Home /News /national-international /

Bihar Election 2020: જાહેરસભામાં PM મોદીએ કહ્યું- રામ મંદિરની તારીખ પૂછનારા આજે વખાણ કરવા મજબૂર

Bihar Election 2020: જાહેરસભામાં PM મોદીએ કહ્યું- રામ મંદિરની તારીખ પૂછનારા આજે વખાણ કરવા મજબૂર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, બીજેપી અને એનડીએની ઓળખ એવી છે કે જે બોલે છે તે કરીને દર્શાવે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, બીજેપી અને એનડીએની ઓળખ એવી છે કે જે બોલે છે તે કરીને દર્શાવે છે

    દરભંગાઃ બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election 2020)ના પહેલા ચરણમાં 71 સીટો પર મતદાન ચાલી રહ્યું છે. બીજા ચરણમાં મતદાન 3 નવેમ્બરે થશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ બુધવારે દરભંગા માં ચૂંટણી રેલી યોજી. રાજ મેદાનમાં જાહેરસભાને સંબોધિત કરતાં વડાપ્રધાને રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો. તેઓએ કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ શરૂ થઈ ચૂક્યું છે. જે લોકો એક સમયે તેની તારીખ પૂછતા હતા, તેઓ પણ તાળીઓ પાડી રહ્યા છે. મોદીએ કહ્યું કે બીજેપી અને એનડીએની ઓળખ એવી છે કે જે બોલે છે તે કરીને દર્શાવે છે.

    પીએમ મોદીએ કહ્યું કે મિથિલાના મહાન લેખક વિદ્યાપતિજીએ સીતા મૈયાને પ્રાર્થના કરી હતી. સદીઓની તપસ્યા બાદ હવે અયોધ્યામાં ભવ્ય નિર્માણ શરૂ થઈ ગયું છે. એ રાજકીય લોકો જે વારંવાર તારીખ પૂછતા હતા, ખૂબ જ મજબૂરીમાં હવે તે પણ તાળીઓ પાડી રહ્યા છે. માતા સીતાના આ ક્ષેત્રમાં આવીને અહીંના લોકોને રામ મંદિરના નિર્માણની શુભેચ્છાઓ પાઠવું છું, કારણ કે તમે તેના મુખ્ય હકદાર છો.

    આ પણ વાંચો, બિહારઃ ચૂંટણી પ્રચાર કરનારી એક્ટ્રેસ અમીષા પટેલનો LJP ઉમેદવાર પર સંગીન આરોપ, કહ્યું- મારી સાથે દુષ્કર્મ થઈ શકતું હતું

    વડાપ્રધાન મોદીએ કહ્યું કે બીજેપી અને એનડીએની એવી ઓળખ રહી છે કે જે કહે છે તે કરીને બતાવે છે. દેશમાં પહેલીવાર આવું થયું છે જ્યારે મેનિફેસ્ટોને ઉઠાવીને આકલન કરવામાં આવી રહ્યું છે કે ભવિષ્યમાં સરકાર કયું પગલું ઉઠાવશે.

    દરભંગામાં રેલીને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે બિહારમાં પહેલા ચરણનું મતદાન થઈ રહ્યું છે. જ્યાં જ્યાં મતદાન થઈ રહ્યું છે, ત્યાંના તમામ સાથીઓને મારો આગ્રહ છે કે કોરોનાથી બચવા માટે તમામ સાવધાની રાખે. મુખ્યમંત્રી નીતીશ કુમારની આગેવાનીમાં બિહાર 15 વર્ષથી આગળ વધી રહ્યું છે.

    આ પણ વાંચો, બિહારમાં પહેલા ચરણનું મતદાન, PM મોદીએ મતદારોને કહ્યું- પહેલા મતદાન, પછી જલપાન

    પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આજે ખેડૂતોના ખાતામાં એક લાખ કરોડ રૂપિયાની મદદ જમા કરાવવામાં આવી ચૂકી છે. લગભગ 40 કરોડના ખાતા ખુલી ચૂક્યા છે. અમે કહ્યું હતું કે ગરીબ દીકરીના ઘરમાં મફત ગેસ કનેક્શન પહોંચશે. અમે બિહારની લગભગ 90 લાખ દીકરીઓને રસોડાના ચૂલાના ધૂમાડાથી મુક્ત કરી છે. અમે મફત સારવારનો વાયદો કર્યો હતો, આજે બિહારના પણ દરેક ગરીબને આ સુવિધા મળી રહી છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Bihar Assembly Election 2020, Chirag Paswan, Coronavirus, JDU, Nitish Kumar, Tejaswi yadav, આરજેડી`, કોંગ્રેસ, નરેન્દ્ર મોદી, બિહાર, ભાજપ, રાજકારણ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन