Bihar Election: ભાજપે બીજા તબ્બકા માટે જાહેર કરી 46 ઉમેદવારોની યાદી, 3 MLAના પત્તા કપાયા

Bihar Election: ભાજપે બીજા તબ્બકા માટે જાહેર કરી 46 ઉમેદવારોની યાદી, 3 MLAના પત્તા કપાયા
બિહાર ચૂંટણી ગ્રાફિક્સ

ભાજપે ત્રણ સીટો ઉપર નવા ઉમેદવારો ઉતારી દાવ અજમાવ્યો છે જ્યારે ત્રણ સીટો ઉપર ત્રણ ધારાસભ્યોના પત્તા કાપ્યા છે.

 • Share this:
  પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election 2020)ના બીજા તબક્કા માટે ભાજપે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપની આ યાદીમાં 46 નામનો સમાવેશ થયો છે. આ વખતે બિહારમાં ભાજપ (Bihar BJP seat) 121 સીટો ઉપરથી ચૂંટણી લડશે. પહેલા અને બીજા તબક્કાના મળીને અત્યાર સુધી ભાજપે (BJP) પોતાના 75 ઉમેદવારોના (BJP candidate) નામા જાહેર કર્યા છે.

  બીજી યાદીના વાત કરીએ તો ભાજપે પોતાના ત્રણ ધારાસભ્યોને (MLA ticket) ટિકિટ આપી નથી. ભાજપે પોતાના પ્રદેશ પ્રવક્તા નિખિલ આનંદને મનેરથી ટિકિટ આપી છે.  ત્રણ ધારાસભ્યોના પત્તા કપાયા

  ભાજપે બેતિયાથી રેણુ દેવી, સીતામઢીથી ડો. મિથિલેશ કુમાર, પટણા સાહિબથી નંદકિશોર યાદવ અને ગોપાલગંજથી સુભાષ સિંહ ઉપર દાવ અજમાવ્યો છે. આ ઉપરાંત ભાજપે આ વખતે ત્રણ ધારાસભ્યોના પત્તા કાપ્યા છે. આ યાદીમાં ચનપટિયાથી પ્રકાશ રાય, સિવાનથી વ્યાસ દેવ પ્રસાદ અને આમનોરથી સત્રુગ્ઘ્ન તિવારી ઉર્ફે ચોકર બાબાનો સમાવેશ થાય છે.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ સપ્તાહમાં સોના-ચાંદીના ભાવમાં થયો મોટો સુધારો, તહેવારોમાં કેવી રહેશે સોના-ચાંદીની ચાલ?

  આ છે ભાજપના ઉમેદવારોના નામ
  - નૌતન- નારાયણ પ્રસાદ
  - ચનપતિયા - ઉમાકાંત સિંહ
  - બેટિયાહ- રેણુ દેવી
  - હર્ષિધિ - કૃષ્ણનંદ પાસવાન
  - ગોવિંદગંજ - સુનીલ મણિ ત્રિપાઠી
  - કલ્યાણપુર - સચિન્દ્ર પ્રસાદસિંહ
  - પીપરા- શ્યામ બાબુ પ્રસાદ યાદવ
  - મધુબન- રાણા રણધીર સિંહ
  - સીતામઢી- મિથિલેશ કુમાર
  - રાજનગર - રામપ્રીત પાસવાન
  - ઝાંઝરપુર - નીતીશ મિશ્રા
  - બરુરાજ-અરૂણકુમાર સિંહ
  - પારુ- અશોકકુમાર સિંહ
  - બાઇકુંઠપુર - મિથિલેશ તિવારી
  - બરૌલી - રામપ્રવેશ રાય
  - ગોપાલગંજ - સુભાષસિંહ
  - સીવાન- ઓમ પ્રકાશ યાદવ
  - દારૌલી - રામાયણ માંઝી
  - દરુંધા-કરણજીત સિંહ
  - ગોરીયાકોથી - દેવેશ કાંત સિંહ
  - તારૈયા-જનકસિંહ
  - છપરા-સીએન ગુપ્તા
  - ગારખા-જ્ઞાનચંદ્ર માંઝી
  - અમનોર- કૃષ્ણ કુમાર મંટુ
  - સોનપુર - વિનયકુમાર સિંહ
  - હાજીપુર - અવધેશ સિંહ
  - લાલગંજ-સંજયકુમાર સિંહ
  - રાઘોપુર- સતિષકુમાર યાદવ
  - ઉજીપુરપુર - સીલ કુમાર રાય
  - મોહમદિનગર - રાજેશસિંહ
  - રોસરા-વીરેન્દ્ર પાસવાન
  - બચવારા - સુરેન્દ્ર મહેતા
  - બેગુસરાય - કુંદનસિંહ
  - બખારી - રામશંકર પાસવાન
  - બિહપુર- કુમાર શૈલેન્દ્ર
  - પીરપ્પતિ- લલન કુમાર પાસવાન
  - ભાગલપુર - રોહિત પાંડે
  - બિહાર શરીફ- સુનીલ કુમાર
  - બખ્તિયારપુર - રણવિજયસિંહ
  - દિઘા-સંજીવ ચૌરસિયા
  - બંકીપુર - નીતિન નવીન
  - કુંભાર- અરૂણકુમાર સિન્હા
  - પટના સાહેબ- નંદકિશોર યાદવ
  - ફતુહા- સત્યેન્દ્રસિંહ
  - દાનાપુર-આશાસિંહ
  - મણેર- નિખિલ આનંદ

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'તું સાચે પિરિયડમાં છે કે નાટક કરે છે?, ફિઝિકલ રિલેશન બાબતે સમજાવું', નફ્ફટ સસરાનું પુત્રવધૂ સાથે અભદ્ર વર્તન

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ મિત્રને મોબાઈલ વાપરવા આપવો ભારે પડ્યો, પોતાની પત્ની સાથે વાતો કરવાનો ભાંડો ફૂટ્યો, પછી થઈ જોવા જેવી

  આ નેતાઓ હશે ભાજપના સ્ટાર પ્રચારક
  બિહાર વિધાનસભા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોનું લિસ્ટ રજૂ કરવામાં આવ્યુંછે. જેમાં પીએમ મોદી ઉપરાંત જેપી નડ્ડા, રાજનાથ સિંહ, અમિત શાહ, દેવેન્દ્ર ફડણવીસ, રાધામોહન સિંહ, રવિશંકર પ્રસાદ, ગિરિરાજ સિંહ, સ્મૃતિ ઈરાની, અશ્વિની ચૌબે, નિત્યાનંદ રાય, આરકે સિંહ, ધર્મેન્દ્ર પ્રધાન, યોગી આદિત્યનાથ, રઘુબર દાસ, મનોજ તિવારી, બાબૂલાલ મરાંડી, નંદકિશોર યાદવ, મંગલ પાંડ્યે, રામકૃપાલ યાદવ, સુશિલ સિંદે, છેદી પાસવાન, સંજય પાસવાન, જનક ચમાર, સમ્રાટ ચૌધરી, વિવેક ઠાકુર અને નિવેદિતા સિંહનું નામ સામેવ છે.

  121 બેઠકો પર ભાજપ ચૂંટણી લડશે
  243 સભ્યોની વિધાનસભા માટે 122 બેઠકો પર JDU અને 121 બેઠકો પર ભાજપ ચૂંટણી લડશે. પટણા ખાતે પત્રકારોને સંબોધતા મુખ્યમંત્રી નીતીશકુમારે જણાવ્યું કે જેડીયુએ પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીના હિન્દુસ્તાન અવામ મોર્ચાને 7 બેઠકો ફાળવી છે. તેમણે કહયું કે મુકેશ સહાનીના નેતૃત્વ હેઠળની વિકાસશીલ જનતા પાર્ટી (VIP)ને ભાજપ તેની ૧ર૧ બેઠકોમાંથી બેઠકો ફાળવશે. ઉલ્લેખનીય છે કે ભાજપ અને વીઆઇપી પક્ષ વચ્ચે બેઠકોની વહેંચણી અંગે વાતચીત ચાલી રહી છે. શ્રી નીતીશકુમારે કહયું કે એનડીએ, વિકાસના મુદ્દે ચૂંટણી લડશે.
  Published by:ankit patel
  First published:October 11, 2020, 19:15 pm

  ટૉપ ન્યૂઝ