Home /News /national-international /

Bihar Poll 2020: જનતા દળ રાષ્ટ્રવાદીના ઉમેદવાર નારાયણ સિંહની ગોળી મારી હત્યા, લોકોએ હુમલાખોરને મારી નાખ્યો

Bihar Poll 2020: જનતા દળ રાષ્ટ્રવાદીના ઉમેદવાર નારાયણ સિંહની ગોળી મારી હત્યા, લોકોએ હુમલાખોરને મારી નાખ્યો

નારાયણ સિંહ ચૂંટણીને ધ્યાને લઈ શિવહરના હથસાર ગામમાં પ્રચાર માટે ગયા હતા. (Photo: Facebook)

10 હથિયારધારી લોકોએ તાબડતોડ ફાયરિંગ કરતાં નારાયણ સિંહ અને તેમના એક સાથીનું મોત થયું

    શિવહરઃ બિહારમાં વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election 2020) દરમિયાન જ હવે મોટી ઘટના બની છે. શિવહરના હથસાર ગામમાં જનતા દળ રાષ્ટ્રવાદીના ઉમેદવાર નારાયણ સિંહની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. આ દરમિયાન તેમના બે સર્થકોને પણ ગોળી મારવામાં આવી. ઘટનામાં નારાયણ સહિત બે લોકોનાં મોત થયા છે. ઉલ્લેખનીય છે કે નારાયણ ચૂંટણીને ધ્યાને લઈ શિવહરના હથસાર ગામમાં પ્રચાર માટે ગયા હતા. આ દરમિયાન કેટલાક અપરાધીઓએ તેમની પર હુમલો કર્યો હતો. ઘાયલ નારાયણ સિંહને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમને શ્વાસ તોડી દીધો.

    દસ હતા હુમલાખોર

    પ્રત્યક્ષદર્શીઓ મુજબ, ચૂંટણી પ્રચાર માટે ગયેલા નારાયણના કાફલા પર અચાનક દસ હથિયારધારી લોકોએ હુમલો કરી દીધો. આ દરમિયાન તેઓએ તાબડતોડ ફાયરિંગ કર્યું. હુમલામાં નારાયણ સિંહ અને તેમના એક સાથીનું મોત થઈ ગયું. બીજી તરફ બે અન્ય લોકોની હાલત પણ નાજુક હોવાનું કહેવાય છે.

    આ પણ વાંચો, તમામ રેકોર્ડ તૂટ્યા, અયોધ્યાની રામલીલાના દર્શકોની સંખ્યા 10 કરોડને પાર

    એક હુમલાખોરને ભીડે મારી નાખ્યો

    ગોળીબાર કર્યા બાદ હુમલાખોર ત્યાંથી ફરાર થઈ રહ્યા હતા, આ દરમિયાન ગામ લોકોએ સાહસ દર્શાવી એકને પકડી પાડ્યો. ગામ લોકોએ હુમલાખોરને મારી-મારીને અધમુઓ કરી દીધો. ઘટનાસ્થળ પર પહોંચી પોલીસે કોઈક રીતે હુમલાખોરને છોડાવીને હૉસ્પિટલમાં દાખલ કરાવ્યું, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું.

    આ પણ વાંચો, ચાંદી ખરીદવાનો સૌથી શ્રેષ્ઠ સમય! દિવાળી પહેલા Silverમાં ઇન્વેસ્ટ કરતાં થશે સારી કમાણી

    પ્રત્યક્ષદર્શીએ કહ્યું- અચાનક જ થવા લાગ્યું હતું ફાયરિંગ

    હુમલા દરમિયાન નારાયણ સિંહની સાથે ઉપસ્થિત અભય કુમારે જણાવ્યું કે પ્રચાર દરમિયાન ગામમાં હતા. આ દરમિયાન દસથી 15 લોકો અચાનક આવ્યા અને મારી દો મારી દો બૂમો પાડવા લાગ્યા. અભયે જણાવ્યું કે આ દરમિયાન અચાનક ગોળીઓ છૂટવા લાગી. આ દરમિયાનમાં હું નેતાજીની પાછળ હતો. નેતાજીને પણ ગોળી વાગી અને તેઓ અચાનક પડી ગયા. ત્યારબાદ ગોળી મને પણ વાગી. અભયે જણાવ્યું કે તાબડતોડ ફાયરિંગ કર્યા બાદ હુમલાખોર ત્યાંથી ફરાર થઈ ગયા. આ દરમિયાન ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Bihar Assembly Election 2020, Bihar Election 2020, Crime news, Crime Report, Dussehra, ગુનો, પોલીસ, હત્યા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन