બિહાર: બિહાર કોંગ્રેસના નેતાઓ તરફથી રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટણીમાં વોટ નાખવાના છે. આ અગાઉ કોંગ્રેસના 50થી વધારે નેતાઓ ક્યાંય દેખાતા નથી. આ નેતા ન તો સદાકત આશ્રમમાં દેખાઈ રહ્યા છે, ન તો શહેરમાં ક્યાંય છે. સવાલ એ થાય છે કે, આખરે આ નેતાઓ ગયા ક્યાં ? કોંગ્રેસ હેડક્વાર્ટરના સૂત્રોનું માનીએ તો, વોટિંગ પહેલા નેતાઓ વચ્ચે કંઈ રંઘાઈ રહ્યું હતું. અચાનક ગાયબ થતાં પાક્કી મહોર લાગી ગઈ. 22 વર્ષ બાદ થઈ રહેલી રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટણીમાં પટનાના નેતાઓનો મત ખૂબ મહત્વ ધરાવે છે. 10 વાગ્યાથી મતદાન શરુ થયું છે, પણ એકેય નેતા ક્યાંય દેખાતા નથી. સદાકત આશ્રમમાં કાગડા ઉડી રહ્યા છે.
પાર્ટીના સૂત્રોનું કહેવુ છે કે, શશિ થરુર અને મલ્લિકાર્જૂન ખડગેને વોટ કરનારા 50 નેતાઓ ક્યાંક જતાં રહ્યા છે. ક્યાં ગયા છે કોઈને ખબર નથી. લાખ કોશિશ કરવા છતાં આ નેતાઓનો કોઈ સંપર્ક નથી થયો. તો વળી પ્રદેશ અધ્યક્ષ કહી રહ્યા છે આ નેતાઓની સંખ્યા 20ની આસપાસ છે. વધારે નેતા ગાયબ નથી થયાં. પણ કાર્યાલયનો માહોલ કહી રહ્યો છે કે અંદરને અંદર કંઈક ખિચડી રંઘાઈ રહી છે.
50 કોંગ્રેસી નેતા ગાયબ
સદાકત આશ્રમમાં બૂથ બનેલું છે. ત્રણ જગ્યા પર નેતા પોતાના વોટ નાખી રહ્યા છે. બસો વોટર પર એકબૂથ બનાવ્યું છે. બિહાર ચૂંટણીને જોતા દિલ્હીથી પ્રદીપ ટમ્ટા અને ત્રણ સહાયક ચૂંટણી પદાધિકારી પટનામાં આવ્યા છે. સૂત્રોનું કહેવુ છે કે, નેતાઓ અચાનક ક્યાંક ભાગી ગયા હોવાની વાત સાચી છે. કારણ કે કોઈ પણ કંઈ બોલવા માટે તૈયાર નથી. વોટિંગ સાંજના ચાર વાગ્યા સુધી ચાલશે. ગાયબ થયેલા નેતાઓને સાંજ સુધી રાહ જોવામાં આવશે. સાંજે બેલેટ બોક્સ દિલ્હી રવાના કરી દેવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર