liveLIVE NOW

Bihar Election Results : પીએમ મોદીએ કહ્યું - બિહારે દુનિયાને ફરી બતાવ્યું કે લોકતંત્રને મજબૂત કેવી રીતે કરી શકાય છે

બીજેપી નેતા ભુપેન્દ્ર યાદવે કહ્યું - NDAને પૂર્ણ બહુમત છે અમે સરકાર બનાવવા માટે તૈયાર છીએ

  • News18 Gujarati
  • | November 11, 2020, 00:13 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: A YEAR AGO

    હાઇલાઇટ્સ

    0:24 (IST)
    અત્યાર સુધી 203 સીટોના પરિણામ જાહેર થયા છે. જેમાં આરજેડીને 64, બીજેપીને 60 અને જેડીયુને 34 સીટો પર જીત મળી છે. જીતેલી સીટો સાથે એનડીએ 124 અને મહાગઠબંધન 111 સીટો પર આગળ છે.

    0:13 (IST)

    પીએમ મોદીએ કહ્યું - બિહારે દુનિયાને ફરી બતાવ્યું કે લોકતંત્રને મજબૂત કેવી રીતે કરી શકાય છે


    0:11 (IST)

    પીએમ મોદીનું ટ્વિટ


    22:12 (IST)

    રાષ્ટ્રીય જનતા દળે 119 સીટો પર જીતનો દાવો કરતા પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કર્યું છે

    19:47 (IST)
    109 સીટો પર એનડીએની જીત, 92 સીટો પર મહાગઠબંધનની જીત. અન્યના ખાતામાં 8 સીટો. 39 સીટો પર પરિણામ બાકી

    19:46 (IST)
    નીતિશ કુમારના આવાસ પર મંથન જારી. બીજેપીના નેતા સુશીલ મોદી, ભુપેન્દ્ર યાદવ, મંગલ પાંડે અને આરપીસી સિંહ સીએમ આવાસ પહોંચ્યા. સીએમ આવાસમાં હલચલ વધી

    17:48 (IST)
    હસનપુરથી લાલુ યાદવના પુત્ર તેજપ્રતાપ યાદવની લગભગ 20,000 વોટથી જીત

    16:58 (IST)
    બિહાર ચૂંટણીમાં એનડીએને મળી રહેલી લીડ પછી દિલ્હી બીજેપીના મુખ્યાલયમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પહોંચી રહ્યા છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા 6 વાગે કાર્યકર્તાને સંબોધિત કરી શકે છે

    પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Elections 2020)માં મોડી રાત સુધી બધી સીટોના પરિણામ જાહેર થયા નથી. 243 સીટોમાંથી અત્યાર સુધીમાં 109 સીટો પર એનડીએની જીત થઈ છે. જ્યારે 92 સીટો પર મહાગઠબંધનની જીત થઇ છે. અન્યના ખાતામાં 8 સીટો આવી છે. અન્ય  સીટો પર પરિણામ આવવાના બાકી છે.

    બીજેપી નેતા ભુપેન્દ્ર યાદવે કહ્યું - NDAને પૂર્ણ બહુમત છે અમે સરકાર બનાવવા માટે તૈયાર છીએ.

    બીજી તરફ બિહાર ચૂંટણી પરિણામોમાં મહાગઠબંધનની પ્રમુખ પાર્ટી રાષ્ટ્રીય જનતા દળે 119 ઉમેદવારોની યાદી જાહેર કરીને દાવો કર્યો છે કે આ સીટો પર તેમના ઉમેદવાર જીતી રહ્યા છે પણ ડીએમ સર્ટિફિકેટ આપી રહ્યા નથી. રાષ્ટ્રીય જનતા દળે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને કહ્યું કે આ તે 119 સીટોની યાદી છે જ્યાં ગણતરી પુરી થયા પછી મહાગઠબંધનના ઉમેદવાર જીતી ચુક્યા છે. રિટર્નિગ ઓફિસરે તેમને જીતના અભિનંદન આપી દીધા છે પણ હવે સર્ટિફિકેટ આપી રહ્યા નથી. કહી રહ્યા છે કે તમે હારી ગયા છો. ECIની વેબસાઇટ ઉપર પણ તેમને જીતેલા બતાવ્યા છે. જનતંત્રમાં આવી લૂંટ ચાલશે નહીં.