Bihar Election : જેડીયૂ 122 સીટ પર અને બીજેપી 121 સીટ પર ચૂંટણી લડશે

News18 Gujarati
Updated: October 6, 2020, 6:33 PM IST
Bihar Election : જેડીયૂ 122 સીટ પર અને બીજેપી 121 સીટ પર ચૂંટણી લડશે
Bihar Election : જેડીયૂ 122 સીટ પર અને બીજેપી 121 સીટ પર ચૂંટણી લડશે

આજે બીજેપીના નેતા મુખ્યમંત્રી નીતિશ કુમારને મળવા સીએમ આવાસ પહોંચ્યા હતા

  • Share this:
પટના : નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)માં બીજેપી અને જેડીયૂ વચ્ચે સીટ શેરિંગની પ્રક્રિયા પુરી થયા પછી બંને પાર્ટીના નેતાઓએ ગઠબંધન અને સીટોની ઔપચારિક જાહેરાત કરી દીધી છે. જેડીયૂ 122 સીટ પર અને બીજેપી 121 સીટ પર ચૂંટણી લડશે. જોકે સ્પષ્ટ કરી દઈએ કે જેડીયૂની 122 સીટોમાંથી 7 હિન્દુસ્તાની આવામ મોરચાને (HAM) અને બીજેપીની 121માંથી 9 સીટો વિકાસશીલ ઇન્સાન પાર્ટીને આપવામાં આવી છે. એટલે કે 243 સીટો વાળી બિહાર વિધાનસભાની 115 સીટો પર JDU ઉમેદવાર ઉભા રાખશે, જ્યારે બીજેપી 112 સીટો પર પોતાના ઉમેદવાર ઉતારશે.

ઉલ્લેખનીય છે કે આજે બીજેપીના નેતા મુખ્યમંત્રી નીતિશ કુમાર (Nitish Kumar)ને મળવા સીએમ આવાસ પહોંચ્યા હતા. બીજેપી નેતા અને બિહારના ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસ, બિહાર પ્રભારી ભુપેન્દ્ર યાદવ, ડિપ્ટી સીએમ સુશીલ મોદી અને પ્રદેશ બીજેપી અધ્યક્ષ સંજય જાયસ્વાલે (Sanjay Saisawal)મુખ્યમંત્રી સાથે દોઢ કલાક મુલાકાત કરી હતી.

આ પણ વાંચો - અંતરિક્ષમાં મળ્યો સોનાનો ગોળો, પૃથ્વી પર રહેતા દરેક વ્યક્તિને બનાવી શકે છે કરોડપતિ

આ મિટિંગ પછી બિહાર ભાજપા અધ્યક્ષ સંજય જાયસ્વાલે ચિરાગ પાસવાનને (Chirag Paswan)સ્પષ્ટ સંદેશો આપતા કહ્યું છે કે જો તે નીતિશ કુમારના નેતૃત્વને સ્વીકાર કરતા નથી તો તેમણે એનડીએમાંથી હટવું પડશે.

મંગળવારે બીજેપીએ એલપીજીને સ્પષ્ટ કરી દીધું છે કે તે પોતાની પાર્ટીના કોઈ બેનર, પોસ્ટર કે ભાષણમાં પીએમ મોદી અને બીજેપીનું નામ ના લે. જ્યારે કોઈ પાર્ટી એનડીએથી અલગ થઈ ગઈ છે તો તેને પીએમ મોદી કે અમિત શાહના નામનો ઉપયોગ કરવાની મંજૂરી આપી શકાય નહીં.
Published by: Ashish Goyal
First published: October 6, 2020, 6:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading