Home /News /national-international /VIDEO: ગામનો એક માત્ર રોડ રાતોરાત ગાયબ થયો, સવારે ઉઠીને લોકોએ જોયું તો ત્યાં ઘઉં વાવેલા હતાં

VIDEO: ગામનો એક માત્ર રોડ રાતોરાત ગાયબ થયો, સવારે ઉઠીને લોકોએ જોયું તો ત્યાં ઘઉં વાવેલા હતાં

બિહારના આ ગામનો એક માત્ર રાતોરાત ગાયબ થઈ ગયો

બિહારમાંથી મોટા ભાગે ચોંકાવનારા સમાચાર આવતા રહે છે. પહેલા ટ્રેન એન્જીન ચોરી, બાદમાં ટાવરની ચોરી અને હવે રોડ ગાયબ થયો હોવાનો મામલો સામે આવ્યો છે.

બાંકા: બિહારમાંથી મોટા ભાગે ચોંકાવનારા સમાચાર આવતા રહે છે. પહેલા ટ્રેન એન્જીન ચોરી, બાદમાં ટાવરની ચોરી અને હવે રોડ ગાયબ થયો હોવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના બિહારના બાંકા જિલ્લાના નવાદા-ખરૌની પંચાયતના ખરૌની ગામનો છે. આ ગામની દક્ષિણ દિશામાં આવેલા ખાદમપુર ગામ જવાનો એક માત્ર રસ્તો ગાયબ થવાની સૂચના પોલીસને મળી છે. પોલીસે આ મામલે ગંભીરતા જોઈ કાર્યવાહી શરુ કરી દીધી છે.

હકીકતમાં આ ઘટના, 29 નવેમ્બરની છે. 29 નવેમ્બરની સવારે ગામલોકો જ્યારે ઉઠ્યા અને જોયુ તો, ગામનો એક માત્ર રોડ ગાયબ થઈ ગયો હતો. આ જોઈને ગામ લોકો ટેન્શનમાં આવી ગયા. ગામ લોકોએ તાત્કાલિક તેની સૂચના પોલીસને આપી. પોલીસે તપાસ શરુ કરી તો ખબર પડી કે, નવાદા ખરૌની પંચાયતના ખરૌની ગામથી દક્ષિણ દિશામાં આવેલા આદમપુર ગા તરફ જવાનો રસ્તો ગાયબ થઈ ગયો હતો. તેના પર ઘઉંની વાવણી કરી નાખી હતી. 28 નવેમ્બરની રાતે ખરૌની ગામના અમુક દબંગોએ રાતોરાત ટ્રેકટર ચલાવીને ઘઉં વાવી દીધા હતા.



આ બાજૂ મામલા પર રજૌન સીઓ મોહમ્મદ મોઈનુદ્દીનનું કહેવું છે કે, આરોપીની ઓળખાણ કરીને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. બંને પક્ષ વચ્ચે બોલાચાલી બાદ દબંગ ગ્રુપે રસ્તા પર કબ્જો કરી લીધો હતો અને ઘઉંની વાવણી કરી દીધી હતી. આ દબંગોની ધરપકડ માટે અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
First published:

Tags: Bihar Crime

विज्ञापन