રવિશંકર સિંહ, પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો (Bihar Assembly Elections Result 2020)થી એનડીએની પાર્ટીઓ ઉત્સાહિત જોવા મળી રહી છે. પ્રારંભિક ચાર કલાકના વલણથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે એનડીએ બિહારમાં સરકાર રચવા તરફ આગળ વધી રહી છે. જોકે, મહાગઠબંધન (Mahagathbandhan) પણ જોરદાર ટક્કર આપી રહી છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે નીતીશ કુમાર (Nitish Kumar)નું ‘ટ્રમ્પ કાર્ડ’ અતિપછાત અને મહિલા મતદારોએ મહાગઠબંધનનો ખેલ બગાડી દીધો છે. નીતીશ કુમારની દારૂબંધીની અસર ચૂંટણીના વલણોમાં સ્પષ્ટ જોવા મળી રહી છે. નીતીશ કુમારની વિરુદ્ધ એન્ટીઇનકમ્બન્સી પણ જોવા મળી રહી છે પરંતુ તેની અસર એટલી વધુ નથી. બેરોજગાર યુવાઓથી ઉલટું અતિપછાત અને મહિલા મતદારોએ એનડીએને વોટ આપ્યા છે.
મહિલા મતદારો નીતીશ માટે નિર્ણાયક
લગભગ તમામ એક્ઝિટ પોલ્સમાં યુવા મતદારોની પહેલી પસંદ તેજસ્વી યાદવ અને મહાગઠબંધનના ઉમેદવાર જોવા મળી રહ્યા છે. 18થી 38 વર્ષના મોટાભાગના યુવાઓએ તેજસ્વી પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જોકે તથાકથિત જંગલરાજનો ભય વૃદ્ધો અને પછાત જાતિઓમાં સ્પષ્ટ જોવા મળ્યો. સર્વે મુજબ મહાગઠબંધને યુવાઓમાં અગત્યની પસંદ ઊભી કરી છે.
નોંધનીય છે કે, બિહાર સરકારના તમામ મોટા મંત્રી, મુખ્યમંત્રી નીતીશ કુમાર, બીજેપીના તમામ મોટા નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સતત ચૂંટણી કેમ્પેન અને રેલીઓમાં લાલુ યાદવના જંગલરાજનો ઉલ્લેખ કરતા હતા. યુવાઓમાં જંગલરાજની સ્મૃતિ ન હોય અને કાયદો-વ્યવસ્થા તેમના માટે કોઈ મુદ્દો ન રહ્યો હોય પરંતુ યુવા મતદારો માટે બેરોજગારી અગત્યનો મુદ્દો છે, તે વલણોમાં જોવા મળે છે.
આ પણ વાંચો, આ વર્ષે દિવાળી પર 10 રૂપિયાની એક નોટ આપને કરી દેશે માલામાલ, ખાતામાં આવશે હજારો રૂપિયા
મોદી ઇફેક્ટ પણ સ્પષ્ટ જોવા મળી
ભલે ચૂંટણી અભિયાન દરમિયાન મહાગઠબં ન ઘણું આગળ જોવા મળી રહ્યું હતું અને એનડીએ પાછળ રહ્યું હતું પરંતુ મતદાન અને એક્ઝિટ પોલ્સ બાદ એ વાતનો ભરોસો થઈ ગયો હતો કે નીતીશના સમર્થનમાં સાઇલન્ટ વોટર કામ કરી રહ્યા છે. નીતીશ કુમારનું તીર સીધું નિશાના પર લાગ્યું અને મહિલા મતદારો અને અતિપછાત વર્ગે એનડીએ તરફી મતદાન કર્યું.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર