Bihar Election: બિહારના 17 જિલ્લાની 94 સીટો પર મતદાન શરૂ, તેજસ્વી-તેજપ્રતાપના ભાગ્યનો થશે નિર્ણય

બિહાર વિધાનસભા ચૂંટણીઃ લગભગ 2.85 કરોડ મતદારો મેદાનમાં ઉતરેલા 1463 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય લેશે

બિહાર વિધાનસભા ચૂંટણીઃ લગભગ 2.85 કરોડ મતદારો મેદાનમાં ઉતરેલા 1463 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય લેશે

  • Share this:
    Bihar Assembly Election 2020 2nd Phase Voting Updates: બિહાર વિધાનસભાના બીજા ચરણ હેઠળ આજે 17 જિલ્લાની 94 વિધાનસભા સીટો પર મતદાન શરૂ થઈ ગયું છે. 243 સભ્યોની બિહાર વિધાનસભાની એક તૃતીયાંશ સીટો પર આ ચરણમાં મતદાન થશે. આ ચરણમાં મહાગઠબંધનના મુખ્યમંત્રી ઉમેદવાર તેજસ્વી યાદવના ભાગ્યનો નિર્ણય થશે. આ ચરણમાં એનડીએમાં સામેલ બીજેપીના 46, જેડીયૂના 43 અજે વીઆઇપીના પાંચ ઉમેદવાર મેદાનમાં છે.

    વિપક્ષી મહાગઠબંધનમાં સામેલ આરજેડીના 56 ઉમેદવાર, કૉંગ્રેસના 24 ઉમેદવાર, ડાબેરી પાર્ટીઓના 14 ઉમેદવાર ચૂંટજ્ઞી લડી રહ્યા છે. લોક જનશક્તિ પાર્ટીના 52 ઉમેદવાર મેદાનમાં છે. આ સીટોમાં બે પર 2015માં એનડીએના સાથી તરીકે LJPએ જીત નોંધાવી હતી. લગભગ 2.85 કરોડ મતદારો મેદાનમાં ઉતરેલા 1463 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય લેશે.

    તેજસ્વી યાદવ (31) વૈશાલી જિલ્લાની રાધોપુર વિધાનસભા સીટથી બીજી વાર જીત નોંધાવવા માટે ચૂંટણી મેદાનમાં છે. તેઓએ 2015માં બીજેપીના સતીશ કુમારને હરાવીને આ સીટ પર ફરી પોતાની પાર્ટી માટે જીતી. સતીશે 2010માં આ સીટ પર તેજસ્વી યાદવની માતા અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીને હરાવ્યા હતા. બીજી તરફ, તેજસ્વીના મોટા ભાઈ તેજપ્રતાપ યાદવ હસનપુરથી ચૂંટણી મેદાનમાં છે.

    આ પણ વાંચો, ટ્રેન મુસાફરી દરમિયાન કોરોના વાયરસથી બચવા માટે કરો આ નિયમોનું પાલન

    નોંધનીય છે કે, 243 સભ્યોવાળી બિહાર વિધાનસભાની એક તૃતીયાંશ સીટો પર આજના ચરણમાં મતદાન થઈ રહ્યું છે. આ 94 વિધાનસભા સીટો 17 જિલ્લામાં સ્થિત છે. આ ચરણમાં જે મુખ્ય ઉમેદવારના ભાગ્યનો નિર્ણય થશે તેમાં તેજસ્વી યાદવ (Tejashwi Yadav) સામેલ છે. તેજસ્વી વિપક્ષી મહાગઠબંધન તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે.

    આ પણ વાંચો, દિવાળી પહેલા હીરો મોટોકોર્પના આ મોડલ પર મળી રહી છે આકર્ષક છૂટ, જાણો કેટલું મળશે ડિસ્કાઉન્ટ

    બીજા ચરણનું મતદાન શરૂ થાય તે પહેલા તેજસ્વી યાદવે નિવેદન આપ્યું કે, પરિવર્તનની આ સુનામીમાં બિહાર શિક્ષણ, આવક, દવાઓ, સિંચાઈ અને મોંઘવારીના એજન્ડા પર મતદાન કરશે. મને વિશ્વાસ છે કે લોકો પરિવર્તન ઈચ્છે છે. બિહારના લોકો પરિવર્તન માટે મતદાન કરશે. આ બિલકુલ સ્પષ્ટ છે. પહેલા ચરણથી જ તેના સ્પષ્ટ સંકેત મળી ચૂક્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published: