છપરા: પોતાની થનારી ઘરવાળીને મળવાની એટલી બધી તાલાવેલી લાગેલી હતી કે, યુવકે તેને લગ્ન પહેલા જ ઉઠાવી ગયો હતો. લગ્નવાળા ઘરમાં છોકરી ગાયબ થતાં હડકંપ મચી ગયો હતો, જો કે બાદમાં જ્યારે લોકોને ખબર પડી કે, છોકરી પોતાના થનારા પતિ સાથે જ ભાગી ગઈ છે, તો લોકોને રાહત થઈ. જો કે, ત્યાં સુધીમાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ ચુકી હતી. આ મામલો બિહારના છપરામાં આવેલા પાનાપુરની છે.
હકીકતમાં રામ રુદ્રપુર ગામમાં સંધ્યા નામની છોકરીના લગ્ન દરિયાપુરના અકબરપુર ગામ નિવાસી બોલ બમ સાહની સાથે નક્કી થયા હતા. સગાઈની વિધિ પુરી થઈ ચુકી તેથી બંને પરિવાર લગ્નની તૈયારીઓમાં લાગી ગયા હતા. જો કે, લગ્ન બીજા વર્ષે થવાના હતા. તેથી સંધ્યા અને બોલબમની વચ્ચે રોજ લાંબી લાંબી વાતો થવા લાગી. પ્રેમ એટલો આગળ નિકળી ગયો હતો કે, બોલબમ હવે સંધ્યા વગર એક ક્ષણ પર રહી શકતો નહોતો. તેથી બંનેએ ભાગવાનો પ્લાન બનાવ્યો અને સંધ્યા કંઈ પણ બોલ્યા વિના ઘરેથી ફરાર થઈ ગઈ અને બંને કોઈ અજાણી જગ્યાએ ભાગી ગયા હતા.
આ મામલામાં પાનાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ, જે બાદ પોલીસે તપાસ શરુ કરી હતી અને છોકરીને ધરપકડ કરી લેવામાં આવી અને જ્યારે મિયા બીવી રાજી તો ક્યાં કરેગા કાજી. તેથી પોલીસે બંનેના લગ્ન કરાવાનો નિર્ણય કર્યો હતો. બંનના સ્વજનોની સહમતીથી સ્થાનિક પોલીસની દેખરેખમાં ઠાકોરવાડી મંદિરમાં લગ્ન કરાવ્યા. શુક્રવારની રાતે પાનાપુર બજારમાં આવેલા રામજાનકી મંદિરમાં સ્થાનિક એસઆઈ રુપમ કુમારી બંને પક્ષના પરિવાર અને જનપ્રતિનિધિઓની હાજરીમાં બંનેના લગ્ન થયા. ત્યારે હવે આ અનોખા લગ્નને લઈને લોકોમાં ચર્ચા છે કે, જ્યારે બંનેની સગાઈ થઈ ગઈ છે, તો લગ્ન કરવા માટે આટલી ઉતાવળ શા માટે કેમ ભાગી ગયા.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર