ઓમ પ્રકાશ, નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો (Bihar Election Result 2020) જોતાં હવે એવું કહી શકાય છે કે ફરી એકવાર એક્ઝિટ પોલ્સ (Exit polls)ની શાખ દાવ પર લાગી ગઈ છે. છેલ્લી 6 વિધાનસભા ચૂંટણીમાં એક્ઝિટ પોલ્સ ખોટા પુરવાર થયા છે. બિહારમાં ટુડેઝ ચાણક્યએ તેજસ્વી યાદવ (Tejashwi Yadav)ના નેતૃત્વવાળા મહાગઠબંધનને 180 સીટો મળવાનું અનુમાન લગાવ્યું હતું, પરંતુ પરિણામ તો બીજું જ જોવા મળી રહ્યું છે. નીતીશ કુમારના નેતૃત્વવાળી એનડીએ 130 સીટ સુધી પહોંચશે એવું લાગી રહ્યું છે.
એક્ઝિટ પોલ્સ પહેલા પણ અનેકવાર ખોટા પુરવાર થયા છે. તેની વિશ્વસનીયતા પર સવાલ ઊભા થતા રહ્યા છે. થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયામાં આ વાત વાયરલ થઈ રહી હતી કે રોજ કોઈને કોઈ સર્વે સામે આવે છે, પરંતુ અત્યાર સુધી કોઈ સર્વેવાળા મને પૂછવા નથી આવ્યા. તો શું એ માની લેવું જોઇએ કે આ સર્વે ખોટા હોય છે. શું તેની ઉપયોગિતા માત્ર સોશિયલ મીડિયા અને ટીવી ચેનલ્સની ચર્ચાઓ માટે હોય છે? કારણ કે આ પહેલા ગુજરાત, હિમાચલ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, પંજાબ અને દિલ્હી ચૂંટણીમાં પણ એક્ઝિટ પોલ્સ ખોટા પુરવાર થયા છે.
Exit Polls સામે ઊભા થઈ રહ્યા છે સવાલ
એક્ઝિટ પોલ કરનારી એજન્સીઓ દાવો કેર છે કે એક્ઝિટ પોલ લોકોના મંતવ્ય હોય છે. પરંતુ હકીકત એ છે કે તે અનેકવાર યોગ્ય સાબીત નથી થતા. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની જ વાત કરી લઈએ. શું કોઈ એજન્સી કહેતી હતી કે બીજેપીને 324 સીટો મળશે? કોઈ જણાવી રહ્યું હતું કે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી 70માંથી 67 સીટો પર જીતી જશે. કે પછી 2014 અને 2019માં કોઈ જણાવી રહ્યું હતું કે બીજેપીની આંધીમાં અનેક પાર્ટીઓ ખાતું પણ નહીં ખોલાવી શકે. 2015ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં પણ એક્ઝિટ પોલ ગોથું ખાઈ ગયા હતા.
રાજકીય વિશ્લેષક આલોક ભદૌરિયાનું માનવું છે કે એક્ઝિટ પોલ નકલી તો નથી હોતા, પરંતુ તેની સેમ્પલ સાઇઝ નાની હોવાના કારણે સવાલ ઊભા થતા રહે છે. સવાલ એ છે કે શું કોઈ એજન્સી માત્ર પાંચ, 10 અને 50 હજાર લોકો સાથે વાત કરીને સમગ્ર રાજ્યનો મૂડ નક્કી કરી શકે છે?
મૂળે, ભારતનો મતદાર એટલો સ્પષ્ટ વક્તા નથી કે જેટલા વિકસિત દેશોના મતદાર હોય છે. તે કોઈ જગ્યાએ બીજેપીથી ડર છે, તો ક્યાંક કૉંગ્રેસ અને ક્યાંક એસપી, બીએસપી, આરજેડીથી. તેથી તે સાચી વાત નથી જણાવતો. તેના કારણે અત્યાર સુધી એક્ઝિટ પોલ પોતાની શાખ ઊભી નથી કરી શક્યા.
શું આ કારણે નિષ્ફળ થયા એક્ઝિટ પોલ્સ?
તેના માટે વસ્તીગણતરી ની પ્રોફાઇલથી મેચ કરતો સર્વે હોવો જોઈએ. એટલે કે આપને સર્વેમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, મહિલાઓ, દલિત, ઓબીસી, જનજાતિ, ગામ અને શહેર દરેક શ્રેણીના મતદારો એ જ ટકાવારીમાં હોવા જોઈએ જેટલા તે એ રાજ્યમાં છે. તેના માટે સર્વેમાં સામેલ લોકોની સોશિયલ પ્રોફાઇલ બને છે. જેનો સર્વેમાં એટલી સમાનતા હશે અને તે એટલો જ સચોટ હશે.
વરિષ્ઠ પત્રકાર બલિરામ સિંહે કહ્યું કે, એક્ઝિટ પોલ એજન્સીઓ મહિલાઓનું વલણ પારખવામાં નિષ્ફળ રહી. જ્યારે સાઇલન્ટ વોટરની ભૂમિકા અગત્યની રહી છે. મહાદલિત, અતિપછાત જે કંઈ ખાસ બોલતા નથી, કદાચ તેમનાથી સર્વે વાળાઓએ વાત નથી કરી. મહિલાઓેઅ પુરુષોની તુલનામાં વધુ મતદાન કર્યું છે. તેમના મોટાભાગના વોટ નીતીશ કુમારના પક્ષમાં થયા છે. કારણ કે દારૂબંધીના કારણે સૌથી વધુ શાંતિ તેમને જ મળી છે. નીતીશ કુમારે ગ્રામ પંચાયતોમાં 50 ટકા મહિલા અનામત ફરજીયાત કરી દીધું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર