Bihar Crime News: પત્ની સાથે ઝઘડો થતાં દારૂના નશામાં ધૂત આર્મીના જવાને ત્રણ મહિલાઓને મારી ગોળી, હોસ્પિટલમાં દાખલ

આર્મી જવાનની પત્ની અને ગામની મહિલાને એક-એક ગોળી વાગી છે જ્યારે કાજલને બંને પગમાં ગોળી વાગી છે.

Army Jawan shoots Three Women: દારૂના નશામાં ધૂત આર્મી જવાનની મારપીટથી બચવા પત્ની મહિલાઓ વચ્ચે જઈને છુપાઈ, પછી બની ચોંકાવનારી ઘટના

  • Share this:
    પ્રફૂલ્લ કુમાર, બેતિયા. બિહારના (Bihar) બેતિયાથી (Betiya) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બેતિયામાં આર્મીના (Indian Army) એક જવાને (Jawan) પોતાની પત્ની સહિત ત્રણ મહિલાઓને ગોળી મારી દીધી. ગોળી તેની પત્ની ઉપરાંત પડોશની એક મહિલા અને 15 વર્ષની એક કિશોરીને વાગી છે જેમની સારવાર જેએમસીએચ (GMCH)માં ચાલી રહી છે. ઘટના મુફસ્સિલ પોલીસ સ્ટેશનની હદના બરવત ગામની છે.

    મળતી માહિતી મુજબ, નશામાં ધૂત જવાન (Drunk Army Jawan) પોતાની પત્ની અનિતા સાથે મારપીડ કરી રહ્યો હતો. ત્યારબાદ તે ભાગીને ઘરેથી નીકળી ગઈ અને ગામની મહિલાઓની વચ્ચે જઈને છુપાઈ ગઈ. ત્યારબાદ ગુસ્સામાં આર્મી જવાને ઘરની અંદરથી પોતાની લાઇસન્સવાળી બે નળીની બંદૂક કાઢી અને મહિલાઓને ગોળી મારી દીધી. ફાયરિંગની (Firing) આ ઘટનામાં ગામની મહિલાઓની સાથોસાથ તેની પત્નીને પણ ગોળી વાગી ગઈ. આ ફાયરિંગમાં પત્ની ઉપરાંત ગામની એક મહિલા પાલમતી દેવીને પણ ગોળી વાગી ગઈ. બીજી તરફ ગામની એક કિશોરી કાજલ પણ ગોળી વાગવાથી ઘાયલ થઈ છે.

    આ પણ વાંચો, યુવકે હાઇટેન્શન ટાવર પર ચઢી ઉત્પાત મચાવ્યો, નીચે આવવાના નામે માંગી બીડી

    આર્મી જવાનની પત્ની અને ગામની મહિલાને એક-એક ગોળી વાગી છે જ્યારે કાજલને બંને પગમાં ગોળી વાગી છે. ઘટનાની જાણ થતાં જ ગામે પહોંચેલો મુફસ્સિલ પોલીસ સ્ટેશનના સ્ટાફે (Police Staff) આરોપી જવાનની ધરપકડ કરી લીધી છે અને મામલાની તપાસમાં લાગી ગઈ છે. આરોપી જવાન નરેશ સાહની પત્નીએ જણાવ્યું કે, તેનો પતિ વારંવાર તેની સાથે મારપીટ કરે છે અને રવિવારે પણ દારૂના નશામાં ધૂત થઈને તેની સાથે મારપીટ કરી રહ્યો હતો. ત્યારબાદ આ ઘટના બની. નોંધનીય છે કે, આરોપી જવાન નરેશ સાહ દિલ્હીમાં (Delhi) પોસ્ટેડ છે અને રજાઓમાં ઘરે આવ્યો છે. પોલીસે જવાનની ધરપકડ (Army Jawan Arrested) કરી લીધી છે. આ ઉપરાંત તેની લાઇસન્સવાળી બંદૂક પણ જપ્ત કરી દીધી છે.

    આ પણ જુઓ, Pakistan Viral Video: પાકિસ્તાની મંત્રી ફૈયાજ ઉલ હસને દાંતથી Ribbon કાપી દુકાનનું કર્યું ઉદ્ઘાટન

    એસપીએ જણાવ્યું કે, ઘટનાની જાણકારી મળતા જ પોલીસ બરવત ગામે પહોંચી અને આરોપી જવાનને કસ્ટડીમાં લઈ લીધો, તેની સાથોસાથ લાઇસન્સવાળું હથિયાર પણ જપ્ત કરી લેવામાં આવ્યું છે. જવાનની મેડિકલ તપાસ કરાવવામાં આવી છે જેમાં દારૂ પીવાની પુષ્ટિ થઈ છે. પોલીસ આગળની કાર્યવાહીમાં લાગી ગઈ છે. આરોપી જવાનને જેલ મોકલવામાં આવી રહ્યો છે.
    Published by:Mrunal Bhojak
    First published: