નવી દિલ્હી : બિહારમાં NDAની ધમાકેદાર જીત પછી કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી હવાની દિશા બદલી નાખે છે. તેમણે જીતનો શ્રેય પીએમ મોદીને આપ્યો છે. તેમણે એ પણ કહ્યું કે સરકારને એટલા માટે વોટ મળ્યો કારણ કે લોકોએ કોરોના કાળમાં પીએમ મોદીના કામની પ્રશંસા કરી છે. રવિશંકર પ્રસાદે એક્ઝિટ પોલની ટિકા કરીને કહ્યું કે હવે સમય આવી ગયો છે કે વિચારીને અંદાજ લગાવવામાં આવે.
ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીતમાં તેમણે એક્ઝિટ પોલ પર ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે દિલ્હીથી આ લોકો પટના અને ગયા જાય છે. ત્યા કેટલાક લોકો સાથે વાત કરે છે અને તે તે જ બતાવે છે જે તે ઇચ્છે છે. સામાન્ય લોકોનો અવાજ સાંભળવામાં આવ્યો ન હતો. સારું રહે છે કે એક્ઝિટ પોલની ગરીમા જાળવી રાખે. કેન્દ્ર સરકારની મદદથી કોરોના કાળમાં નીતિશે પણ લોકોની મદદ કરી છે. મોદી સરકારના આશીર્વાદ પણ હતા.
ચિરાગ પાસવાન મુદ્દે રવિશંકર પ્રસાદે કહ્યું કે ચિરાગ પાસવાન સાથે ન હોવાથી તેમને અને JDU બંનંને નુકસાન ઉઠવવું પડ્યું છે. ચિરાગના પિતા લાંબા સમય સુધી અમારી સાથે હતા. તે કેન્દ્રમાં મંત્રી પણ હતા. એલપીજી એક ક્ષેત્રીય પાર્ટી છે. ચિરાગને નીતિશના નેતૃત્વથી પરેશાની હતી. અમિત શાહ જી એ પણ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પણ તે માન્યા ન હતા. રાજનીતિમાં આવું થતું રહે છે.
" isDesktop="true" id="1045376" >
રવિશંકર પ્રસાદે કહ્યું કે નીતિશ કુમાર જ બિહારના આગામી મુખ્યમંત્રી રહેશે. બીજેપી સંબંધ નિભાવવાનું જાણે છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર