નવી દિલ્હીઃ બિહારમાં વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election 2020) માટે બુધવારે પહેલા ચરણનું મતદાન શરૂ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ લોકોને મોટી સંખ્યામાં મતદાન અધિકારનો ઉપયોગ કરવાનું આહવાન કર્યું છે. તેની સાથે જ વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસ (Coronavirus)ને ધ્યાને લઈ લોકોને કોવિડ-19 (COVID-19) ગાઇડલાઇન્સનું ધ્યાન રાખવા માટે માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે કહ્યું છે. કોરોના વાયરસની વચ્ચે આવું પહેલીવાર છે કે કોઈ રાજ્યમાં ચૂંટણી યોજાઈ રહી છે.
પીએમ મોદીએ બુધવારે એક ટ્વીટ કરીને કહ્યું કે, બિહાર વિધાનસભા ચૂંટણીમાં આવે પહેલા ચરણનું મતદાન છે. તમામ મતદારોને મારો આગ્રહ છે કે તેઓ કોવિડ સંબંધી તકેદારીઓનું પાલન કરતાં, લોકતંત્રના આ પર્વમાં પોતાની હિસ્સેદારી સુનિશ્ચિત કરે. બે ગજનું અંતર ધ્યાનમાં રાખો, માસ્ક અચૂક પહેરો. યાદ રાખો, પહેલા મતદાન, પછી જલપાન. નોંધનીય છે કે, વડાપ્રધાન બુધવારે બાકી ચરણો માટે ચૂંટણી રેલીને સંબોધવાના છે. આજે તેઓ દરભંગા, મુજફ્ફરપુર અને પટનામાં જાહેર સભાને સંબોધશે.
बिहार विधानसभा चुनावों में आज पहले दौर की वोटिंग है।
सभी मतदाताओं से मेरा आग्रह है कि वे कोविड संबंधी सावधानियों को बरतते हुए, लोकतंत्र के इस पर्व में अपनी हिस्सेदारी सुनिश्चित करें।
ઉલ્લેખનીય છે કે, બિહારમાં કુલ 7.29 કરોડ મતદાર છે. પહેલા ચરણમાં જે 71 સીટ પર આજે મતદાન થઈ રહ્યું છે, ત્યાં 2.14 કરોડથી વધુ મતદાર છે. એટલે કે ન્યૂઝલેન્ડથી 6 ગણા વધારે. ન્યૂઝીલેન્ડમાં 34.87 લાખ મતદાર છે. અહીં મહિના પહેલા ચૂંટણી યોજાઈ હતી. એપ્રિલમાં દક્ષિણ કોરિયામાં પણ એક ચૂંટણી યોજાઈ હતી. ત્યાં પણ કુલ 4.39 કરોડ મતદાર હતા.
પહેલા ચરણમાં આરજેડીના 42 ઉમેદવાર તો જેડીયૂના 35 ઉમેદવારો ઉપરાંત બીજેપીના 29, કૉંગ્રેસના 21, ભાકપા (માલે)ના 8. હિન્દુસ્તાની અવામ મોર્ચા (હમ)ના 6 અને વિકાસશીલ ઇન્સાન પાર્ટી (વીઆઇપી)ના એક ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. આ ઉપરાંત એલજેપીના 42 ઉમેદવારોનો નિર્ણય પણ આ ચરણના મતદાનમાં નક્કી થવાનો છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર