23 ઓક્ટોબરથી બિહાર મિશન પર રહેશે PM મોદી, 12 રેલીઓ કરશે, જુઓ કાર્યક્રમ

23 ઓક્ટોબરથી બિહાર મિશન પર રહેશે PM મોદી, 12 રેલીઓ કરશે, જુઓ કાર્યક્રમ

બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Elections 2020) માટે 28 ઓક્ટોબરે પ્રથમ તબક્કાનું વોટિંગ છે

 • Share this:
  નવી દિલ્હી/પટના : બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Elections 2020) માટે 28 ઓક્ટોબરે પ્રથમ તબક્કાનું વોટિંગ છે. આ પહેલા બીજેપી-જેડીયૂએ (BJP-JDU Alliance)પ્રચાર અભિયાન ઝડપી બનાવ્યો છે. આ યાદીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) જલ્દી ચૂંટણી રેલીમાં ઉતરશે. બીજેપી તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે પ્રધાનમંત્રી પ્રદેશમાં 12 રેલીઓ કરશે. પીએમ મોદી સાથે મુખ્યમંત્રી નીતિશ કુમાર, વીઆઈપી અને હમ પાર્ટીના વરિષ્ઠ નેતા પણ સામેલ થશે. પીએમ મોદીની પ્રથમ રેલી 23 ઓક્ટોબરે સાસારામમાં યોજાશે.

  પીએમ મોદીની રેલીઓનો કાર્યક્રમ

  - બિહારમાં પ્રથમ તબક્કાના મતદાન પહેલા પીએમ મોદી 23 ઓક્ટોબરે સાસારામમાં રેલીને સંબોધિત કરશે. પહેલા જ દિવસે પીએમ અને સીએમ ગયા અને ભાગલુપરમાં પણ ક્રમશ બીજી અને ત્રીજી રેલીને સંબોધિત કરશે.

  - 28 ઓક્ટોબરે પીએમ બીજી વખત બિહારમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. દરભંગમાં પ્રથમ પેલી કરશે. આ પછી પટના જિલ્લામાં બે અન્ય રેલીને સંબોધિત કરશે.

  આ પણ વાંચો - Covid-19:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના ટેસ્ટ અને સીરો સર્વે વધારવા પર ભાર આપ્યો

  - આ પછી 1 નવેમ્બરે પીએમ મોદી અને સીએમ નીતિશ કુમાર પહેલા છપરા અને પછી પૂર્વ ચંપારણ, સમસ્તીપુરમાં ચૂંટણી સભાને સંબોધિત કરશે.

  - ચોથી વખત પ્રધાનમંત્રી 3 નવેમ્બરે રેલી કરવા આવશે. તે દિવસે પશ્ચિમી ચંપારણ, સહરસા અને અરસિયામાં સીએમ સાથે સભાને સંબોધિત કરશે.

  નીતિશ સરકારનો રિપોર્ટ કાર્ડ

  આ પહેલા બિહાર એનડીએ દ્વારા એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં નીતિશ સરકારનો રિપોર્ટ કાર્ડ જાહેર કરવામાં આવ્યો છે. પટનાની એક હોટલમાં આયોજીત આ કાર્યક્રમમાં બીજેપી અને જેડીયૂ સિવાય અન્ય બે સહયોગી (હમ અને વીઆઈપી) નેતા પણ મંચ પર ઉપસ્થિત હતા.
  Published by:Ashish Goyal
  First published: