ચિરાગ પાસવાને કહ્યું - PM મોદી મારા દિલમાં છે, હું તેમનો હનુમાન છું, છાતી ચીરીને બતાવી શકુ

ચિરાગ પાસવાને કહ્યું - PM મોદી મારા દિલમાં છે, હું તેમનો હનુમાન છું, છાતી ચીરીને બતાવી શકું

લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાસવાને કહ્યું -તેમની પાર્ટી બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સામે ઉમેદવાર ઉતારશે નહીં

 • Share this:
  પટના : લોક જનશક્તિ પાર્ટીના (LJP) અધ્યક્ષ ચિરાગ પાસવાને (Chirag Paswan)કહ્યું કે તેમની પાર્ટી બિહાર વિધાનસભા (Bihar Assembly Elections)ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)સામે ઉમેદવાર ઉતારશે નહીં. તેના કેટલાક કલાકો પહેલા ભાજપાએ ચિરાગ પાસવાન પર આરોપ લગાવ્યો હતો કે તે ભાજપાના વરિષ્ઠ નેતાઓ સાથે પોતાનું સમીકરણ બતાવીને ચૂંટણીમાં ભ્રમ ઉભો કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એક તરફ ચિરાગ પાસવાન બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર (Nitish Kumar)પર પ્રહારો કરી રહ્યો છે જ્યારે બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Amit Shah)જેવા ભાજપાના શીર્ષ નેતાઓની પ્રશંસા કરી રહ્યો છે. આવું કરીને તેણે અટકળોને જન્મ આપ્યો છે કે ભાજપા સાથે તેના કેટલીક મૌખિક સમજુતી છે.

  હું હનુમાન છું, મોદી મારા દિલમાં- ચિરાગ પાસવાન

  બીજેપીએ આરોપ લગાવ્યો છે કે લોજપા અધ્યક્ષ ચિરાગ પાસવાન મોદીના નામ પર વોટ માંગે છે. આ આરોપો પર ચિરાગે કહ્યું કે મારે કોઈ કેમ્પેઇન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીરોની જરૂર નથી. તે મારા દિલમાં રહે છે. હું તેમનો હનુમાન છું. જરૂર પડવા પર મારી છાતી ચીરીને બતાવી શકું છું.

  આ પણ વાંચો - 23 ઓક્ટોબરથી બિહાર મિશન પર રહેશે PM મોદી, 12 રેલીઓ કરશે, જુઓ કાર્યક્રમ

  જાવડેકરે લોજપા પર લગાવ્યા હતા આરોપ

  શુક્રવારે સવારે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે (Prakash Javadekar) ચિરાગ પાસવાન પર મોટો પ્રહાર કરતા કહ્યું હતું તે ચિરાગ પાસવાને બિહારમાં અલગ રાહ પકડી છે. તે બીજેપીના વરિષ્ઠ નેતાઓના નામ લઈને લોકોને ગુમરાહ કરી રહ્યો છે. અમારી કોઈ બી અને સી ટીમ નથી. એનડીએને આ વખતે સ્પષ્ટ બહુમત મળશે. જાવડેકરે ચિરાગ પાસવાનની પાર્ટીને વોટકટવા પાર્ટી કહી હતી.
  Published by:Ashish Goyal
  First published: