બિહાર: મતદાનના દિવસે જ ઉમેદવારનું કોરોનાથી નિધન, પટના એઇમ્સમાં હતા દાખલ

નિરજ કુમાર ઝા અપક્ષ ઉમેદવારી કરી રહ્યા હતા.

Bihar Election: કોરોનાથી મોતનો શિકાર બનેલા અપક્ષ ઉમેદવાર નરીજ કુમાર ઝા છેલ્લા 10 દિવસથી કોરોનાથી પીડિત હતા.

  • Share this:
    મધુબની: બિહારમાં ચાલી રહેલા વિધાનસભાના ચૂંટણીની ત્રીજા તબક્કાના મતદાન દરમિયાન એક અપક્ષ ઉમેદવાની કોરોનાને કારણે નિધન થઈ ગયું છે. આ કેસ મધુબની (Madhubani) સાથે જોડાયેલો છે. અહીં બેનીપટ્ટી વિધાનસભા વિસ્તારમાંથી અપક્ષ ચૂંટણી લડી રહેલા ઉમેદવાર નીરજ કુમાર ઝા (Independent Candidate Niraj Kumar Jha)નું કોરોનાને કારણે નિધન થઈ ગયું છે.

    તેમના મોતનું કારણ કોરોના જણાવવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત વિગત પ્રમાણે અપક્ષ ઉમેદવાર છેલ્લા 10 દિવસથી કોરોનાથી પીડિત હતા. સારવાર માટે તેમને પટના એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. શનિવારે સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. આને સંયોગ કહે કે બીજું કંઈ પરંતુ જે સમયે તેમનું નિધન થયું ત્યારે બેનીપટ્ટી મતવિસ્તારમાં વોટિંગ ચાલી રહ્યું હતું.

    બિહારમાં અંતિમ તબક્કાનું મતદાન

    બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Election 2020)ના ત્રીજા તબક્કા માટે આજે એટલે કે શનિવારે મતદાન યોજાયું છે. અંતિમ અને ત્રીજા તબક્કા માટે બિહારની 78 વિધાનસભા બેઠક પર મતદાન યોજાઈ રહ્યું છે. આ માટે બિહારમાં 33,782 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. અહીં ઈવીએમ (EVM) અને વીવીપેટ (VVPAT) મારફતે મતદાન ચાલી રહ્યું છે.

    આ પણ વાંચો: ભોપાલ: લગ્નના ત્રણ વર્ષ પછી પણ પતિ ગર્લફ્રેન્ડને ન ભૂલી શક્યો, પત્નીએ આ રીતે કરી મદદ!

    બિહાર અંતિમ તબક્કાના મતદાન સાથે એકમાત્ર વાલ્મીકિ નગર લોકસભા બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન યોજાયું છે. અંતિમ તબક્કાનું મતદાન બિહારમાં મિથિલા અની સીમાંચલ વિસ્તારોમાં યોજાઈ રહ્યું છે. આથી અહી બ્રાહ્મણ અને મુસ્લિમ વોટર્સ નિર્ણાયક સાબિત થશે. બિહારના અંતિમ તબક્કાના મતદાનમાં વિધાનસભા અધ્યક્ષ ઉપરાંત 11 મંત્રી પણ મેદાનમાં છે જેમના ભાવિનો ફેંસલો આજે ઈવીએમમાં સીલ થઈ જશે.

    આ તબક્કામાં વિધાનસભા અધ્યક્ષ વિજય કુમાર ચૌધરી ઉપરાંત સરકારના 11 મંત્રી મેદાનમાં છે. જેમાં સુપૌલથી વિજેન્દ્ર પ્રસાદ યાદવ, મહેશ્વરી હજારી, વિનોદ નારાયણ ઝા, ખુર્શીદ અહમદ, પ્રમોદ કુમાર, લક્ષ્મેશ્વર રાય, બીમા ભારતી, કૃષ્ણ કુમાર ઋષિ, નરેન્દ્ર નારાયણ યાદવ, રમેશ ઋષિદેવ, સુરેશ શર્મા સામેલ છે. બિહારની 78 બેઠક માટે આ વખતે 1,207 ઉમેદવાર મેદાનમાં છે.

    આ પણ વાંચો: એવા પ્રાણી, જે કોરના સામેની જંગમાં આપણી કરી શકે છે મદદ

    બિહારમાં અંતિમ તબક્કાનું મતદાન જે જિલ્લામાં આજે યોજાયું છે તેમાં પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, સીતામઢી, મધુબની, સુપૌલ, અરરિયા, કિશનગંજ, પૂર્ણિયા, કટિહાર, મધેપુરા, સહરસા, દરભંગા, મુઝફ્ફરપુર, વૈશાલી અને સમસ્તીપુર સામેલ છે. અંતિમ તબક્કાના મતદાનમાં મોટાભાગની બેઠક પૂર્વાંચલ અંતર્ગત આવે છે.

    આ પણ જુઓ-

    બિહારના મુખ્ય ચૂંટણી અધિકારી આચ.આર. શ્રીનિવાસના જણાવ્યા પ્રમાણે વાલ્મીકિ નગર, રામનગર, સિમરી, બક્તિયારપુર અને મહિષી એટલે કે કુલ ચાર નક્સલ પ્રભાવિત વિસ્તારમાં મતદાન સાંજે ચાર વાગ્યા સુધી જ થશે. બિહારમાં અંતિમ તબક્કાના મતદાન બાદ મતગણતરી 10મી નવેમ્બરના રોજ યોજાશે.
    Published by:Vinod Zankhaliya
    First published: