બીજેપી, JDU,એલપીજી મળીને લડશે બિહાર વિધાનસભા ચૂંટણી, નીતિશ ફરી CM બનશે: ભૂપેન્દ્ર યાદવે કરી જાહેરાત

બીજેપી, JDU,એલપીજી મળીને લડશે બિહાર વિધાનસભા ચૂંટણી, નીતિશ ફરી CM બનશે: ભૂપેન્દ્ર યાદવે કરી જાહેરાત

ભૂપેન્દ્ર યાદવે કહ્યું - બિહારની જનતા અમારી સાથે છે અને આવનાર બે-ત્રણ દિવસ અમારા માટે ઘણા મહત્વપૂર્ણ છે. જલ્દી ગઠબંધન તરફથી સીટ વહેંચણીની જાહેરાત કરી દેવામાં આવશે

 • Share this:
  નવી દિલ્હી : બિહાર વિધાનસભા ચૂંટણી મામલે એનડીએમાં સીટ શેરિંગને લઈને ભારતીય જનતા પાર્ટીની (BJP)બેઠકમાં મોટી વાત બહાર આવી છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના સ્થળ પર થયેલી બીજેપી નેતાઓની મિટિંગ પછી બિહાર બીજેપી પ્રભારી ભુપેન્દ્ર યાદવે Bhoopendra Yadav)કહ્યું હતું કે બીજેપીના બિહાર પ્રદેશના પ્રમુખ નેતાઓ, જેપી નડ્ડા (JP Nadda), અમિત શાહ (Amit Shah)અને બી એલ સંતોષ સાથે થયેલી બેઠકમાં એ વાત પર સહમતિ બની હતી છે કે પ્રદેશમાં બીજેપી, જેડીયુ, એલપીજી મળીને ચૂંટણી લડશે. સાથએ જીતન રામ માંઝીની પાર્ટી હિન્દુસ્તાન આવામ મોરચા પણ સાથે રહેશે.

  ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે આ બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસને બિહાર ચૂંટણીના પ્રભારી બનાવવાની જાહેરાત કરી છે. તેમણે દાવો કર્યો છે કે પ્રદેશમાં ફરી એક વખત એનડીએની જીત થશે અને નીતિશ કુમાર જ મુખ્યમંત્રી બનશે. બિહારની જનતા અમારી સાથે છે અને આવનાર બે-ત્રણ દિવસ અમારા માટે ઘણા મહત્વપૂર્ણ છે. જલ્દી ગઠબંધન તરફથી સીટ વહેંચણીની જાહેરાત કરી દેવામાં આવશે.

  આ પણ વાંચો - બાળકો સ્કૂલે ના જઈ શકતા શિક્ષકે ઘરની દીવાલ પર બનાવી દીધા બ્લેકબોર્ડ, આવી રીતે કરાવ્યો અભ્યાસ

  બીજેપીની આ બેઠક પછી અમિત શાહ સાથે લોજપા અધ્યક્ષ ચિરાગ પાસવાનની (Chirag Paswan) પણ બેઠક થવાની સંભાવના છે. જે પછી સીટ વહેંચણીને લઈને તસવીર સ્પષ્ટ થઈ જશે. સૂત્રોને મળેલી જાણકારી પ્રમાણે ભાજપા પહેલા ચિરાગ પાસવાનને મનાવવાનો પ્રયત્ન કરશે. જો બધુ યોગ્ય રહેશે તો બુધવારે સાંજે કે ગુરુવારે સીટ વહેંચણની જાહેરાત કરી દેવામાં આવશે. JDUના શીર્ષ નેતાઓને પણ દિલ્હી બોલાવવામાં આવ્યા છે.
  Published by:Ashish Goyal
  First published: