આર્થિક મંદી પર બીજેપી નેતા સુશીલ કુમાર મોદીનું વિચિત્ર નિવેદન, 'શ્રાવણ-ભાદરવામાં મંદી રહે છે'

બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ લખ્યું કે, મંદીની બૂમો પાડીને અમુક લોકો ચૂંટણીમાં પરાજયની દાઝ ઉતારી રહ્યા છે.

બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ લખ્યું કે, મંદીની બૂમો પાડીને અમુક લોકો ચૂંટણીમાં પરાજયની દાઝ ઉતારી રહ્યા છે.

 • Share this:
  દેશનો આર્થિક વિકાસ (Economic Growth) ધીમો પડી ગયો છે. તાજેતરમાં જાહેર થયેલા ત્રિમાસિક આંકડા પ્રમાણે (એપ્રિલ-જૂન)માં વિકાસદર 5.8 ટકાથી ઘટીને 5 ટકા થઈ ગયો છે. સરકાર તરફથી આર્થિક સ્થિતિ સુધારવા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ બીજેપીના નેતા આ મામલે અજબ-ગજબ નિવેદનો આપી રહ્યા છે. આ મામલે બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ કંઇક અલગ જ દલીલ કરી છે. તેમનું કહેવું છે કે શ્રાવણ-ભાદરવા મહિનામાં દર વર્ષે મંદી રહે છે.

  બીજેપીના નેતા અને બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમારે ટ્વિટ કરીને લખ્યું કે, "કેન્દ્ર સરકારે અર્થવ્યવસ્થામાં તેજી લાવવા માટે 32 સૂત્રી રાહત પેકેજની જાહેરાત કરી છે અને 10 નાની બેંકોના વિલયની પહેલથી લોન આપવાની ક્ષમતા વધારવા સહિતના તમામ ઉપાયો કર્યા છે. આની અસર આગામી ત્રણ મહિનામાં જોવા મળશે. આમ તો દર વર્ષે શ્રાવણ-ભાદરવામાં મંદી રહે છે, પરંતુ આ વખતે..."

  આ પણ વાંચો : નાણાં મંત્રી સીતારમણે કહ્યું, 'GSTમાં ઘટાડો મારા હાથમાં નથી'

  'ચૂંટણીમાં હારની દાઝ ઉતારી રહ્યા છે'

  બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ આગળ લખ્યું કે, આ વખતે મંદીની બૂમો પાડીને અમુક લોકો ચૂંટણીમાં પરાજયની દાઝ ઉતારી રહ્યા છે. આ સાથે જ સુશીલ કુમાર મોદીએ દાવો કર્યો કે બિહારમાં મંદીની ખાસ અસર નથી, આ કારણે વાહનોનાં વેચાણમાં ઘટાડો નથી થયો. કેન્દ્ર સરકાર ઝડપથી ત્રીજું રાહત પેકેજ જાહેર કરવા જઈ રહી છે.

  નોંધનીય છે કે આર્થિક સુસ્તીને પગલે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે અનેક સુધારાની જાહેરાત કરે છે. તેમણે તાજેતરમાં બેંકોના વિલયની જાહેરાત કરી છે. આ સાથે જ સરકારને ભારતીય રિઝર્વ બેંક પાસેથી 1 લાખ 76 કરોડ રૂપિયા મળ્યા છે, જેનો ઉપયોગ દેશમાં આર્થિક સ્થિતિ સુધારવા માટે કરવામાં આવશે.
  Published by:Vinod Zankhaliya
  First published: