Bihar Election: PM મોદીની રેલીમાં આતંકી હુમલાનો ખતરો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

News18 Gujarati
Updated: October 28, 2020, 7:01 PM IST
Bihar Election: PM મોદીની રેલીમાં આતંકી હુમલાનો ખતરો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
Bihar Election: PM મોદીની રેલીમાં આતંકી હુમલાનો ખતરો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

બિહારમાં યોજાનારી પ્રધાનમંત્રી મોદીની બધી ચૂંટણી જનસભા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા પહેલા કરતા વધારે મજબૂત બનાવવામાં આવી રહી છે

  • Share this:
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)પર બિહારમાં ચૂંટણીના (Bihar Assembly Election 2020) માહોલમાં હુમલો કરવાના ષડયંત્રનો ખુલાસો થયો છે. પ્રતિબંધિત ખાલિસ્તાની આતંકીઓ સાથે જોડાયેલી સંસ્થા જસ્ટિસ ફોર શીખ(Justice for Sikh)ના પ્રમુખ ગુરપતવંત સિંહ પન્નુ (Gurpatwant Singh Pannu)દ્વારા પ્રધાનમંત્રીની ચૂંટણી સભાઓ સહિત અન્ય કાર્યક્રમો દ્વારા તેમની સામે અશોભનિય હરકતની યોજના બનાવવામાં આવી છે. જેનાથી સંગઠનની ચર્ચા આંતરરાષ્ટ્રીય સ્તર પર થઈ શકે. આ આશંકા જોતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. બિહારમાં યોજાનારી પ્રધાનમંત્રી મોદીની બધી ચૂંટણી જનસભા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા પહેલા કરતા વધારે મજબૂત બનાવવામાં આવી રહી છે.

આ અંતર્ગત IBની સેન્ટ્રલ યુનિટ સતત બિહાર યુનિટના અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને જરૂરી જાણકારીઓ એકબીજા સાથે શેર કરી રહ્યા છે. સાથે બિહારની સ્થાનિક પોલીસ અધિકારીઓ સાથે પણ આઈબીના (Intelligence Bureau)અધિકારી તમામ ઇનપુટ્સ એકબીજાને શેર કરી રહ્યા છે.

આ પણ વાંચો - લોન મોરેટોરિયમ : ચશ્મા વેચનાર એક વ્યક્તિએ 16 કરોડ લોકોને કરાવ્યો 6500 કરોડ રૂપિયાનો ફાયદો

ખાલિસ્તાની આતંકવાદી અને જસ્ટિસ ફોર શીખ નામથી અભિયાન ચલાવનાર આતંકી ગુરપતવંત સિંહ પન્નુ છેલ્લા ઘણા સમયથી ભારત સરકાર સામે અને દેશના યુવાઓને ભડકાવવા માટે દેશ વિરોધી ગતિવિધી કરતા સોશિયલ મીડિયા, મેસેજના માધ્યમથી પોતાના ઝેરીલા વિચાર ફેલાવવાનું કામ કરી રહ્યા છે.

પન્નુ અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં રહીને પાકિસ્તાન અને ISIના ઇશારે ભારતની અંદર આંતકવાદને વધારવા અને યુવાઓને ભરમાવવા માટે સતત ષડયંત્ર કરી રહ્યો છે. પ્રધાનમંત્રી મોદીની ચૂંટણી સભામાં તેમના પર હુમલો કરનાર કે તેમના પર અશોભનીય હરકત કરનારને લાખો કરોડો રૂપિયા ઇનામ આપવાની જાહેરાત કરી છે.
Published by: Ashish Goyal
First published: October 28, 2020, 7:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading