બિહાર બીજેપી મુખ્યાલયમાં કોરોના બૉમ્બ ફૂટ્યો, પાર્ટીના 75 નેતા પોઝિટિવ આવ્યા

News18 Gujarati
Updated: July 14, 2020, 11:50 AM IST
બિહાર બીજેપી મુખ્યાલયમાં કોરોના બૉમ્બ ફૂટ્યો, પાર્ટીના 75 નેતા પોઝિટિવ આવ્યા
(પ્રતિકાત્મક તસવીર)

બિહારમાં વર્ષના અંતમાં આવી રહેલી ચૂંટણી માટે બીજેપીના નેતાઓ વર્ચ્યુઅલ રેલી કાર્યક્રમ ચલાવી રહ્યા છે. એક સાથે વધારે નેતાઓ મુખ્યાલયમાં એકઠા થતાં હોવાથી કોરોના બૉમ્બ ફૂટ્યાની આશંકા.

  • Share this:
બ્રિજમ પાંડે, પટના : બિહારમાં કોરોના સંક્રમણ (Coronavirus Cases Bihar) ખતરનાક થઈ રહ્યું છે. આ જ કડીમાં હવે બિહારના બીજેપી (BJP)ના 75 નેતા કોરોના પોઝિટિવ હોવાનું માલુમ પડ્યું છે. જે નેતાઓ કોરોના બીમારીમાં સપડાયા છે તેમાં સંગઠન મહામંત્રી નાગેન્દ્ર જી, પ્રદેશ મહામંત્રી દિનેશ કુમાર, પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેશ વર્મા, રાધા મોહન શર્મા સહિત બીજેપીના વરિષ્ઠ નેતાઓ સામેલ છે. બિહારમાં કદાચ આવું પ્રથમ વખત સામે આવ્યું છે કે એકસાથે કોઈ પાર્ટીના આટલા નેતા કોરોના પોઝિટિવ આવ્યા હોય.

ચૂંટણી અંગે સતત થઈ રહી છે વર્ચ્યુઅલ રેલી

હકીકતમાં બિહારમાં આ વર્ષના અંતમાં જ વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. જેને લઈને પાર્ટી નેતાઓ સતત પોતાની ઓફિસમાં બેઠક કરી રહ્યા હતા. બીજેપીની આ બેઠક પટના સ્થિત પાર્ટી કાર્યાલયમાં ચાલી રહી હતી. આ બેઠકમાં અનેક નેતાઓ ભાગ લેતા હતા. બિહારમાં આ વર્ષના અંતમાં ચૂંટણી યોજાનાર હોવાથી પાર્ટીના નેતાઓ વર્ચ્યુઅલ રેલીનો કાર્યક્રમ ચલાવી રહ્યા છે. એવામાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે નેતાઓ એક સ્થળે એકઠા થઈ રહ્યા હોવાથી બીજેપી મુખ્યાલયમાં કોરોના વિસ્ફોટ થયો છે.

આ પણ વાંચો : માસ્ક ન પહેરવાનો દંડ ભરવાનું કહેતા જ રત્નકલાકાર યુવકોએ પોલીસ જવાન પર હુમલો કર્યો

બિહારમાં 17 હજારથી વધારે કેસ

નોંધનીય છે કે બિહારમાં આ મહામારીમાં સપડાનાર લોકોની સંખ્યા 17 હજારને પાર થઈ ગઈ છે. જ્યારે દોઢસોથી વધારે લોકોનાં કોરોના વાયરસને કારણે મોત થયા છે. બિહારમાં સોમવારે આ બીમારીના સૌથી વધારે 1,100 કેસ સામે આવ્યા છે. રાજધાની પટનામાં સોમવારે સૌથી વધારે 228 કેસ સામે આવ્યા છે. બિહાર સરકારના મંત્રી શૈલેષ કુમાર ઉપરાત ઢાકાના ધારાસભ્ય ફૈઝલ રહમાન પોતાના ત્રણ બોડીગાર્ડ્સ સાથે કોરોના પોઝિટિવ આવ્યા છે. જ્યારે લૌરિયા ધારાસભ્ય વિસ્તારના ભાજપના ધારાસભ્ય વિનય બિહારી કોરોના પોઝિટિવ આવ્યા છે. પટનામાં જેડીયૂ નેતા અજય આલોકના પરિવારના અમુક સભ્યો પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.વીડિયોમાં જુઓ : આસામ અને બિહારમાં કુદરતનો કહેર

ફરીથી લૉકડાઉનની તૈયારી

મંગળવારે એવો કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે બિહારમાં લૉકડાઉનની ફરીથી જાહેરાત કરવામાં આવી શકે છે. હવે બીજેપીના મુખ્યાલયમાં જ આટલી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવ્યા છે ત્યારે સરકારના તમામ વિભાગની ચિંતા વધી ગઈ છે.
Published by: Vinod Zankhaliya
First published: July 14, 2020, 11:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading