આરોપ લગાવી ચૂક્યા છે.



    આ પણ વાંચો - Bihar: ચૂંટણી પંચે કહ્યું, અત્યાર સુધી માત્ર 92 લાખ વોટોની ગણતરી થઈ, 3 કરોડથી વધુ બાકી

    રુઝાનોમાં એનડીએને બહુમત

    બિહાર ચૂંટણીમાં બપોરે 3 વાગ્યા સુધી સામે આવેલા પરિણામો પ્રમાણે જેડીયુ અને બીજેપીના નેતૃત્વવાળી એનડીએને બહુમત મળી રહ્યું છે. કુલ 243 સીટોમાંથી એનડીએ 126 સીટો પર આગળ છે. જ્યારે આરજેડી અને કોંગ્રેસના નેતૃત્વવાળા મહાગઠબંધનને 104 સીટો પર લીડ છે. આ સિવાય 2 સીટો પર એલજેપી અને 10 સીટો પર અન્યને લીડ છે.
    Published by:Ashish Goyal
    First published:November 10, 2020, 15:42 pm

    ટૉપ ન્યૂઝ