શત્રુઘ્ન સિન્હાના નામે પણ નહીં જીતી શકે લવ સિન્હા? રાજકીય શરૂઆતમાં જ રહ્યા પાછળ

શત્રુઘ્ન સિન્હાના નામે પણ નહીં જીતી શકે લવ સિન્હા? રાજકીય શરૂઆતમાં જ રહ્યા પાછળ
Bihar Election Result 2020: બાંકીપુર બેઠક જીતવી લવ સિન્હા માટે કેમ છે મુશ્કેલ?

Bihar Election Result 2020: બાંકીપુર બેઠક જીતવી લવ સિન્હા માટે કેમ છે મુશ્કેલ?

  • Share this:
    Bihar Election Result 2020: બિહારમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી (Bihar Election Result)ના ત્રણ ચરણોના મતદાન બાદ આજે થઈ રહેલી મતગણતરી સ્પષ્ટ કરી દેશે કે રાજ્યમાં કોઈ સરકાર બનશે. જોકે સવારે 10 વાગ્યા સુધીના પ્રારંભિક વલણોમાં મહાગઠબંધન આગળ ચાલી રહ્યું છે. જ્યારે એનડીએ પાછળ. આ દરમિયાન કેટલીક હાઇ પ્રોફાઇલ સીટોની પણ વાત કરવામાં આવે તો બાંકીપુર વિધાનસભાની વાત કરવી જરૂરી છે, કારણ કે અહીં ચર્ચિત ચહેરો મેદાનમાં છે. એક તરફ બીજેપી તરફ બીજેપીના નિતિન નવીન મેદાનમાં છે તો તેમની સામે ઊભા છે કૉંગ્રેસ તરફથી અભિનેતા અને રાજનેતા શત્રુઘ્ન સિન્હા (Shantrughan Sinha)ના દીકરા લવ સિન્હા (Luv Sinha).

    મતગણતરીના પ્રારંભિક બે કલાકના વલણની વાત કરવામાં આવે તો અહીં બીજેપી ઉમેદવાર અને હાલના ધારાસભ્ય નિતિન નવીન આગળ ચાલી રહ્યા છે. અભિનેતાથી નેતા બનેલા લવ સિન્હા પાછળ ચાલી રહ્યા છે. નોંધનીય છે કે લવ સિન્હાએ બાંકીપુર વિધાનસભા સીટથી પોતાની રાજકીય શરૂઆત કરી છે. બીજી તરફ પ્લૂરલ્સ પાર્ટીની પુષ્પમ પ્રિયાની વાત કરીએ તો તે ઘણી પછળ ચાલી રહી છે.



    આ પણ વાંચો, તેજસ્વી યાદવે RJD નેતાઓને આપી સૂચના, PM મોદી વિરુદ્ધ ‘એલફેલ’ ભાષા ન બોલે

    નોંધનીય છે કે, બિહારની બાંકીપુર વિધાનસભા સીટ પર 3 નવેમ્બરે મતદાન થયું હતું અને અહીં કુલ 35.85 ટકા જ મતદાન થયું હતું. આમ તો આ સીટ પર છેલ્લી બે ટર્મથી ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહ્યો છે. આ વખતે પણ પાર્ટી અત્યાર સુધીના વલણોમાં પોતાના પ્રદર્શન મુજબ તો જીતની હેટ્રિક લગાવી શકે છે.

    આ પણ વાંચો, Bihar Results: નીતીશ મુક્ત સરકાર માટે ચિરાગ પાસવાનની પાર્ટીએ શરૂ કર્યો યજ્ઞ

    બાંકીપુર વિધાનસભા સીટનો ઈતિહાસ

    આ સીટ પટના લોકસભા ક્ષેત્ર હેટળ આવે છે અને ગઠબંધનમાં આ સીટ બીજેપીના ખાતામાં આવતી રહી છે. આ સીટ પર અત્યાર સુધી બે જ વાર ચૂંટણી યોજાઈ છે અને બંને વાર બીજેપીએ અહીં બાજી મારી છે. બીજેપીએ બંને ચૂંટણીમાં આરજેડી અને કૉંગ્રેસને માત આપી છે.
    Published by:Mrunal Bhojak
    First published:November 10, 2020, 10:48 am

    ટૉપ ન્યૂઝ