Home /News /national-international /OMG! ખુલ્લામાં શૌચ કરવા જતાં ગામલોકોને સરપંચે સબક શિખવાડ્યો, આજે ઘરે ઘરે લોકો વાપરે છે શૌચાલય

OMG! ખુલ્લામાં શૌચ કરવા જતાં ગામલોકોને સરપંચે સબક શિખવાડ્યો, આજે ઘરે ઘરે લોકો વાપરે છે શૌચાલય

શૌચ મુક્ત ગામ

અનિલ જણાવે છે કે, શરુઆતમાં જ્યારે તેમને રોડ કિનારે લોકોને શૌચ કરવાની ના પાડી તો, અમુક લોકો તેમની સાથે ઝઘડો કરવા લાગ્યા. આ તમામની વચ્ચે પંચાયતના સરપંચ મૃત્યુંજય કુમારનો તેમને સતત સપોર્ટ મળતો રહ્યો. તેઓ ખુદ પંચાયતના લોકોની વચ્ચે જઈને જાગૃતિ ફેલાવા લાગ્યા.

વધુ જુઓ ...
    બાંકા: ટોયલેટ એક પ્રેમકથા અક્ષય કુમારની બહુચર્ચિત ફિલ્મ છે. આ ફિલ્મ દ્વારા રુઢીવાદી વિચાર પર પ્રહાર કરવામાં આવ્યો છે. આ ફિલ્મને જ મળતી આવતી કહાની બાંકા જિલ્લાના રજૌન પ્રખંડ અંતર્ગત આવતા મઝગાંય ગામની છે. અહીં તમામ લોકો પોતાના ઘરોમાં શૌચાલય તો બનાવે છે, પણ તેનો ઉપયોગ કરતા નથી. દરરોજ સવાર સાંજ લોટા પાર્ટીનું ચલણ છે. ગામની બહાર રસ્તાની સાઈડ પર ગંદકીથી આવતા જતાં લોકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. જો કે આ જ ગામના અનિલ મિસ્ત્રીએ ફક્ત છ મહિનામાં ગામને ખુલ્લામાંથી શૌચ મુક્ત કરાવી દીધું છે. હવે ગામના સો ટકા લોકો શૌચાલયનો ઉપયોગ કરવા લાગ્યા છે.

    ઉલ્લેખનિય છે કે, 48 વર્ષિય અનિલ મિસ્ત્રી ક્યારેય સ્કૂલે નથી ગયા.તેઓ ગામમાં જ રહીને ખેતી કરીને મજૂરી કરી પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે. અનિલ જણાવે છે કે, ગામની બહાર રોડ કિનારે ગંદકીથી લોકો ખૂબ પરેશાન થાય છે. તેને જોતા પહેલા લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો, કેટલીય વાર તો ઝઘડો થતાં પણ રહી ગયો. પણ પંચાયતના સરપંચ મૃત્યુંજય કુમારના સહયોગથી આજે તેઓ લોકોને સમજાવવામાં સફળ રહ્યા છે. તે રોજ સવારે 4થી 7 વાગ્યા સુધી અને સાંજના 5થી રાતના 9 વાગ્યા સુધી રોડ પર ચક્કર લગાવે છે. આ દરમિયાન તે સીટી વગાડે છે, સીટીનો અવાજ સાંભળી લોકો લોટો ઉપાડીને ભાગવા લાગે છે. અનિલના આ પ્રયત્નથી એ અસર થઈ કે, ગામના લોકો હવે મનકમને પણ શૌચાલયનો ઉપયોગ કરવા લાગ્યા છે.

    આ પણ વાંચો: બિહારની બાહુબલી સીટ: બે દબંગ નેતાઓની પત્નીઓ વચ્ચેની ટક્કરમાં ભાજપની હાર, RJDની જીત

    પંચાયતના સરપંચનો સારો એવો સપોર્ટ મળ્યો


    અનિલ જણાવે છે કે, શરુઆતમાં જ્યારે તેમને રોડ કિનારે લોકોને શૌચ કરવાની ના પાડી તો, અમુક લોકો તેમની સાથે ઝઘડો કરવા લાગ્યા. આ તમામની વચ્ચે પંચાયતના સરપંચ મૃત્યુંજય કુમારનો તેમને સતત સપોર્ટ મળતો રહ્યો. તેઓ ખુદ પંચાયતના લોકોની વચ્ચે જઈને જાગૃતિ ફેલાવા લાગ્યા. તેના પરિણામે આજે મઝગાંય ગામ ખુલ્લામાં શૌચ જવાની પ્રથામાંથી મુક્તિ મેળવવામાં સફળ રહ્યો. આજે ગામના સો ટકા લોકો શૌચાલયનો ઉપયોગ કરી રહ્યા છે.

    અનિલ આખી પંચાયતના લોકો માટે રોલ મોડલ


    પંચાયતના સરપંચ મૃત્યુંજય કુમારે જણાવ્યું છે કે અનિલ ખૂબ જ શાનદાર કામ કરી રહ્યા છે. તેમના પ્રયાસથી આજે મજગાંય ગામ ખુલ્લામાં શૌચાલયથી મુક્તિ મેળવી છે. સો ટકા લોકો શૌચાલયનો ઉપયોગ કરતા થયા છે. જ્યાં પણ જરુર હશે, ત્યાં તેમને દરેક પ્રકારની મદદ મળશે. અનિલ આખા પંચાયતના લોકો માટે રોલ મોડલ છે. સાથે જ જણાવ્યું છે કે, રજૌન પ્રખંડના ચાર પંચાયતની પસંદગી લૌહિયા સ્વચ્ચ બિહાર મિશન અંતર્ગત થયું છે. તેમાં મઝગાંય, ડરપા પંચાયત પણ છે. આ ઉપરાંત રાજાવર, સિંહનાન અને ઓડાડાનો પણ સમાવેશ થાય છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: બિહાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन