કોરોના પીડિતની પત્નીની હૉસ્પિટલમાં થઈ છેડતી, દુપટ્ટો ખેંચી લીધો- મહિલાએ જણાવી આપવીતી

કોરોના પીડિતની પત્નીની હૉસ્પિટલમાં થઈ છેડતી, દુપટ્ટો ખેંચી લીધો- મહિલાએ જણાવી આપવીતી
બે હૉસ્પિટલો બદલી પણ મહિલાના પતિ કોરોના સામે હારી ગયા, પીડિતાએ મેડિકલ સ્ટાફ સામે કર્યા ગંભીર આરોપ

બે હૉસ્પિટલો બદલી પણ મહિલાના પતિ કોરોના સામે હારી ગયા, પીડિતાએ મેડિકલ સ્ટાફ સામે કર્યા ગંભીર આરોપ

  • Share this:
    ધમેન્દ્ર કુમાર, પટના. બિહાર (Bihar) સહિત સમગ્ર દેશમાં કોરોનાનો કહેર (Coronavirus) છે, પરંતુ આ બધાની વચ્ચે બિહારમાં સ્વાસ્થ્ય સેવાઓ (Bihar Health System)ના નામે હૉસ્પિટલો મનમાની કરી રહી છે. તે સરકારી હૉસ્પિટલ હોય કે પછી પ્રાઇવેટ, તમામની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. તેની સાથે જ કોરોનાના દર્દીઓ અને તેમની સાથે આવતા સગા-વહાલાઓ સાથે ગેરવર્તણૂંકથી માંડી છેડતીના પ્રસંગો સામે આવતા રહે છે. આવો જ એક મામલો બિહારના ભાગલપુર (Bhagalpur) અને પટના (Patna)થી સામે આવ્યો છે, જ્યાં મધુબનીની રહેવાસી એક મહિલાની સાથે તેના પતિની સારવાર કરાવવા દરમિયાન અભદ્રતા અને છેડતીની ઘટના બની છે. હૉસ્પિટલમાં વ્યવસ્થાના અભાવના કારણે મહિલાના પતિએ જીવ ગુમાવ્યો તો બીજી તરફ પીડિતાનો આરોપ છે કે હૉસ્પિટલમાં તેની સાથે છેડતી પણ કરવામાં આવી.

    પીડિતાનું નામ રુચિ રોશન છે જેના પતિનું કોરોનાના કારણે નિધન થઈ ગયું. મધુબનીના રહેવાસી રોશનચંદ દાસ પોતાની પત્નીની સાથે હોળી ઉજવવા પોતાના સગાના ઘરે ભાગલપુર ગયા હતા. આ દરમિયાન રોશનચંદ કોરોનાનો શિકાર થઈ ગયા અને તેમની સારવાર માટે ભાગલપુરની ગ્લોબલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમની પત્ની રોજ સિસ્ટમ સાથે સંઘર્ષ કરતી રહી. રુચિ રોશનના જણાવ્યા અનુસાર હૉસ્પિટલના સ્ટાફ દ્વારા અનેક વાર તેની સાથે છેડતી પણ કરવામાં આવી.



    આ પણ વાંચો, 1 કિલો ઘાસની કિંમતમાં ખરીદી શકો છો દોઢ તોલા સોનું, Hop Shoots કેમ છે દુનિયાની સૌથી મોંઘી શાકભાજી?

    આ પણ વાંચો, મોટો ખુલાસો- રંગીન મિજાજના છે બિલ ગેટ્સ, ઘરે યોજાતી હતી સ્ટ્રિપ પાર્ટીઝ

    જ્યારે રોશનચંદની સ્થિતિ વધુ બગડવા લાગી તો તેની પત્ની તેમને લઈને પટના સ્થિત રાજેશ્વર હૉસ્પિટલ આવી, પરંતુ સારવાર દરમિયાન તેમનું નિધન થયું. તેમની પત્નીનો આરોપ છે કે રાજેશ્વર હૉસ્પિટલમાં પણ તેમના પતિ સાથે ખૂબ ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો. ડૉક્ટરથી લઈને ત્યાંના કમ્પાઉન્ડર સુધીના લોકોની બેદરકારીના કારણે તેમના પતિનું નિધન થયું. પીડિતાએ રાજેશ્વર હૉસ્પિટલના કર્મચારીઓ ઉપર પણ છેડતી અને ખરાબ વર્તનની સાથે દર્દીઓના જીવ સાથે ચેડાં કરવાના ગંભીર આરોપ લગાવ્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published:May 11, 2021, 15:14 pm

    ટૉપ ન્યૂઝ