બિહારમાં પ્રેમિકાને બંધક બનાવતા, દિલ્હીમાં રહેલા પ્રેમીએ મદદ માંગી યુવતીને બચાવી

પ્રતિકાત્મક તસવીર

દિલ્હી મહિલા આયોગની જણાવ્યું કે થોડા દિવસ પહેલા આયોગને એક યુવકે ઇમેલ લખીને ફરિયાદ કરી હતી. અને બિહારમાં રહેતી એક યુવતી સાથે તેને પ્રેમ હોવાની વાત જણાવી હતી. અને મદદ માંગી હતી.

 • Share this:
  દિલ્હી મહિલા આયોગે બિહારના એક પ્રેમી જોડીને ઓનર કિલિંગથી બચાવવાનું સારું કામ કર્યું છે. આ કપલને બિહારથી દિલ્હી લાવીને તેમની સુરક્ષા વધારવામાં આવી છે. ટૂંક સમયમાં આ બંને છોકરો અને છોકરી લગ્ન પણ કરવાના છે. આયોગનું કહેવું છે કે યુવતીનો પરિવાર અને કેટલાક ધાર્મિક સંગઠન સાથે મળીને આ બંનેનું ઓનર કિલિંગ કરવાના હતા.દિલ્હી મહિલા આયોગની જણાવ્યું કે થોડા દિવસ પહેલા આયોગને એક યુવકે ઇમેલ લખીને ફરિયાદ કરી હતી. અને બિહારમાં રહેતી એક યુવતી સાથે તેને પ્રેમ હોવાની વાત જણાવી હતી.

  સાથે જ તેણે કહ્યું કે ઇંદિરાપુરમમાં અમે સાથે જ રહેતા હતા. પણ આ પ્રેમ પ્રસંગ વિષે પરિવારને જાણકારી લાગતા તેને પાછી બિહાર લઇ જવામાં આવી છે. અને થોડા દિવસથી તે યુવતીનો સંપર્ક નથી કરી શકતો. તેણે જણાવ્યું કે યુવતીને ભગવતી મંદિરની પાસે ક્યાંય ગુપ્ત જગ્યાએ સંતાડવામાં આવી છે. જ્યારે વધુ ડિટેલ માંગી તો યુવક જણાવ્યું કે તેને ખાલી યુવતીનું અને તેના પિતાનું નામ ખબર છે.

  આ કેસમાં આયોગ ત્વરિત કાર્યવાહી કરતા બિહાર પોલીસનો સંપર્ક કર્યો. જો કે જાણકારી ઓછી હોવાના કારણે યુવતીને ક્યાં રાખવામાં આવી છે તે જાણવું ખૂબ જ મુશ્કેલ હતું. પણ તેમ છતાં પોલીસે ભગવતી સ્થાન મંદિરની આસપાર તે નામ સાથે રહેતી યુવતીની શોધ શરૂ કરી. ભારે મહેનત પછી પોલીસને તે યુવતી મળી. પંડૌલના SHO પણ જણાવ્યું કે યુવતીના જીવને અહીં જોખમ હતું કારણ કે યુવતીના પરિવાર અને તેની સાથે કેટલાક ધાર્મિક સંગઠન આ યુવતીને મારવા માંગતા હતા.

  આ પછી આયોગે સંબંધિત જિલ્લા અધિકારી સાથે વાત કરીને યુવતીને પટના શેલ્ટર હોમમાં રાખી. અહીં યુવતીને સુરક્ષા સાથે દિલ્હી લાવવામાં આવી. અહીં યુવતી અને યુવકનો મેળ મહિલા આયોગે કરાવ્યો. અને કોર્ટમાં તેમની સુરક્ષા માટે મહિલા આયોગે અરજી પણ કરી. કોર્ટે દિલ્હી પોલીસને તેમની સુરક્ષા માટે નિર્દેશ કર્યો છે. અને હવે તે ટૂંક સમયમાં લગ્ન પણ કરવાના છે.

  વધુ વાંચો : ગામડામાં બેસીને સોશિયલ મીડિયા થકી નબીરાઓને Honey Trapમાં ફસાવતી ગેંગ ઝડપાઇ

  દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષતામાં સ્વાતિ માલીવાલે કહ્યું કે દિલ્હી મહિલા આયોગની સક્રિયતાથી બે પ્રેમ કરનાર એક થઇ શક્યા છે. તેમના જીવ પર હજી પણ જોખમ છે. કારણ કે યુવતીના માતા પિતા અને કેટલાક ધાર્મિક સંગઠન તેને મારવા માંગી રહ્યા છે. બિહાર પોલીસના સહકારથી અમે આ રેસ્ક્યૂ કર્યું છે. અને દિલ્હીમાં પણ અમે તેમને સુરક્ષા આપી છે. આ મામલે આયોગે પોતાના કાર્યક્ષેત્રની બહાર જઇને પ્રેમી કપલની મદદ કરી છે.

  અમે અમારા સેવાના સંકલ્પ માટે પ્રતિદ્ધ છીએ.
  Published by:Chaitali Shukla
  First published: