માંઝીના ઓફર પછી કોંગ્રેસ તૂટવાની આશંકા! પાર્ટીએ શુક્રવારે બોલાવી ધારાસભ્ય દળની બેઠક

પ્રતિકાત્મ

પૂર્વ મુખ્યમંત્રી અને હિન્દુસ્તાની આવામ મોરચાના અધ્યક્ષ જીતન રામ માંઝીએ કોંગ્રેસના ધારાસભ્યોને મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે આવવાની ઓફર કરીને રાજનીતિ ગરમાવી દીધી

 • Share this:
  પટના : બિહાર વિધાનસભાની ચૂંટણીના (Bihar Assembly Election 2020) પરિણામ આવી ગયા છે. જીત પછી એનડીએ સરકાર બનાવવાની કવાયત કરી રહી છે. ચર્ચા છે કે દિવાળી પછી નીતિશ કુમાર (CM Nitish Kumar)મુખ્યમંત્રીના શપથ લઈ શકે છે. બીજી તરફ તેજસ્વી યાદવને ( Tejaswi yadav)મહાગઠબંધના ધારાસભ્ય દળના નેતા પસંદ કરી લીધા છે. જ્યારે બીજી બાજુ કોંગ્રેસ (Congress)પાર્ટીમાં તુટવાની સંભાવના જોતા શુક્રવારે ફરીથી ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે.

  મળેલી જાણકારી પ્રમાણે પાર્ટી તુટવાની આશંકા વચ્ચે બોલાવેલી આ બેઠકમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલ (Chhattisgarh CM Bhupesh Baghel)અને કોંગ્રેસ નેતા અરવિંદ પાંડેય (Arwind Pandey)પણ સામેલ થશે અને બધા ધારાસભ્યો સાથે વન ટૂ વન વાત કરવામાં આવશે. જોકે પાર્ટી તુટવાની અટકળોને બિહાર પ્રભારી વીરેન્દ્રસિંહ રાઠોરે ફગાવી દીધી છે.

  આ પણ વાંચો - પશ્ચિમ બંગાળ : બંગાળ બીજેપીના અધ્યક્ષ દિલીપ ઘોષના કાફલા પર હુમલો, કાર ક્ષતિગ્રસ્ત

  બીજી તરફ કોંગ્રેસના પૂર્વ સાંસદ અખિલેશ સિંહે કહ્યું કે હારની જવાબદારી બધાએ લેવી પડશે. પૂર્વ સાંસદ અને કોંગ્રેસ નેતા તારિક અનવરે કોંગ્રેસમાં ફેરફારની માંગણી કરી છે.

  પૂર્વ મુખ્યમંત્રી અને હિન્દુસ્તાની આવામ મોરચાના અધ્યક્ષ જીતન રામ માંઝીએ ( Jitan Ram Manjhi )કોંગ્રેસના ધારાસભ્યોને મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે આવવાની ઓફર કરીને રાજનીતિ ગરમાવી દીધી છે. માંઝીએ કહ્યું કે કોંગ્રેસ અને સીએમ નીતિશ કુમારની વિચારધારા લગભગ એક જ છે. બધા કોંગ્રેસના ધારાસભ્યો સાથે આવી જાય તે તેમના માટે બેસ્ટ છે.
  Published by:Ashish Goyal
  First published: