Bihar Election Result : PM મોદીએ કહ્યું - નીતિશ કુમારના નેતૃત્વમાં બિહારમાં વિકાસના કામ કરીશું

Bihar Election Result :  PM મોદીએ કહ્યું - નીતિશ કુમારના નેતૃત્વમાં બિહારમાં વિકાસના કામ કરીશું
બિહાર ચૂંટણીની સફળતાનો શ્રેય પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાને જાય છે -પીએમ મોદી

બિહાર ચૂંટણીની સફળતાનો શ્રેય પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાને જાય છે -પીએમ મોદી

  • Share this:
    નવી દિલ્હી : બિહારમાં એનડીએ ફરી સરકાર બનાવવા સફળ રહી છે. બિહારની 243 સીટોમાંથી એનડીએને 125 અને મહાગઠબંધનને 110 સીટો મળી છે. અન્યને 8 સીટો મળી છે. આ વખતે બિહાર ચૂંટણીમાં સૌથી વધારે ફાયદો ભારતીય જનતા પાર્ટીને થયો છે. બીજેપીને 74 સીટો મળી છે. જેના કારણે બીજેપીના કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે. દિલ્હીમાં બીજેપી મુખ્યાલયમાં બિહારમાં એનડીએને મળેલી જીત બદલ એક કાર્યક્રમ આયોજીત થયો હતો. જેમા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. ગૃહમંત્રી અમિત શાહ, ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ ઉપસ્થિત રહ્યા હતા.

    પીએમ મોદીનું સંબોધન



    - PM મોદીએ કહ્યું - પરિવારની પાર્ટીઓ અને પરિવારવાદ પાર્ટી લોકતંત્ર માટે સૌથી મોટો ખતરો છે. દેશની રાષ્ટ્રીય પાર્ટી જેણે દશકો સુધી દેશ પર રાજ કર્યું તે પણ એક પરિવારના ચક્કરમાં ફસાયેલી છે. આવામાં ભાજપાનું કામ વધી જાય છે.

    - પીએમ મોદીએ કહ્યું - ભારતમાં કોરાના કાળમાં ઘણા ઐતિહાસિક કામ થયા. ખેડૂત અને શ્રમ સુધાર, નવી શિક્ષા નીતિ, સ્પેસના ક્ષેત્રને ખાનગી ક્ષેત્ર માટે ખોલવી, સ્વામિત્વ યોજના. આ સિવાય ઘણા કામ કોરોના કાળમાં થયા છે. હવે ભારત આત્મનિર્ભર થવા તરફ વધી રહ્યું છે.

    - PM મોદીએ કહ્યું - નીતિશ કુમારના નેતૃત્વમાં બિહારમાં વિકાસના કામ કરીશું

    - પીએમ મોદીએ કહ્યું - આજે ભાજપા જ દેશની એકમાત્ર પાર્ટી છે જે ગરીબ, વંચિત, શોષિતમાં પોતાનું ભવિષ્ય જોવે છે. ભાજપા જ દરેક ક્ષેત્ર અને સમાજના લોકોની ભાવનાઓ અને જરૂરતોને સમજીને કામ કરે છે

    આ પણ વાંચો - Bihar Election Result: જીત પછી રવિશંકર પ્રસાદે કહ્યું - મોદી હવાની દિશા બદલી નાખે છે

    - પીએમ મોદીએ કહ્યું કે હું દેશવાસીઓને વિશ્વાસ અપાવવા માંગુ છું કે અમે દરેક એ કામ કરીશું જે દેશના લોકોને આગળ લઈ જાય. અમે દરેક એ નિર્ણય કરીશું જે દેશ અને દેશના લોકોના હિતમાં હોય.

    - જે લોકો વિકાસને ચૂંટણીનો મુદ્દો માનતા નથી તેમની ઘણા સ્થાને ડિપોઝિટ જપ્ત થઈ ગઈ છે - પીએમ મોદી

    - પીએમ મોદીએ કાર્યકર્તાઓને કહ્યું કે દેશની જનતા તમારી મહેનતને જોઈ રહી છે, જેથી ચૂંટણીના સમયે કોઈ ભ્રમમાં પડ્યા વગર તમને વોટ આપે છે

    - પીએમ મોદીએ કહ્યું કે અમે બે સીટો પર હતા અને બે રૂમમાં પાર્ટી ચાલતી હતી. આજે ભારતના દરેક ખુણામાં છે

    - બિહાર ચૂંટણીની સફળતાનો શ્રેય પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાને જાય છે -પીએમ મોદી

    - કોરોના કાળમાં ચૂંટણી કરાવવી સંભવ ન હતી પણ દેશની જનતાએ આ પરિસ્થિતિઓમાં ચૂંટણી કરાવીને દુનિયાને તાકાત બતાવી છે - પીએમ મોદી

    - પહેલા બોલિંગ બૂથ લૂંટવાના સમાચાર હોતા હતા પણ હવે પોલિંગ વધી છે તેવા સમાચાર હોય છે - પીએમ મોદી

    - ચૂંટણી ભલે થોડીક સીટો પર થઈ હોય પણ લોકોની નજર ટ્વિટર, ચૂંટણી પંચની વેબસાઇટ અને ટીવી પર હતી - પીએમ મોદી

    - લોકતંત્રના પર્વને બધાએ મળીને ઉત્સાહ સાથે મનાવ્યો છે - પીએમ મોદી

    - પીએમ મોદીએ જીત માટે દેશની જનતાનો આભાર માન્યો

    - ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે બિહારની જનતાઅ લાલટેનન નકારી દીધી અને એલઇડી યુગને સમર્થન આપ્યું છે. બિહારે જંગલરાજને નકારી વિકાસરાજને પસંદ કરી.

    - ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે પીએમ મોદીએ આત્મનિર્ભર ભારતની શરૂઆત કરી. લોકોએ ડબલ એન્જીનની સરકારના કામો પર ફરીથી મોહર લગાવી દીધી છે.
    Published by:Ashish Goyal
    First published:November 11, 2020, 17:48 pm

    ટૉપ ન્યૂઝ