Home /News /national-international /બિહાર: ઝેરી દારુ પીને 53 જણાં મરી ગયા, મુખ્યમંત્રીએ કહ્યું- કોઈને એક રૂપિયો પણ વળતર નહીં મળે
બિહાર: ઝેરી દારુ પીને 53 જણાં મરી ગયા, મુખ્યમંત્રીએ કહ્યું- કોઈને એક રૂપિયો પણ વળતર નહીં મળે
bihar chief minister nitish kumar
સીએમ નીતિશ કુમારે કહ્યું કે, દારુ પીને લોકો મરી જશે અને વળતર અમે આપીએ ? સવાલ જ ઊભો થતો નથી. આપને જણાવી દઈએ કે, ભાજપના નેતા દારુથી મોત થવા પર નીતિશ કુમારને જવાબદાર માની રહ્યા છે.
પટના: બિહારના છપરામાં ઝેરી દારુ પીવાથી મૃતકોની સંખ્યા વધતી જ જાય છે. અત્યાર સુધીમાં 53 લોકોના મોત થઈ ચુક્યા છે, તો વળી કેટલાય લોકોની આંખોની રોશની જતી રહી છે. આ તમામની વચ્ચે આ સમગ્ર મામલે બિહારમાં રાજકારણ શરુ થઈ ગયું છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે, દારુથી મોત પર વળતર નહીં મળે. તેમણે ફરી વાર કહ્યું કે, જે દારુ પીશે, તે મરશે.
સીએમ નીતિશ કુમારે કહ્યું કે, દારુ પીને લોકો મરી જશે અને વળતર અમે આપીએ ? સવાલ જ ઊભો થતો નથી. આપને જણાવી દઈએ કે, ભાજપના નેતા દારુથી મોત થવા પર નીતિશ કુમારને જવાબદાર માની રહ્યા છે અને તેમના રાજીનામાની વાત કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી ગીરિરાજ સિંહે નીતિશ કુમાર પર હુમલો કરતા કહ્યું કે, શ્વાસના સોદા કરીને સત્તાના સોદાગર પાસે સહાનુભૂતિનો એક શબ્દ નથી. સત્તા માટે નીતિશ કુમાર આંધળા-બહેરા થઈ ગયા છે અને આરજેડીના સાથી મૂંગા થઈ ગયા છે.
છપરના મસરખના હનુમાનગંજમાં 12 ડિસેમ્બરે દારુ પાર્ટી થઈ હતી. તેમાંથી 50થી વધારે લોકોએ ખૂબ એન્જોય કર્યું હતું. દારુ પાર્ટી બાદ લોકોની તબિયત ખરાબ થવા લાગી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં 53 લોકોના મોત થઈ ગયા છે. તો વળી બિહાર વિધાનસભામાં તેને લઈને ભારે હોબાળો થઈ રહ્યો છે. વિપક્ષ નીતિશ કુમારના રાજીનામાની માગ કરી રહ્યું છે. આ દરમિયાન સીએમ નીતિશ કુમારે કહ્યું કે, જે પીશે તે મરશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર