VIDEO: 72 વર્ષના ખેડૂતે કમાલ કરી, 6 હજારનો ખર્ચ કરી 3 મહિનામાં અઢી લાખની કમાણી કરી
બિહારના આ ખેડૂત એક ઝાટકે ગરીબીમાંથી બહાર આવી ગયો
દરેક બેગમાંથી 8 થી 10 દિવસમાં લગભગ 3થી 4 કિલો મશરુમનું ઉત્પાદન થાય છે. જો આપ તેને દુકાનમાં વેચવા જશો તો, આપને 70થી 80 રૂપિયા કિલોનો ભાવ મળશે. પણ હવે આપ સીધા રિટેલમાં વેચે છે. ત્યારે આપને તે 100 રૂપિયાથી લઈને 150 રૂપિયા કિલો સુધીનો ભાવ મળશે. રામચંદ્રે કંઈક આવું જ કર્યું.
પશ્ચિમ ચંપારણ: જો આપ પણ નબળી સ્થિતીથી પરેશાન છો અને કંઈક કરવાનું વિચારી રહ્યા છો, જેનાથી થોડા મહિનામાં આપની આર્થિક હાલત સારી થાય. તો આજે અમે આપને અહીં એક એવી જાણકારી આપવા જઈ રહ્યા છીએ, જેનાથી આપની કિસ્મત બદલાઈ શકે છે. આપ ફક્ત 90 દિવસમાં દોઢથી બે લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકશો. જી હાં. હકીકતમાં જોઈએ તો, પશ્ચિમ ચંપારણ જિલ્લાના મઝૌલિયા પ્રખંડના ભરવલિયા ગામના એક ખેડૂતે કંઈક આવું જ કર્યું છે અને ફક્ત 6 હજાર રૂપિયાના ખર્ચમાં 3 મહિનામં બેથી અઢી લાખ રૂપિયાની કમાણી કરી છે. સ્થિતી એવી થઈ કે, તેઓ ગામના તમામ લોકો માટે આદર્શ બની ગયા છે.
ભરવલિયા ગામના 72 વર્ષિય ખેડૂત રામચંદ્રે જણાવ્યુ કે, તેમને એક દિવસ બિહાર સરકારના બાગાયતી મિશનની યોજના વિશે જાણકારી મળી. ત્યાર બાદ તેમણે આ યોજનાનો લાભ લઈ 6 રૂપિયા પ્રતિ બૈગના હિસાબથી મશરુમની લગભગ 200 બેગ ખરીદી. જેમાં દિવસમાં ફક્ત એક કે બે વાર હળવું પાણી આપતા. દરેક બેગમાં લગભગ 8થી 10 દિવસમાં લગભગ 3થી 4 કિલો સુધી મશરુમની ઉપજ થઈ. ત્રણ મહિનામાં તેમણે મશરુમ ખરીદવા માટે 6 રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો. તેનાથી તેમને ફક્ત 90 દિવસમાં જ અઢી લાખ રૂપિયાની કમાણી થઈ. આજે તેમને ત્યાં મશરુમના પાકના લગભગ 400 બેગ છે. " isDesktop="true" id="1358080" >
આવી રીતે મળશે લાભ
રામચંદ્રે જણાવ્યું કે, 2 વર્ષ પહેલા તેમણે પહેલી વાર મશરુમનું ઉત્પાદન શરુ કર્યું. બાગાયતી મિશન અંતર્ગત મશરુમ ઉત્પાદન પર સરકારે તેમને 90 ટકા સબ્સિડી આપી. એટલે કે, 60 રૂપિયા પ્રતિ બૈગ વેચાતી મશરુમનો પાક તેમને ફક્ત 6 રૂપિયામાં મળ્યો. યોજના અંતર્ગત પહેલી વાર મશરુમની 200 બેગ લીધી. આ પ્રકારને તેમને 12 હજાર રૂપિયાના મશરુમની બેગ ફક્ત 1200 રૂપિયામાં મળી.
દરેક બેગમાંથી 8 થી 10 દિવસમાં લગભગ 3થી 4 કિલો મશરુમનું ઉત્પાદન થાય છે. જો આપ તેને દુકાનમાં વેચવા જશો તો, આપને 70થી 80 રૂપિયા કિલોનો ભાવ મળશે. પણ હવે આપ સીધા રિટેલમાં વેચે છે. ત્યારે આપને તે 100 રૂપિયાથી લઈને 150 રૂપિયા કિલો સુધીનો ભાવ મળશે. રામચંદ્રે કંઈક આવું જ કર્યું.
આપ પણ લઈ શકશો તેનો લાભ
રામચંદ્રે જણાવ્યું કે, સરકારની બિહાર સરકારની બાગાયતી મિશનનો લાભ કોઈ પણ ઉઠાવી શકે છે. તેના માટે સૌથી પહેલા આપે તેની વેબસાઈટ horticulture bihar.gov.in પર જવાનું રહેશે. ત્યાં યોજનાનું નામ સિલેક્ટ કરી આગળની પ્રક્રિયા પુરી કરવાની રહેશે. તેના માટે આધાર કાર્ડ, પોતાનો ફોટો, મશરુમ ટ્રેનિંગ સર્ટિફિકેટ, લે આઉટ પ્લાન તથા એસ્ટીમેટ હોવું જરુરી છે. ઓનલાઈન અપ્લાઈ કરવાથી 15 દિવસમાં અધિકારી નિરીક્ષણ કરશે. બાદમાં 90 ટકાની સબ્સિડી પર મેક્સિમમ 200 મશરુમ પાકના બૈગ કૃષિ કેન્દ્રમાંથી મળશે. ઉત્પાદન સારુ થાય એટલા માટે આપને ઓયસ્ટર મશરુમની પ્રજાતિ જ આપવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર