Bihar: ચૂંટણી પંચે કહ્યું, અત્યાર સુધી માત્ર 92 લાખ વોટોની ગણતરી થઈ, 3 કરોડથી વધુ બાકી

Bihar: ચૂંટણી પંચે કહ્યું, અત્યાર સુધી માત્ર 92 લાખ વોટોની ગણતરી થઈ, 3 કરોડથી વધુ બાકી
બિહારમાં આજે મોડી રાત સુધીમાં પૂરી થઈ શકશે મતગણતરી- ચૂંટણી પંચ

બિહારમાં આજે મોડી રાત સુધીમાં પૂરી થઈ શકશે મતગણતરી- ચૂંટણી પંચ

  • Share this:
    પટના/નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Elections 2020 Results)ના વલણો સામે આવી રહ્યા છે આ દરમિયાન બિહાર ચૂંટણી પંચે (Bihar Election Commission) પ્રેસ કોન્ફરન્સ કરી મતગણતરીમાં વિલંબ થવાની વાત કહી છે. બિહારના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO), એચ. આર. શ્રીનિવાસને જણાવ્યું કે લગભગ 4.10 કરોડ વોટ પડ્યા છે. અત્યાર સુધીમાં 92 લાખ વોટની ગણતરી થઈ છે. પહેલા મતગણતરીના 25-26 રાઉન્ડ થતા હતા. આ વખતે તે લગભગ 35 રાઉન્ડ થઈ ગયા છે. તેથી મતગણતરી મોડી સાંજ સુધી ચાલુ રહેશે.

    મતગણતરી ધીમી નથી થઈ રહી - ચૂંટણી પંચ



    ચૂંટણી પંચે કહ્યું કે, આજે મોડી સાંજ સુધીમાં ગણતરી પૂરી થઈ જશે. કોરોનાના કારણે પોલિંગ સેન્ટર્સની સંખ્યા વધુ હતી જેના કારણે 1.25 લાખ ઇવીએમ મશીનોનો ઉપયોગ થયો. પંચે કહ્યું કે મતગણતરી ધીમી નથી ચાલી રહી પરંતુ ઇવીએમની સખ્યા વધી ગઈ છે. વર્ષ 2015ની તુલાનામાં અનેક ચીજોમાં વધારો થયો છે. જેમાં પોલિંગ સેન્ટર્સ, બેલેટ પેપર્સનો સમાવેશ થાય છે. એવામાં એવું ન કહી શકાય છે મતગણતરી ધીમી થઈ રહી છે. હા કેટલોક સમય વધુ ચોક્કસ લાગી શકે છે.

    આ પણ વાંચો, Bihar Election Result 2020: બિહાર ચૂંટણીમાં કેમ નિષ્ફળ રહ્યા એક્ઝિટ પોલના ‘ચાણક્ય’

    આ પણ વાંચો, Bihar: છેવટે નીતીશનું ‘ટ્રમ્પ કાર્ડ’ કામમાં આવ્યું, અતિપછાત અને મહિલા મતદારોએ આવી રીતે બાજી પલટી

    સવારે 8 વાગ્યા સુધીમાં મળેલા તમામ પોસ્ટલ બેલેટની ગણતરી થશે

    ચૂંટણી પંચે વધુમાં કહ્યું કે, 10 નવેમ્બરની સવારે 8 વાગ્યા સુધી મળેલા તમામ પોસ્ટલ બેલેટ ગણવામાં આવશે. ચૂંટણી પંચે જણાવ્યું કે સરેરાશ 30-35 રાઉન્ડ હોઈ શકે છે. કાયદા મુજબ, આજે સવારે 8 વાગ્યા સુધી પ્રાપ્ત તમામ પોસ્ટલ મતપત્રોની ગણતરી થશે. તેનો અર્થ છે કે મતગણતરી કેન્દ્રો પર સવારે 8 વાગ્યા સુધી પ્રાપ્ત પોસ્ટલ મતપત્રોની ગણતરી થશે. તેનાથી સંબંધિત ડેટા રિટર્નિંગ ઓફિસર સ્તર પર ઉપલબ્ધ હશે.
    Published by:Mrunal Bhojak
    First published:November 10, 2020, 14:24 pm

    ટૉપ ન્યૂઝ