પટના: બિહારના છપરામાં ઝેરી દારુ પીવાથી મોત પર મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું છે કે, ઝેરી દારુથી લોકો પહેલાથી જ મરી રહ્યા છે, ઝેરી દારુ પીવાથી અન્ય રાજ્યોમાં પણ લોકો મરે છે, લોકોએ સાવચેત રહેવું જોઈએ, કેમ કે જ્યારે દારુ બંધી છે, તો ખરાબ દારુ જ મળશે. જે દારુ પીશે, તે મરવાના જ છે. તેના પર પુરેપુરી એક્શન લેવાશે. છપરામાં ઝેરી દારુથી મરનારા લોકોનો આંકડો હવે 39 પાર થઈ ગયો છે.
છપરા સદર હોસ્પિટલમાં 6 તો અલગ ખાનગી હોસ્પિટલોમાં 20થી વધારે લોકો ભરતી છે, જ્યાં તેમની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે.
#WATCH जहरीली शराब से शुरू से लोग मरते हैं, इससे अन्य राज्यों में भी लोग मरते हैं। लोगों को सचेत रहना चाहिए क्योंकि जब शराब बंदी है तो खराब शराब मिलेगी ही। जो शराब पियेगा वो मरेगा। इस पर पूरी तरह से एक्शन होगा: जहरीली शराब से छपरा में 30 लोगों की मृत्यु पर बिहार CM नीतीश कुमार pic.twitter.com/kPwt0jJv1Z
આ અગાઉ પણ નીતિશ કુમારે બુધવારે બિહાર વિધાનસભામાં છપરા લઠ્ઠાકાંડને લઈને ભાજપના ધારાસભ્યો પર ખૂબ પ્રહારો કર્યા હતા. વિધાનસભામાં નીતિશ કુમારનો પિત્તો ગયો હતો. જ્યારે ભાજપના ધારાસભ્યે છપરામાં મોટી સંખ્યામાં કથિત રીતે ઝેરી દારુ પીવાથી લોકોના મોત થવા પર સરકારનો ઘેરાવ કર્યો હતો. તો વળી નીતિશ કુમારે ભાજપ પર હુમલો કરતા કહ્યું કે, આપ લોકો જ પહેલા દારુબંધીના પક્ષમાં હતા, તો હવે શું થયું અને તેમણે કહ્યું કે, દારુબંધીવાળા બિહારમાં જે દારુ પીશે તે મરશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર