બિહારથી દિલ્હી જઇ રહી બસમાં ભીષણ આગ લાગતા 20નાં મોત

News18 Gujarati
Updated: May 4, 2018, 7:59 AM IST
બિહારથી દિલ્હી જઇ રહી બસમાં ભીષણ આગ લાગતા 20નાં મોત

  • Share this:
દેશભરમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જેમાં રોજ-બરોજ લોકોના કરૂણ મોત થઈ રહ્યા છે. બિહારના મોતિહારી જિલ્લાના એનએચ-18 કોલવાની પાસે ગુરૂવારે બસ ઉંધી થઇ જતાં બસમાં આગ લાગી હતી જેમાં 20 લોકોના મોત નીપજ્યાં છે.

મળતી માહિતી મુજબ, બિહારના મોતીહારી જીલ્લામાં બસ અચાનક રોડ પરથી ઉતરી પડતા પલટી મારી ગઈ, ત્યારબાદ તેમાં અચાનક ભીષણ આગ લાગી. પહેલા આ મામલામાં માહિતી મળી હતી જેમાં 7  લોકોના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા છે, જ્યારે 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પરંતુ હાલની માહિતી પ્રમાણે 20 લોકોના મોત નીપજ્યાં છે.

આ દુર્ઘટનામાં મરનાર લોકોની સંખ્યા વધી શકે છે. અત્યાર સુધીમાં મળેલ જાણકારી પ્રમાણે બસમાં કુલ 32 મુસાફરો હતા. આ બસ મુજફ્ફરથી દિલ્હી તરફ જઈ રહી હતી. આ પહેલા પણ બિહારમાં અલગ અલગ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા છે.બિહારના બાંકા અને સારણ જીલ્લામાં છેલ્લા 12 કલાકમાં બે અલગ-અલગ રોડ અકસ્માતમાં સાત લોકોના મોત નિપજ્યા છે, જ્યારે ચાર લોકો ગાયલ થયા હતા. પહેલી ઘટના બાંકા જીલ્લાના બારાહાટ વિસ્તારમાં બુધવાર મોડી રાત્રે થઈ હતી, જેમાં ટ્રક અને રિક્ષાની ટક્કરમાં ઓટો સવાર એક જ પરિવારના પાંચ લોકોના મોત નિપજ્યા હતા.બીજી દુર્ઘટના સારણ જીલ્લાના રસુલપુર વિસ્તારમાં બની હતી, જેમાં એક ટ્રકની ટક્કરે બાઈક સવાર બે લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે એક ગાયલ થયો હતો.
First published: May 3, 2018
વધુ વાંચો
अगली ख़बर