બિહાર ચૂંટણીઃ PM મોદીએ રેલીમાં કહ્યું- અહીં ડબલ એન્જિનની સરકાર, ત્યાં છે ડબલ યુવરાજ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, બિહારના પહેલા ચરણથી જ ખબર પડી ગઈ કે એનડીએની સરકાર બનશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, બિહારના પહેલા ચરણથી જ ખબર પડી ગઈ કે એનડીએની સરકાર બનશે

 • Share this:
  પટનાઃ વડાપ્રધાન નરેન્દ્ર નરેન્દ્ર મોદી બિહાર ચૂંટણી (Bihar Assembly Election 2020)ના બીજા ચરણ માટે આજે પ્રચાર કરી રહ્યા છે. રવિવારે છપરા પહોંચીને પીએમ મોદી (PM Narendra Modi)એ કહ્યું કે ભીડને જોઈ અંદાજો લગાવી શકાય છે કે બિહારમાં ફરીથી એનડીએની સરકાર બનવાની છે. પોતાના સંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે, બિહારમાં એક તરફ ડબલ એન્જિન છે, તો બીજી તરફ ડબલ-ડબલ યુવરાજ છે. તેમાંથી એક ડબલ યુવરાજ તો જંગલરાજના યુવરાજ છે.

  પીએમ મોદીએ કહ્યું કે, ડબલ એન્જિનવાળી એનડીએ સરકાર, બિહારના વિકાસ માટે પ્રતિબદ્ધ છે, તો ડબલ-ડબલ યુવરાજ પોતાના સિંહાસનને બચાવવાની લડાઈ લડી રહ્યા છે. આ ડબલ યુવરાજ, બિહાર માટે નથી વિચારી શકતા, બિહારની જનતા માટે નથી વિચારી શકતા. તેઓએ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં એક વાર ડબલ યુવરાજ કાળા કોટ પહરીને બસની ઉપર ચઢીને લોકોની સામે હાથ હલાવી રહ્યા હતા.

  વડાપ્રધાને વધુમાં કહ્યું કે, ઉત્તર પ્રદેશની જનતાએ તેમને પરત પાછા મોકલી દીધા. ત્યાંના એક યુવરાજ હવે જંગલરાજના યુવરાજને મળવા ગયા છે. યૂપીમાં જે ડબલ-ડબલ યુવરાજનો જે હાલ થયો, તેવો જ હાલ બિહારના યુવરાજનો થવાનો છે.

   આ પણ વાંચો, 4 વર્ષની બાળકીએ ગાયું વંદે માતરમ, PM મોદીએ વીડિયો શૅર કરી કહ્યું- ગર્વ છે

  પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, બિહાર ચૂંટણીના પહેલા ચરણમાં લોકોએ ભારે સંખ્યામાં મતદાન કર્યું છે. પહેલા ચરણના મતદાનનું જે વિશ્લેષણ કરવામાં આવ્યું છે તેમાં સ્પષ્ટ જોવા મળે છે કે નીતીશ કુમારના નેતૃત્વમાં NDAની સરકાર ફરીથી બની રહી છે.

  આ પણ વાંચો, ફેસ્ટિવ સીઝનમાં HDFC Bankએ ગ્રાહકોને આપી મોટી ગિફ્ટ! મળશે કેશબેક સહિત અનેક ઓફર્સ

  વડાપ્રધાને કહ્યું કે, બીજેપી માટે, એનડીએ માટે આપનો આ પ્રેમ કેટલાક લોકોને સારો નથી લાગતો. તેમની હતાશા-નિરાશા, તેમનો રઘવાટ, તેમનો ગુસ્સો હવે બિહારની જનતા બરાબર જોઈ રહી છે. જેની નજર હંમેશા ગરીબના પૈસા પર હોય, તેને ક્યારેય ગરીબનું દુઃખ, તેમની તકલીફ નથી દેખાતી. બીજી તરફ બીજેપીના નેતૃત્વમાં, એનડીએનું અમારું ગઠબંધન દેશના ગરીબોના જીવનથી, બિહાર ના ગરીબોના જીવનથી મુશ્કેલીઓ ઓછી કરી રહી છે.
  Published by:Mrunal Bhojak
  First published: