Home /News /national-international /

14 વર્ષની બાલિકા વધૂ 40 વર્ષના દુલ્હા પર ભારે પડી, સાત ફેરા બાદ ખવડાવી જેલની હવા

14 વર્ષની બાલિકા વધૂ 40 વર્ષના દુલ્હા પર ભારે પડી, સાત ફેરા બાદ ખવડાવી જેલની હવા

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Bihar Child Marriage News: બિહારના પૂર્ણિયામાં એક 14 વર્ષની કિશોરીના લગ્ન ઉત્તર પ્રદેશના 40 વર્ષના યુવક સાથે કરાવી દેવાયા હતા.

  કુમાર પ્રવીણ, પૂર્ણિયા: બિહારના પૂર્ણિયાની એક સગીર સાથે લગ્ન (Purniya child marriage) કરવા ઉત્તર પ્રદેશના યુવકને ભારે પડ્યા છે. 14 વર્ષની કિશોરી સાથે બળજબરીથી લગ્ન કરનાર યુવકની પોલીસે (Police) ધરપકડ કરી લીધી છે. ન્યૂઝ 18 પર સમાચાર પ્રસારિત થયા બાદ મુફસ્સિલ પોલીસે ઉત્તર પ્રદેશના દુલ્હા (Uttar pradesh groom) અનેક પાલ અને કિશોરીના પિતા ગિરિશ મંડલની ધરપકડ કરી લીધી છે. બંને સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે જ ચાઇલ્ડ લાઇન (Child line), બાળ સંરક્ષણ સહિત અનેક એજન્સી તપાસ માટે ગામમાં પહોંચી છે.

  પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ આદિત્ય કુમારે (Aditya Kumar) જણાવ્યું હતું કે, અમને આ અંગે ફરિયાદ મળી હતી. દુલ્હા તેમજ સગીરાના પિતાની અટકાયત કરીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઉચ્ચ અધિકારીઓના આદેશ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. બાળ સંરક્ષણ સમિતિના જિલ્લા સંયોજક મોહમ્મદ તફરીને કહ્યુ કે, 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરી અને 21 વર્ષથી ઓછી ઉંમરના છોકરાના લગ્ન ગેરકાયદે છે. આ માટે કડક કાયદો પણ છે. આમ છતાં અમુક લોકો આવું કરે છે. આ કેસમાં પોલીસ કાર્યવાહી કરી રહી છે.

  આ પણ વાંચો: અમદાવાદની ટ્વિન બહેનો ધોરણ-10માં ટોપર, ખાસ કારણથી બનવું છે ડૉક્ટર

  શું હતો બનાવ?

  દેશમાં બાળ લગ્ન વિરુદ્ધ કડક કાયદો (Child marriage act in India) અમલમાં છે. આ માટે સતત જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. આમ છતાં બિહાર (Bihar)માં એક સગીરાને પરણાવી (Child marriage) દેવામાં આવી હતી. આ બનાવ પૂર્ણિયા જિલ્લા (Purniya district)નો છે. પૂર્ણિયાના મુફસ્સિલ પોલીસ મથકના ડિમિયા છતરજાન યાદવ ટોલામાં એક 14 વર્ષની છોકરીના લગ્ન ઉત્તર પ્રદેશના એક આધેડ સાથે કરાવી દેવાયા હતા. કિશોરીનું કહેવું છે કે તેણી લગ્ન કરવા માંગતી ન હતી. તેણી અભ્યાસ કરવા માંગે છે. જોકે, તેણીના પિતા ગિરિશ મંડલે પોતાની આર્થિક મજબૂરીનું બહાનું ધરીને દીકરીના લગ્ન એક આધેડ સાથે કરાવી દીધા હતા.

  આ પણ વાંચો: મહિલા પ્રિન્સિપાલનો સ્કૂલના જ શૌચાલયમાં આપઘાત, ચાર પાનાની સુસાઇડ નોટ મળી, એવું તો શું થઈ ગયું?  મંદિરમાં કરાયા હતા લગ્ન

  લગ્ન પછી પણ કિશોરી સાસરે જવા માટે તૈયાર ન હતી. ઉત્તર પ્રદેશના મુરાદાબાદના 40 વર્ષીય દુલ્હા અનેક પાલે જણાવ્યું કે, તેના ગામના એક વ્યક્તિના લગ્ન આ ગામમાં થયા હતા. તેની મદદથી આ લગ્ન નક્કી થયા હતા. તેણે અહીં આવીને રવિવારે દીવાનગંજ કાલી મંદિરમાં લગ્ન કર્યાં હતાં. લગ્નને ખૂબ જ ગુપ્ત રાખવામાં આવ્યા હતા. પરંતુ સવારે ગામના લોકો અને ચાઇલ્ડ લાઇનને આ અંગેની માહિતી મળી ગઈ હતી. જે બાદમાં આ લગ્નનો વિરોધ કરવામાં આવ્યો હતો.

  આ પણ વાંચો: 'સોહિલ કહેતો તારે મારી બીજી પત્ની સાથે પણ રહેવું પડશે, લગ્ન પછી બુરખો પહેરવો પડશે'   કિશોરીના પિતા ગિરિશ મંડેલે જણાવ્યું કે તેની આર્થિક સ્થિતિ સારી નથી. છોકરીની માતા માનસિક રીતે બીમાર છે. તે કમાવા માટે બહાર જાય છે. આથી ઘરે એકલી રહેતી છોકરીના લગ્ન કરી દેવા જ યોગ્ય લાગ્યું હતું. પિતાનું કહેવું છે કે તે દાન કે દહેજ દેવા માટે સક્ષમ ન હતો. આથી ઉત્તર પ્રદેશના આધેડ સાથે લગ્ન નક્કી કર્યાં હતાં.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Bride, Child-marriage, Groom, Marriage, ગુનો, પોલીસ, બિહાર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन