CM નીતિશ કુમાર સાથે મુલાકાત પછી બિહારના શિક્ષા મંત્રી ડૉં. મેવાલાલ ચૌધરીએ રાજીનામું આપ્યું

CM નીતિશ કુમાર સાથે મુલાકાત પછી બિહારના શિક્ષા મંત્રી ડૉં. મેવાલાલ ચૌધરીએ રાજીનામું આપ્યું
CM નીતિશ કુમાર સાથે મુલાકાત પછી બિહારના શિક્ષા મંત્રી ડૉં. મેવાલાલ ચૌધરીએ રાજીનામું આપ્યું

કૃષિ વિશ્વવિદ્યાલયમાં કુલપતિ હતા તે સમયે મેવાલાલ ચૌધરી પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા. તેમના પર એફઆઈઆર પર થઈ હતી

  • Share this:
    પટના : બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારના (CM Nitish Kumar)નેતૃત્વમાં નવી સરકાર બની ગઈ છે. જોકે સરકાર બન્યા ના ત્રણ જ દિવસમાં નવો વિવાદ સામે આવ્યો છે. નીતિશ સરકારમાં શિક્ષા મંત્રી બનેલા ડૉં. મેવાલાલ ચૌધરી (Dr. Mewalal Chaudhary Resign))પર ભ્રષ્ટાચારના આરોપ હોવાના કારણે વિપક્ષી દળોના નિશાના પર છે. આ દરમિયાન મેવાલાલે મુખ્યમંત્રી (Dr. Mewalal Chaudhary) નીતિશ કુમાર સાથે મુલાકાત કરીને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામાનો કાગળ રાજભવન પહોંચી ગયો છે.

    વિવાદોમાં રહેલા શિક્ષા મંત્રી મેવાલાલે આજે જ પદભાર ગ્રહણ કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે જે અમારી સામે બોલી રહ્યા છે અને કહી રહ્યા છે કે મારી પત્નીના મોત માટે હું જવાબદાર છું તેમની સામે આજે જ 50 કરોડની માનહાનીનો કેસ કરીશ અને આજે જ લીગલ નોટિસ જશે. જોકે સાંજ પડતા જ રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા હતા.



    આ પણ વાંચો - PHOTOS: એક હોટલમાં દુલ્હને સ્ટાફને કરી વિનંતી, કહ્યું - મને ત્રીજા લગ્નથી બચાવી લો

    કૃષિ વિશ્વવિદ્યાલયમાં કુલપતિ હતા તે સમયે મેવાલાલ ચૌધરી પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા. તેમના પર એફઆઈઆર પર થઈ હતી. આ પછી જેડીયુએ સસ્પેન્ડ કરી દીધા હતા. આ જ કારણે વિપક્ષ સતત નીતિશ સરકારને ટાર્ગેટ કરે છે. તેજસ્વી યાદવ સતત મેવાલાલ પર લાગેલા ભ્રષ્ટાચારને આરોપોને ઉઠાવતા હતા. આજે ટ્વિટ કરીને પ્રહાર કર્યો છે કે મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા હત્યા અને ભ્રષ્ટાચારના અનેક મામલામાં IPCની 409, 420, 467, 468, 471 અને 120B કલમ અંતર્ગત આરોપી મેવાલાલ ચૌધરીને શિક્ષા મંત્રી બનાવવાથી બિહારવાસીઓને શું શિક્ષા મળે છે?

    ઉલ્લેખનીય છે કે તારાપુરના જેડીયુના ધારાસભ્ય મેવાલાલ ચૌધરીનો પ્રથમ કેબિનેટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. રાજનીતિમાં આવ્યા પહેલા તે 2015 સુધી ભાગલપુર કૃષિ વિશ્વવિદ્યાલયમાં કુલપતિ હતા. 2015માં સેવાનિવૃત્તિ પછી રાજનીતિમાં આવ્યા હતા. આ પછી જનતાદળ યુનાઇટેડમાં ટિકિટ લઈને તારાપુરમાં ચૂંટણી લડી હતી અને જીતી ગયા હતા. આ પછી તેમના પર 2017માં કૃષિ વિદ્યાલયમાં નિયુક્તિ કૌભાંડનો મામલો સબૌર સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. આ મામસે ધારાસભ્યએ કોર્ટથી અંતરિમ જામીન લીધા હતા.
    Published by:Ashish Goyal
    First published:November 19, 2020, 16:26 pm

    टॉप स्टोरीज