Bihar Election 2020: રાહુલ ગાંધીએ EVMને બતાવ્યું MVM એટલે કે ‘મોદી વોટિંગ મશીન’, જુઓ VIDEO

રાહુલ ગાંધી

બિહારમાં એક જનસભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદી પર પ્રહાર કર્યો

  • Share this:
    પટના : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) બિહાર ચૂંટણી (Bihar Election 2020) પ્રચાર દરમિયાન ઇવીએમને લઈને કરેલ એક નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. બિહારના અરરિયામાં એક જનસભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદી (PM Narendra Modi) પર જોરદાર પ્રહાર કર્યો હતો. ઇવીએમને (EVM)લઈને રાહુલ ગાંધીએ પોતાનો એક અલગ ફંડા પણ બતાવ્યો છે. સાથે ગઠબંધનની જીતનો દાવો પણ કર્યો છે.

    અરરિયામાં જનસભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે ઇવીએમ ઇવીએમ નથી પણ એમવીએમ - મોદી વોટિંગ મશીન છે. તેમણે કહ્યું કે આ વખતે બિહારના યુવાઓના દિલમાં ગુસ્સો છે. પછી તે ઇવીએમ હોય કે એમવીએમ, ગઠબંધન જીતવા જઈ રહ્યું છે. રાહુલ ગાંધીના એમવીએમવાળા નિવેદન પર લોકોએ ઘણી તાળીઓ પાડી હતી. હવે રાહુલ ગાંધીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

    આ પણ વાંચો - વૈજ્ઞાનિકોએ કોરોનાની ‘સુપર વેક્સીન’બનાવવાનો દાવો કર્યો, હવે નહીં બચે વાયરસ


    બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ (JP Nadda)એક જનસભાને સંબોધિત કરતા વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. જેપી નડ્ડાએ કહ્યું કે જંગલરાજના રાજકુમાર બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા હતા છતા પણ એકપણ વખત વિધાનસભામાં ભાગ લીધો નથી. તે લોકોને દગો આપી રહ્યા છે. તેથી તેમને આરામ આપે અને નીતિશને ફરીથી તક આપે. રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ (Tejashwi Yadav)બંને કોરોના મહામારી દરમિયાન દિલ્હીમાં બેઠા હતા કારણ કે તે કોરોનાથી ડરી ગયા હતા.
    Published by:Ashish Goyal
    First published: