Bihar Election Results 2020: CM નીતિશની એન્ટી ઇન્કમબન્સી ખતમ કરીને પીએમ મોદીએ પલટાવી દીધી બાજી!

Bihar Election Results 2020: CM નીતિશની એન્ટી ઇન્કમબન્સી ખતમ કરીને પીએમ મોદીએ પલટાવી દીધી બાજી!
CM નીતિશની એન્ટી ઇન્કમબન્સી ખતમ કરીને પીએમ મોદીએ પલટાવી દીધી બાજી!

ભાજપાએ નરેન્દ્ર મોદીના ચહેરાને આગળ રાખીને બિહારની ચૂંટણી લડી હતી

  • Share this:
    પટના : ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચાર દિવસોમાં અલગ-અલગ સ્થાન પર 12 ચૂંટણી જનસભાને સંબોધિત કરી હતી. તેમની કુલ 12 સભાઓમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર 6 માં સાથે રહ્યા હતા. પીએમ મોદીએ દરેક સભામાં નીતિશ કુમારના નેતૃત્વમાં એનડીએ સરકાર માટે વોટ માંગ્યા હતા. પીએમ મોદીએ ચાર રાઉન્ડમાં 12 ચૂંટણી સભામાં 110 સીટો કવર કરી હતી. ચૂંટણી વલણ અને પરિણામો પ્રમાણે પીએમ મોદીના પ્રચારની મોટી અસર જોવા મળી છે. તેમણે જે 110 સીટો પર પ્રચાર કર્યો હતો ત્યાં 64 સીટો પર એનડીએ આગળ છે અથવા જીત મેળવી ચૂકી છે.

    ભાજપાએ નરેન્દ્ર મોદીના ચહેરાને આગળ રાખીને બિહારની ચૂંટણી લડી હતી. આ જ કારણે બીજેપી તરફથી ફક્ત નરેન્દ્ર મોદીના ચહેરાવાળા પોસ્ટર, હોર્ડિગ લગાવ્યા હતા. રાજનીતિક પંડિતો જણાવે છે કે બ્રાન્ડ મોદીની ચૂંટણી રેલીમાં આવેલી ભીડ વોટમાં બદલી અને વિકાસ અને વિશ્વાસના પ્રતીક બની સીએમ નીતિશ માટે એન્ટી ઇન્કમબન્સીને પીએમ મોદીએ ખતમ કરી દીધી હતી. પીએમ મોદીએ બાજી પલટાવી દીધી હતી.



    આ પણ વાંચો - Bihar Election Results 2020: છેલ્લા 15 વર્ષમાં નીતિશ કુમારની પાર્ટીનું સૌથી ખરાબ પ્રદર્શન, શું CM બનશે?

    બિહારના ઘણા વિસ્તારમાં મોદી તુઝસે બૈર નહીં, નીતિશ તેરી ખૈર નહીંના સ્લોગન સાંભળવા મળતા હતા. આ જ કારણે એનડીએના નેતાઓએ પીએમ કેન્દ્ર સરકારની યોજના ને પીએમ મોદીના નામ લઈને વોટ માંગ્યા હતા. પાછળના બે તબક્કાની ચૂંટણીમાં પીએમ મોદીએ પણ કેન્દ્ર સરકારની યોજનાઓને ગણાવવાની શરૂ કરી હતી.

    પીએમ મોદીના નામે સીએમ નીતિશે પણ વોટ માંગવાના શરૂ કર્યા હતા. તે પણ પોતાની સભામાં કેન્દ્રની યોજનાઓની વાત કરતા હતા. સૌથી ખાસ વાત એ છે કે પીએમ મોદીએ અંતિમ તબક્કાની ચૂંટણી પહેલા જનતાના નામે એક ચિઠ્ઠી લખી હતી અને નીતિશ કુમારના નેતૃત્વની પ્રશંસા કરી હતી અને તેમને જીતાડવાની અપીલ કરી હતી.
    Published by:Ashish Goyal
    First published:November 10, 2020, 18:13 pm

    टॉप स्टोरीज