પટના : બિહાર વિધાનસભા ચૂંટણીમાં (Bihar Assembly Elections)આ વખતે આરજેડીના (RJD)સુપ્રીમો તેજસ્વી યાદવે (Tejashwi Yadav)યુવાઓને નોકરી આપવાની વાત કરી છે. યુવાઓને નોકરી આપવાની વાત તેજસ્વી યાદવ સતત કરી રહ્યો છે. પોતાના આ વાયદાને રેખાંકિત કરવા માટે તે સતત ફેસબુક લાઇવ દ્વારા યુવા નોકરી સંવાદનું આયોજન કરી રહ્યો છે. આજે ફેસબુક લાઇવમાં તેણે ફરીથી શિક્ષા અને રોજગારના મુદ્દાને રેખાંકિત કર્યો છે. તેજસ્વીએ કહ્યું કે 5 લાખ સુધીની એજ્યુકેશન લોન માફ કરવામાં આવશે. નીતિશ કુમાર (nitish kumar)પર કટાક્ષ કરતા કહ્યું કે બિહાર બેરોજગારીનું કેન્દ્ર બની ગયું છે. નીતિશ કુમાર પ્રત્યે લોકોનો ગુસ્સો હવે નફરતમાં ફેરવાઇ ગયો છે.
ફેસબુક લાઇવમાં તેજસ્વીએ બિહારને લઈને બનાવેલી પોતાના ભવિષ્યની યોજના બતાવી હતી. તેજસ્વીએ કહ્યું કે મજૂર ભાઈ જે બહાર નોકરી કરી રહ્યા છે તેમના માટે કર્પૂરી ઠાકુર શ્રમવીર સહાયતા કેન્દ્ર બનશે. વેપારીઓના હિતની રક્ષા માટે વેપારી સુરક્ષા દળનું ગઠન કરવામાં આવશે. બિહારમાં અમારી સરકાર બનશે તો સ્થાનીય નીતિ લાગુ કરશે. જેમાં 85 ટકા સરકારી નોકરી બિહારના લોકોને મળશે. બિહારમાં નવા વકીલો માટે ચેમ્બર બનાવાશે. રસ્તા પર વેડિંગ ઝોન બનાવવામાં આવશે. ઝોનલ આધાર પર સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ બનાવવામાં આવશે.
ફેસબુક લાઇવમાં તેજસ્વીએ કહ્યું કે કોઈ મને કહી દે કે મેં ઉપ મુખ્યમંત્રી પદે રહેતા કોઈ એવું કામ કર્યું હોય જેના પર આંગળી ઉઠી હોય. મારા અનુભવ પર કોઈ સવાલ ઉઠાવી શકે નહીં. મેં ભ્રષ્ટાચાર રોકવા માટે વિશેષ પહેલ કરી હતી. એક દિવસમાં 15-16 જનસભા અમે લોકો કરી રહ્યા છે. અત્યાર સુધી એક દિવસમાં સૌથી વધારે 19 રેલીઓ મેં કરી છે. આ રેલીઓમાં મેં અનુભવ કર્યો છે કે લોકોમાં મહાગઠબંધન પ્રત્યે વિશ્વાસ અને આશા જાગી છે.
તેજસ્વી યાદવે કહ્યું કે બિહારની પાસે પૈસા છે પણ નીતિશ કુમાર અને સુશીલ મોદી પાસે ઇચ્છા શક્તિ નથી. અમારી સરકાર બની તો અમે સીએમ, મંત્રી અને ધારાસભ્યોની સેલેરી ઓછી કરીને પણ નોકરી આપવી પડશે તો આપીશું.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર