Home /News /national-international /VIDEO: માતાજીના મંદિરને હટાવવા માટે રેલ પ્રશાસને ઝાડ કાપ્યા તો, અંદરથી લોહી નીકળવા લાગ્યું

VIDEO: માતાજીના મંદિરને હટાવવા માટે રેલ પ્રશાસને ઝાડ કાપ્યા તો, અંદરથી લોહી નીકળવા લાગ્યું

budhiya mai mandir

અહીં પૂજા-અર્ચના કરવા માટે સ્થાનિક લોકો ઉપરાંત રેલ પ્રશાસનના કેટલાય અધિકારી અને તેના પરિવારના સભ્યો પણ આવતા હતા. આ મંદિરના કેમ્પસમાં પીપળ અને લીમડાનું ઝાડ છે. તેના પર મોટી સંખ્યામાં પક્ષીઓ રહે છે અને કેટલાય માળા બનાવ્યા છે.

  • Local18
  • Last Updated :
  • Patna, India
રિપોર્ટ-વિશાલ કુમાર

છપરા: બિહારના છપરા જિલ્લાની બુઢિયા માઈનો ઈતિહાસ ખૂબ જ રોચક છે. આ વિસ્તારમાં રેલવે હોવાથી ઘણી વાર મંદિરને હટાવાનો પ્રયાસ થયો, પણ રેલ પ્રશાસન આ મંદિરને હટાવવામાં નિષ્ફળ રહ્યું. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, રેલ પ્રશાસને જ્યારે જ્યારે આ મંદિર હટાવાનો પ્રયાસ કર્યો, ત્યારે ત્યારે કોઈને કોઈ અઘટિત ઘટનાઓ થઈ છે. બાદમાં રેલ પ્રશાસને મંદિરને ત્યાંજ સ્થાપિત કરી દીધું, જ્યાં પહેલા હતું.
" isDesktop="true" id="1361762" >


અહીં પૂજા-અર્ચના કરવા માટે સ્થાનિક લોકો ઉપરાંત રેલ પ્રશાસનના કેટલાય અધિકારી અને તેના પરિવારના સભ્યો પણ આવતા હતા. આ મંદિરના કેમ્પસમાં પીપળ અને લીમડાનું ઝાડ છે. તેના પર મોટી સંખ્યામાં પક્ષીઓ રહે છે અને કેટલાય માળા બનાવ્યા છે. અહીંનું શાંત વાતાવરણ મનને ખૂબ જ આરામ આપે છે. જ્યાં લોકો પોતાના પરિવાર સાથે પૂજા-અર્ચના કરે છે. સ્થાનિક લોકો જણાવે છે કે, આ મંદિરને હટાવીને પાટા નાખવાનું કામ બહુ પહેલાથી ચાલી રહ્યું છે. પણ સફળતા મળતી નથી. કેટલાય લોકો સાથે અણબનાવ બની ચુક્યા છે. જે બાદ રેલ પ્રશાસને ફરી આ મંદિર જેતે જગ્યાએ સ્થાપિત કરી દીધું.

આ પણ વાંચો: રાહુલ ગાંધીનું સાંસદ પદ ખતમ થતાં ખાલી થયેલી વાયનાડ સીટ પર પેટાચૂંટણી કરાવશે ચૂંટણી પંચ? જાણો શું છે નિયમ અને કાયદા

મંદિર પાસે પાટા વાળી લીધા


ખાસ વાત એ છે કે, અહીં ફરીથી રેલ પ્રશાસન કામ કરી રહ્યું છે.પણ મંદિર નજીક રેલના પાટા વાળી દેવામાં આવ્યા છે. મંદિરને હટાવામાં આવ્યું નથી. મંદિર એજ જગ્યા પર સ્થાપિત કર્યું છે. જો કે, રેલ પ્રશાસન મંદિરની ચારેતરફ માટી નાખીને મંદિર કેમ્પસને વધારી ચુક્યા છે. સ્થાનિક મહિલા બીના મિશ્રા જણાવે છે કે, અહીં ગોરખપુર, સીવાન, ગોપાલગંજ જિલ્લા ઉપરાંત અન્ય રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ માથુ ટેકવી મોટી સંખ્યામાં આવે છે. અહીં શ્રદ્ધાળુ મુખ્ય રીતે માના દર્શન કરવા અને મનોકામના માગવા માટે રાજ્યભરમાંથી આવે છે. તેમણે જણાવ્યું કે, રેલ પ્રશાસને એક વાર મંદિર હટાવીને પાટા નાખવા માટે ઝાડ કાપી રહ્યા હતા. જેમાંથી લોહી નીકળા લાગ્યું હતું. ઝાડમાંથી લોહી નીકળતું જોઈ રેલ કર્મચારીઓએ કામ રોકી દીધું. મંદિરને પ્રશાસન દ્વારા વિધિ વિધાન સાથે ફરી ત્યાં સ્થાપિત કરી દીધું. ત્યારથી આ મંદિર ત્યાં જ છે. ખાસ વાત એ છે કે, આ મંદિર છપરા જંક્શનની એકદમ નજીકમાં આવેલ છે.
First published:

Tags: Bihar News, Patna