Home /News /national-international /લગ્ન પ્રસંગમાં ગયેલી મહિલા સાથે ગેંગરેપ, અર્ધનગ્ન અવસ્થામાં વીજળીના થાંભલા સાથે લટકાવી

લગ્ન પ્રસંગમાં ગયેલી મહિલા સાથે ગેંગરેપ, અર્ધનગ્ન અવસ્થામાં વીજળીના થાંભલા સાથે લટકાવી

પ્રતીકાત્મક તસવીર

વહેલી પરોઢે મહિલા ટોઇલેટ જતી હતી ત્યારે હેવાનોએ પહેલા તો ઘરેણાં લૂંટ્યા અને બાદમાં આચર્યું દુષ્કર્મ

મુકેશ કુમાર, સમસ્તીપુર. બિહાર (Bihar)ના સમસ્તીપુર (Samastipur)માં માનવતાને શરમમાં મૂકનારી ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. એક એક લગ્ન પ્રસંગમાં ગયેલી મહિલા સાથે પહેલા તો ગેંગરેપ (Bihar Gangrape) કરવામાં આવ્યો અને બાદમાં હેવાનિયતની હદને પાર કરતાં તેને બેભાન અવસ્થામાં અર્ધનગ્ન અવસ્થામાં વીજળીના થાંભલા સાથે બાંધી દીધી. આ જધન્ય ઘટનાનો ખુલાસો તે સમયે થયો જ્યારે ગામનો એક શખ્સ પોતાના ખેતર તરફ જઈ રહ્યો હતો. તેણે જ્યારે મહિલાને વીજળીના થાંભલા પર ફંદા પર લટકેલી જોઈ તો તે ચોંકી ગયો અને તેને આ બાબતની જાણ ગામ લોકો અને પોલીસ (Police)ને કરી.

આ જધન્ય જનતાની વાત સમગ્ર વિસ્તારમાં આગની જેમ ફેલાઈ ગઈ. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મહિલાને થાંભલા પરથી ઉતારીને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરાવી જ્યાં તેની સ્થિતિને જોતાં સારી સારવાર મળી રહે તે માટે સદર હૉસ્પિટલ રેફર કરવામાં આવી. હજુ પણ પીડિત મહિલા બેભાન અવસ્થામાં જ છે અને તેની સારવાર ચાલી રહી છે. મામલો સામે આવ્યા બાદ ગામ લોકોએ શકના આધાર પર લગ્ન સમારોહમાં ટેન્ટ અને સાઉન્ડનું કામ કરનારા 7 લોકોને પકડીને પોલીસને હવાલે કરી દીધા છે. આ લોકોની પોલીસ પૂછપરછ કરી રહી છે.

આ પણ વાંચો, COVID-19: કોરોનાની ઝપટમાં આવેલા પુરુષોની યૌન ક્ષમતા ઓછી થઈ રહી છે?

ઘટનાના સંદર્ભમાં પરિજનોએ જણાવ્યું છે કે ઘરમાં લગ્ન સમારોહ હતો. જ્યારે વહેલી પરોઢે મહિલા ટોઇલેટ કરવા માટે ગઈ હતી તો તે દરમિયાન ટેન્ટમાં કામ કરનારા લોકોએ પહેલા તેના ઘરેણાં લૂંટી લીધા અને તેની સાથે ગેંગરેપ કર્યો અને બાદમાં વીજળીના થાંભલા સાથે ફંદો લગાવીને લટકાવી દીધી. પીડિત મહિલા બેભાન હોવાના કારણે હજુ સુધી તેનું નિવેદન નથી લઈ શકાયું.

આ પણ વાંચો, ઈરફાન પઠાણની પત્નીની તસવીર પર થયો વિવાદ, કહ્યુ- ‘હું તેનો માલિક નથી, સાથી છું’

સમસ્તીપુર સદર હૉસ્પિટલમાં મહિલા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ સ્ટાફની સાથે પીડિત પરિવારથી જાણકારી એકત્ર કરવામાં લાગ્યા છે. જે રીતે હેવાનોએ કૃત્ય કર્યું છે તેનાથી તમામ હદો પાર થઈ ગઈ છે. એવામાં હવે જોવાની વાત એ રહેશે કે સમસ્તીપુર પોલીસ તરફથી આરોપીઓ વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવે છે.
First published:

Tags: Crime news, Crime Report, Crime Story, Gang rape, Investigation, Woman, પોલીસ, બિહાર

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો