Home /News /national-international /

RJDએ 119 ઉમેદવારોની યાદી જાહેર કરીને કર્યો જીતનો દાવો, NDA 124 સીટો પર આગળ

RJDએ 119 ઉમેદવારોની યાદી જાહેર કરીને કર્યો જીતનો દાવો, NDA 124 સીટો પર આગળ

આરજેડીનો દાવો - રિટર્નિગ ઓફિસરે તેમને જીતના અભિનંદન આપી દીધા છે પણ હવે સર્ટિફિકેટ આપી રહ્યા નથી. કહી રહ્યા છે કે તમે હારી ગયા છો

આરજેડીનો દાવો - રિટર્નિગ ઓફિસરે તેમને જીતના અભિનંદન આપી દીધા છે પણ હવે સર્ટિફિકેટ આપી રહ્યા નથી. કહી રહ્યા છે કે તમે હારી ગયા છો

    પટના : બિહાર ચૂંટણી પરિણામોમાં મહાગઠબંધનની પ્રમુખ પાર્ટી રાષ્ટ્રીય જનતા દળે 119 ઉમેદવારોની યાદી જાહેર કરીને દાવો કર્યો છે કે આ સીટો પર તેમના ઉમેદવાર જીતી રહ્યા છે પણ ડીએમ સર્ટિફિકેટ આપી રહ્યા નથી. રાષ્ટ્રીય જનતા દળે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને કહ્યું કે આ તે 119 સીટોની યાદી છે જ્યાં ગણતરી પુરી થયા પછી મહાગઠબંધનના ઉમેદવાર જીતી ચુક્યા છે. રિટર્નિગ ઓફિસરે તેમને જીતના અભિનંદન આપી દીધા છે પણ હવે સર્ટિફિકેટ આપી રહ્યા નથી. કહી રહ્યા છે કે તમે હારી ગયા છો. ECIની વેબસાઇટ ઉપર પણ તેમને જીતેલા બતાવ્યા છે. જનતંત્રમાં આવી લૂંટ ચાલશે નહીં.

    રાત્રે 12.30 સુધી સુધી 203 સીટોના પરિણામ જાહેર થયા છે. જેમાં આરજેડીને 64, બીજેપીને 60 અને જેડીયુને 34 સીટો પર જીત મળી છે. જીતેલી સીટો સાથે એનડીએ 124 અને મહાગઠબંધન 111 સીટો પર આગળ છે.

    રાષ્ટ્રીય જનતા દળે વર્તમાન મુખ્યમંત્રી નીતિશ કુમાર પર આરોપ લગાવતા કહ્યું કે 119 સીટો જીત્યા પછી પણ ટીવી પર 109 બતાવવામાં આવી રહી છે. નીતિશ કુમાર બધા અધિકારીઓને ફોન કરીને ગરબડી કરાવી રહ્યા છે. ફાઇનલ પરિણામ આવ્યા પછી અને અભિનંદન આપ્યા પછી હવે અધિકારી કહી રહ્યા છે કે તમે હારી ગયા છો.



    આ પણ વાંચો  - EVM પર સવાલ ઉઠાવતા કોંગ્રેસ નેતા ઉદિત રાજે કહ્યું - દીપિકાની વોટ્સએપ ચેટ પણ લીક થઈ હતી

    આ પહેલા આરજેડીના નેતા મનોજ કુમાર ઝા એ કહ્યું હતું કે પોસ્ટલ બેલેટની ગણતરી અડધી રોકી દેવામાં આવી છે. આરજેડી તરફથી સતત આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે મુખ્યમંત્રી વોટોની ગણતરીને પ્રભાવિત કરી રહ્યા છે. મનોજ ઝાએ ચૂંટણી પંચ સાથે મુલાકાત પછી કહ્યું કે પંચે અમને કહ્યું છે કે જ્યાં પણ અમારો દાવો છે ત્યાં પંચ ફરીથી મતગણતરી કરાવી શકે છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Bihar Assembly Election, Bihar Assembly Election 2020, Bihar Election Results, Bihar vidhansabha chutani, Election Result, Mahagathbandhan, બિહાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन