મુકેશ કુમાર, ગોપાલગંજ. બિહારના (Bihar) ગોપાલગંજમાં (Gopalhanj) એક ચોંકાવનારી ઘટના બની છે. લોકોને છેતરીને લૂંટ ચલાવનારા બે બદમાશોએ આ વખતે ઘરેણાંની દુકાનોને નિશાન (Robbery in Jewellery Shop) બનાવી. તેમણે અપનાવેલી તરકીદ વિશે સાંભળીને ગોપાલગંજના વેપારીઓમાં ડર અને આશંકાની લાગણી ઊભી થઈ ગઈ છે. બે રીઢા ગુનેગારોએ પોતાની ઓળખ અધિકારી તરીકે આપીને બે અલગ-અલગ પોલીસ સ્ટેશનના હદમાં બે ઘરેણાંની દુકાનમાંથી લાખો રૂપિયાના ઘરેણાં લૂંટી લીધા છે. સામાન્ય રીતે ઘરેણાંના વેપારી ખૂબ જ સતેજ રહેતા હોય છે પણ આ બે ગઠીયાઓએ અધિકારીઓ હોવાનો પ્રભાવ ઊભો કરીને પોતાનો પ્લાન સફળ રીતે પાર પાડી દીધો.
લૂંટની ઘટના બાદ બંને બદમાશો ફરાર થવામાં સફળ રહ્યા છે. મળતી માહિતી મુજબ, બંને બદમાશોની પાસે હથિયાર પણ હતા. આ ઘટના ફુલવરિયાના કોયલાદેવા અને હથુઆના પૂરાના કિલ્લા બજારની છે. પહેલી ઘટના ફુલવરિયાના કોયલાદેવા બજારની છે, જ્યાં બાઇક સવાર બે બદમાશ પોતાને મોટા અધિકારી હોવાનું જણાવીને પહેલા આર.કે. જ્વેલર્સની દુકાનમાં સોનાના ઘરેણાંની માંગ કરી. બાદમાં ઘરેણાં લઈને તેની પરખ કરવાના બહાને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા.
પીડિત ઘરેણાંની દુકાનના સંચાલક શ્રીનિવાસનના જણાવ્યા મુજબ, ઘરેણાંની કિંમત લગભગ દોઢ લાખ રૂપિયા હતી. બંને બદમાશોએ પોતાની ઓળખ મોટા અધિકારી તરીકે આપી હતી. પહેલા ઘરેણાની તપાસ કરવાનું નાટક કર્યું અને બાદમાં ફરાર થઈ ગયાં. બંને બદમાશોની પાસે હથિયાર પણ હતા. ફુલવરિયામાં લૂંટની ઘટના બાદ આ જ બદમાશોએ હથુઆના પૂરાના કિલ્લા બજારમાં સોનીની દુકાનમાં દોઢ લાખ રૂપિયાના ઘરેણાંની લૂંટ કરી. લૂંટની ઘટના બાદ કુસૌન્ધી સિવાન તરફ ફરાર થઈ ગયા. મળતી માહિતી મુજબ, બંને ચાલાક બદમાશો પોતે મોટા અધિકારી છે તેવો રૂઆબ ઊભો કરીને બંને ઘરેણાંની દુકાનના માલિકોને છેતરવામાં સફળ રહ્યા.
બીજી તરફ, આ લૂંટની જાણ થતાં પોલીસે બંને સ્થળોના સીસીટીવી ફુટેજની (CCTV Footage) ઝીણાવટપૂર્વક તપાસ શરૂ કરી. ફુલવરિયાના કોયલા દેવા બજારથી સીસીટીવી ફુટેજના આધાર પર પોલીસ બંને બદમાશોની ઓળખ કરવામાં લાગી ગઈ છે. પોલીસ સૂત્રોથી મળતી માહિતી મુજબ, CCTV Footageમાં જોવા મળી રહેલા બંને બદમાશો દોઢ વર્ષ પહેલા પણ તિવારી જ્વલેર્સમાંથી લાખો રૂપિયાની સોનાની અંગુઠીઓની ચોરી કરી હતી. હજુ સુધી પોલીસ તેમની ભાળ મેળવી શકી નથી.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર