Home /News /national-international /

Bihar Crime : પતિના બીજા લગ્નથી ગુસ્સે ભરાયેલ પત્નીએ ઘરને જ આગ ચાંપી દીધી, પત્ની સહિત 4 લોકોના કરૂણ મોત

Bihar Crime : પતિના બીજા લગ્નથી ગુસ્સે ભરાયેલ પત્નીએ ઘરને જ આગ ચાંપી દીધી, પત્ની સહિત 4 લોકોના કરૂણ મોત

બિહારમાં પત્નીએ ઘર સળગાવી દીધુ, ચારના મોત

બિહાર (BIHAR) ના દરભંગા (Darbhanga) માં પરિણીત મહિલાએ ઘરકંકાસ અને પતિના બીજા લગ્નથી કંટાળી ઘર (Home) માં આગ (Fire) લગાવી દીધી, પોતે સહિત ઘરના ચાર સભ્યોના મોત

    આજકાલ માનવજાતની સહન કરવાની ક્ષમતા ઘટતી જઈ રહી છે અને અમુક કિસ્સામાં ક્રૂરતા પણ વધી રહી છે. આ જ પ્રકારનો એક દિલધડક કિસ્સો બિહારના દરભંગામાં સામે આવ્યો છે. અહીં ઘરેલુ વિવાદમાં પત્નીએ પોતાના જ ઘરમાં આગ ચાંપી દીધી છે. આગને કારણે ઘરના જ ચાર લોકો દાઝી ગયા છે.

    આ સમગ્ર ઘટના બિરૌલ પોલીસ સ્ટેશન વિસ્તારના સુપૌલ બજારના શેખપુરા મોહલ્લાની છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ખુર્શીદ આલમની બંને પત્નીઓ વચ્ચે ઝઘડો થયો હતો. આ વિવાદમાં તેની પહેલી પત્ની પરવીન ગુસ્સામાં આવી ગઈ હતી અને શનિવારે વહેલી સવારે ઘરને જ આગ લગાવી દીધી હતી. આ આગમાં ઘરને આગ લગાડનાર પરવીન સહિત ચાર લોકો દાઝી જવાથી મૃત્યુ પામ્યા હતા.

    આ ઘટનામાં ખરાબ રીતે દાઝી ગયેલા ખુર્શીદ આલમ (40) અને તેની બીજી પત્ની રોશની ખાતૂનને દરભંગા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં (DMCH) સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ આ બંનેનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

    મળતી માહિતી પ્રમાણે મિકેનિક તરીકે કામ કરતા ખુર્શીદ આલમના લગ્ન લગભગ દસ વર્ષ પહેલા બીબી પરવીન સાથે થયા હતા. પરંતુ સંતાન ન થતાં ખુર્શીદે બે વર્ષ પહેલા પડોશી ગામની 32 વર્ષની રોશની ખાતુન સાથે બીજા લગ્ન કર્યા હતા. પરવીન તેના પતિના બીજા લગ્નથી ખુશ નહોતી. તે સતત તેનો વિરોધ કરતી હતી. તેણે ખુરશીદને ચેતવણી પણ આપી હતી. આ બાબતને લઈને ખુર્શીદ આલમની બંને પત્નીઓ વચ્ચે અવાર નવાર વખત ઝઘડો થયો હતો.

    આ પણ વાંચો -કર્મનું તત્કાલ ફળ મળ્યું: અમેરિકામાં મહિલાની હત્યા કરી લાશને દફનાવી, ત્યાં હત્યારાનો પણ હાર્ટએટેકથી જીવ ગયો

    ખુર્શીદ આલમે મૃત્યુ પહેલા હોસ્પિટલમાં પોલીસને નિવેદન આપ્યું

    આ સમગ્ર મામલે હેડક્વાર્ટરના DSP અમિત કુમારે 4 લોકોના મોતની પુષ્ટિ કરતા કહ્યું કે, આ ઘટના શનિવારે સવારે લગભગ 5 વાગ્યે બની હતી. હોસ્પિટલમાં દાખલ ખુર્શીદ આલમે મરતા પહેલાં પોલીસને પોતાનું નિવેદન આપ્યું હતું, જે મુજબ તેની પ્રથમ પત્નીને કેટલાક લોકો દ્વારા ઉશ્કેરવામાં આવી હતી, જેના કારણે તેણે આટલી મોટી ઘટનાને અંજામ આપ્યો છે. પોલીસે ઉશ્કેરણી કરનારનું નામ આપવાનો ઇનકાર કર્યો હતો. પોલીસે ખુર્શીદ આલમના નિવેદન પર કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bihar Crime, Bihar News, Crime latest news, Crime news, બિહાર

    આગામી સમાચાર