બિહારમાં અંતિમ તબક્કાનું મતદાન શરૂ: નીતિશ કુમારના 11 મંત્રીનું ભવિષ્ય દાવ પર

બિહારમાં અંતિમ તબક્કાનું મતદાન.

Bihar Election 2020: બિહારમાં આજે અંતિમ તબક્કાનું મતદાન યોજાયું છે, આજના મતદાન બાદ 10મી તારીખે પરિણામ જાહેર કરવામાં આવશે.

 • Share this:
  પટના: બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Election 2020)ના ત્રીજા તબક્કા માટે આજે મતદાન ચાલી રહયું છે. આજે એટલે કે શનિવારે અંતિમ મતદાન માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. અંતિમ અને ત્રીજા તબક્કા માટે બિહારની 78 વિધાનસભા બેઠક પર મતદાન યોજાઈ રહ્યું છે. આ માટે બિહારમાં 33,782 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. અહીં ઈવીએમ (EVM) અને વીવીપેટ (VVPAT) મારફતે મતદાન ચાલી રહ્યું છે.

  બિહાર અંતિમ તબક્કાના મતદાન સાથે એકમાત્ર વાલ્મીકિ નગર લોકસભા બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન યોજાશે. અંતિમ તબક્કાનું મતદાન બિહારમાં મિથિલા અની સીમાંચલ વિસ્તારોમાં યોજાઈ રહ્યું છે. આથી અહી બ્રાહ્મણ અને મુસ્લિમ વોટર્સ નિર્ણાયક સાબિત થશે. બિહારના અંતિમ તબક્કાના મતદાનમાં વિધાનસભા અધ્યક્ષ ઉપરાંત 11 મંત્રી પણ મેદાનમાં છે જેમના ભાવિનો ફેંસલો આજે ઈવીએમમાં સીલ થઈ જશે.

  આ તબક્કામાં વિધાનસભા અધ્યક્ષ વિજય કુમાર ચૌધરી ઉપરાંત સરકારના 11 મંત્રી મેદાનમાં છે. જેમાં સુપૌલથી વિજેન્દ્ર પ્રસાદ યાદવ, મહેશ્વરી હજારી, વિનોદ નારાયણ ઝા, ખુર્શીદ અહમદ, પ્રમોદ કુમાર, લક્ષ્મેશ્વર રાય, બીમા ભારતી, કૃષ્ણ કુમાર ઋષિ, નરેન્દ્ર નારાયણ યાદવ, રમેશ ઋષિદેવ, સુરેશ શર્મા સામેલ છે. બિહારની 78 બેઠક માટે આ વખતે 1,207 ઉમેદવાર મેદાનમાં છે.

  આ પણ વાંચો: દિલ્હીની મુશ્કેલીમાં ફરી વધારો: એક દિવસમાં રેકોર્ડ 7,178 નવા કોવિડ 19 કેસ નોંધાયા, 64 લોકોનાં મોત

  બિહારમાં અંતિમ તબક્કાનું મતદાન જે જિલ્લામાં આજે યોજાયું છે તેમાં પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, સીતામઢી, મધુબની, સુપૌલ, અરરિયા, કિશનગંજ, પૂર્ણિયા, કટિહાર, મધેપુરા, સહરસા, દરભંગા, મુઝફ્ફરપુર, વૈશાલી અને સમસ્તીપુર સામેલ છે. અંતિમ તબક્કાના મતદાનમાં મોટાભાગની બેઠક પૂર્વાંચલ અંતર્ગત આવે છે.

  બિહારના મુખ્ય ચૂંટણી અધિકારી આચ.આર. શ્રીનિવાસના જણાવ્યા પ્રમાણે વાલ્મીકિ નગર, રામનગર, સિમરી, બક્તિયારપુર અને મહિષી એટલે કે કુલ ચાર નક્સલ પ્રભાવિત વિસ્તારમાં મતદાન સાંજે ચાર વાગ્યા સુધી જ થશે. બિહારમાં અંતિમ તબક્કાના મતદાન બાદ મતગણતરી 10મી નવેમ્બરના રોજ યોજાશે.

  નીતિશ કુમારે રાજનીતિમાંથી સંન્યાસની કરી જાહેરાત

  બિહારના મુખ્યમંત્રી અને જેડીયૂના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિશ કુમારે (Bihar CM and JD(U) Chief Nitish Kumar) ધમદાહામાં અંતિમ તબક્કાના ચૂંટણી પ્રચાર દરમિયાન એક રેલીમાં રાજનીતિમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી હતી. તેમણે કહ્યુ કે, 2020ની ચૂંટણી તેમની અંતિમ ચૂંટણી હશે. ઉલ્લેખનીય છે કે બિહારમાં ત્રીજા તબક્કાના મતદાન (Bihar third phase voting) માટે ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે.

  આ પણ જુઓ-

  નીતિશ કુમારે શું જાહેરાત કરી?

  બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ધમદાહા ખાતે જનતા રેલીનો સંબોધન કરતા કહ્યુ કે, "તમે જાણી લો કે આજે ત્રીજા તબક્કા માટે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. પરમદિવસે ચૂંટણી છે અને આ મારી અંતિમ ચૂંટણી છે. અંત સારો તો બધુ સારું. તો તમે આમને વોટ આપશોને? અમે તેમને જીતની માળા સમર્પિત કરી દઈએ? તમારો ખૂબ ખૂબ આભાર."
  Published by:Vinod Zankhaliya
  First published: