પ્રશાંત કિશોરને કોઇ ભ્રમ હોય તો તે તેમની પ્રોબ્લમઃ નીતીશ કુમાર

News18 Gujarati
Updated: April 1, 2019, 8:38 PM IST
પ્રશાંત કિશોરને કોઇ ભ્રમ હોય તો તે તેમની પ્રોબ્લમઃ નીતીશ કુમાર

  • Share this:
લોકસભા ચૂંટણી 2019ને લઇને બિહારમાં રાજકારણ ગરમાયું છે. જનતા દળ યુનાઇટેડના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરની નારાજગી પર મુખ્યમંત્રી નીતીશ કુમારે પ્રતિક્રિયા આપી છે. નીતીશ કુમારે કહ્યું કે જો પ્રશાંતને કોઇ પ્રોબ્લમ હોય તો તેઓ જાતે સમજે, તેઓ પાર્ટીનો ભાગ અને તેઓ પાર્ટીના ઉપાધ્યક્ષ છે. ચૂંટણીમાં પ્રશાંત કિશોર પાર્ટીના સ્ટાર પ્રચારક છે, પાર્ટીમાં પોતાની ભૂમિકાને લઇને તેઓને કોઇ ભ્રમ હોય તો એ તેઓની પ્રોબ્લમ છે.

Network18ના ગ્રૂપ એડિટર રાહુલ જોશીને આપેલા એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂમાં સીએમ નીતીશ કુમારે કહ્યું કે પ્રશાંત અને મારી વચ્ચે સારા સંબંધ છે, તેઓ હંમેશા મારું સમ્માન કરે છે, હું તેમના પર સૌથી વધુ ભરોસો કરું છું, પરંતુ કેટલાક મુદ્દે અમે આમને-સામને પણ હોય છીએ.

અહીં ક્લિક કરી વાંચોઃ મોદી સરકારનો આ નિર્ણય ચીન સહિત 4 દેશોને પડશે ભારે, 5 વર્ષ સુધી ચૂકવશે કિંમત

નીતીશ કુમારનું આ નિવેદન પ્રશાંત કિશોરના એ ટ્વીટ બાદ આવ્યું છે જેમાં પ્રશાંત કિશોરે કહ્યું કે પાર્ટીમાં તેમની ભૂમિકા શીખવા અને સહયોગ કરવાની છે. પ્રશાંત કિશોરે ટ્વીટ કરી કહ્યું હતું કે બિહારમાં NDA મોદીજી તથા નીતીશના નેતૃત્વમાં મજબૂતીથી ચૂંટણી લડી રહ્યું છે. JDU તરફથી ચૂંટણી પ્રચાર તથા પ્રબંધનની જવાબદારી પાર્ટીના વરિષ્ઠ અને અનુભવી નેતા RCP સિંહજીના મજબૂત ખભા પર છે. રાજકારણના શરૂઆતી સમયમાં મારી ભૂમિકા શીખવા અને મદદ કરવાની છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી પ્રશાંત કિશોરે મહાગઠબંધન તોડી એનડીએમાં જવાના નીતીશ કુમારના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. તેઓએ કહ્યું હતું કે જો એવું કરવું હતું તો નીતીશ કુમારને ફ્રેશ મેંડેટ લઇને જવાની જરૂર હતી. તેમ છતા જેડીયુમાં પ્રશાંત કિશોરનો વિરોધ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં આ મામલે નીતીશ કુમાર મૌન રહ્યાં હતા.
First published: April 1, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading