Home /News /national-international /VIP કલ્ચરમાં ગરીબનો મરો: મુખ્યમંત્રી આવતા હોવાથી લોકોને ઘરમાં પુરી રાખ્યા, 15 મીનિટ સુધી ટ્રેન પણ રોકી રાખી
VIP કલ્ચરમાં ગરીબનો મરો: મુખ્યમંત્રી આવતા હોવાથી લોકોને ઘરમાં પુરી રાખ્યા, 15 મીનિટ સુધી ટ્રેન પણ રોકી રાખી
બિહારમાં સીએમ નીતિશ કુમારની સમાધાન યાત્રામાં ગરીબોની સમસ્યાનું કોઈ સમાધાન નથી.
હકીકતમાં જોઈએ તો, નાગરી પ્રચારિણી હોલની નજીક આવેલ મહાદલિતોને કપડાથી ઢાંકીને છુપાવાની કોશિશ કરી હતી. એક રીતે જોવા જઈએ તો, તેમને કેદ કરી રાખવામાં આવ્યા હતા. તેમના ઘરની બહાર વાંસથી બેરિકેંડીગ કરીને કાપડ બાંધી દેવામાં આવ્યા હતા. ઝુંપડાઓમાં લોકોને કેદ કરી રાખવામાં આવ્યા હતા.
ભોજપુર: સમાધાન યાત્રા અંતર્ગત બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે ભોજપુર આવશે. આ દરમિયાન તે કોઈલવરથી સકડ્ડી, ધન્ડીહા તતા સંદેશ જશે. જ્યાં અલગ અલગ યોજનાઓનું નીરિક્ષણ કરશે. ત્યાર બાદ આરાના નાગરી પ્રચારિણી હોલમાં જીવિકા બહેનોના હેંડ મેડ ક્રાફ્ટનું અવલોકન કરશે અને જીવિકા બહેનો સાથે સંવાદ કરશે. શહેરમાં થનારા આ કાર્યક્રમના કારણે મહાદલિતોને બેરિકેંડીંગ કરીને કાપડથી ઢાંકી દેવામાં આવ્યા છે અને તેમને બેરિકેડીંગની પાછળ કેદ કરી દેવામાં આવ્યા છે.
તો વળી બક્સરમાં સીએમ નીતિશ કુમારના કાફલા માટે આઉટર પર બે ટ્રેનોને 15 મીનિટ સુધી રોકી રાખવામાં આવી હતી. તેથી મુસાફરો ટ્રેનમાંથી ઉતરીને ચાલતા ચાલતા બક્સર સ્ટેશન સુધી આવ્યા હતા.
હકીકતમાં જોઈએ તો, નાગરી પ્રચારિણી હોલની નજીક આવેલ મહાદલિતોને કપડાથી ઢાંકીને છુપાવાની કોશિશ કરી હતી. એક રીતે જોવા જઈએ તો, તેમને કેદ કરી રાખવામાં આવ્યા હતા. તેમના ઘરની બહાર વાંસથી બેરિકેંડીગ કરીને કાપડ બાંધી દેવામાં આવ્યા હતા. ઝુંપડાઓમાં લોકોને કેદ કરી રાખવામાં આવ્યા હતા. " isDesktop="true" id="1322817" >
બૈરીકેડીંગ લાગવાના કારણે સૈંકડો મહાદલિત એક તરફ કેદ થઈ ગયા હતા. તેમને ઘરમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ નહોતો રાખ્યો. આ દરમિયાન જ્યારે દલિત મહિલા સાવિત્રી દેવી સાથે વાત કરવામાં આવી તો, તેમણે મુખ્યમંત્રી આવવાના હોવાનું કહીને કેદ કરી દેવામાં આવ્યા હતા.
દલિત મહિલા સાવિત્રી દેવીએ આગળ જણાવ્યું હતું કે, ન તો કામ પર જઈ શકીએ છીએ. ન તો શૌચ ક્રિયા માટે બહાર નીકળી શકાય છે. બાળકો પણ રમવા માટે નીકળી શકતા નથી. અમે પાણી ભરવા પણ જઈ શકતા નથી. કેટલાય વર્ષોથી અમે આ જગ્યા પર રહીએ છીએ. કોઈને પાક્કા મકાન સરકારે આપ્યા નથી. પાણી અને શૌચાલયની પણ વ્યવસ્થા નથી. પણ હવે મુખ્યમંત્રી આવવાના છે એટલે દલિતોની વસ્તીમાં લોકોને કેદ કરી રાખ્યા છે. સમસ્યાનું સમાધાન તો કાઢતા નથી, પણ જિલ્લાનું તંત્ર અમને કેદ કરીને રાખે છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર