Home /News /national-international /Bihar Election Date: બિહારમાં 3 ચરણમાં થશે મતદાન, 10 નવેમ્બરે પરિણામ

Bihar Election Date: બિહારમાં 3 ચરણમાં થશે મતદાન, 10 નવેમ્બરે પરિણામ

આ વખતે યોજાનારી ચૂંટણીનું મતદાન સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી હશે: CEC

આ વખતે યોજાનારી ચૂંટણીનું મતદાન સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી હશે: CEC

  નવી દિલ્હીઃ બિહારમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election 2020)ને લઈને ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરી દીધી છે. બિહાર વિધાનસભાની ચૂંટણી ત્રણ ચરણમાં હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચે ચૂંટણીની તારીખોની જાહેરાત કરતાં જ બિહારમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. પહેલી ચરણનું મતદાન 28 ઓક્ટોબરે હાથ ધરવામાં આવશે, બીજા ચરણનું 3 નવેમ્બરે મતદાન થશે જ્યારે ત્રીજા ચરણનું 7 નવેમ્બરે મતદાન થશે. 10 નવેમ્બરે મતદાનની ગણતરી હાથ ધરવામાં આવશે.

  બિહારમાં ત્રણ ચરણમાં થશે મતદાન

  પહેલા ચરણમાં 28 ઓક્ટોબરે 71 વિધાનસભા સીટો પર મતદાન થશે જેમાં 16 જિલ્લાના 31 હજાર મતદાન કેન્દ્ર ખાતે મતદાન થશે. બીજા ચરણમાં 3 નવેમ્બરે 94 વિધાનસભા બેઠકો પર મતદાન થશે જેમાં 17 જિલ્લાના 42 હજાર મતદાન કેન્દ્રો પર કાર્યવાહી હાથ ધરાશે. ત્રીજા ચરણમાં 7 નવેમ્બરે 78 વિધાનસભા બેઠકો પર મતદાન થશે જેમાં 15 જિલ્લાના 33 હજાર કેન્દ્રો પર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

  માત્ર વર્ચ્યૂઅલ પ્રચાર કરી શકાશે- મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ જણાવ્યું કે, આ વખતે માત્ર વર્ચ્યૂઅલ પ્રચાર થશે અને જો ઓફલાઇન નોમિનેશન કરી રહ્યા હશે તો બે વાહન અને બે જ લોકો સાથે રહેશે.  ઓનલાઇન નોમિનેશન ભરી શકાશે – આ વખતની ચૂંટણીમાં ઉમેદવાર ઓનલાઇન નોમિનેશન, ડિપોઝિટ ભરી શકશે. સાથોસાથ તેઓ જીતનું ડિજિટલ પ્રમાણ પત્ર પણ મેળવી શકે છે.

  80 વર્ષ કે તેથી ઉપરની ઉંમરવાળા માટે પોસ્ટલ બેલેટ - 
  મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ જણાવ્યું કે, 243 સીટોવાળી બિહાર વિધાનસભામાં આ વખતે 80 વર્ષ કે તેની ઉપરની ઉંમરના લોકો પોસ્ટલ બેલેટથી વોટિંગ કરી શકશે. તેઓએ કહ્યું કે રાજકીય પાર્ટી 65 વર્ષથી જ આ માંગ કરી રહ્યા હતા પરંતુ વધુ બૂથોની સંખ્યા હોવાના કારણે આવું નથી કરવામાં આવ્યું.

  મતદાનનો સમય વધારવામાં આવ્યો- આ વખતે યોજાનારી ચૂંટણીનું મતદાન સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી હશે. જોકે, નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં તે લાગુ નહીં થાય. CEC અરોરાએ જાણકારી આપી કે કોવિડ દર્દી મતદાનના દિવસે સૌથી અંતમાં મતદાન કરી શકશે.

  ઉલ્લેખનીય છે કે, કોરોનાના કારણે ચૂંટણી પંચે વિજ્ઞાન ભવનમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરવાનો નિર્ણય લીધો હતો, કારણ કે વિજ્ઞાન ભવનમાં
  સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન સારી રીતે કરી શકાય છે.

  સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને પણ નિર્દેશ- મુખ્ય ચૂંટણી કમિન્નર સુનીલ અરોરાએ કહ્યું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સથી અપેક્ષા કરવામાં આવે છે કે પોતાના પ્લેટફોર્મનો દુરુપયોગની વિરુદ્ધ સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરે અને જો આવો કોઈ વિવાદ સામે આવશે તો તેની સામે કડક પ્રોટોકોલ બનાવવામાં આવશે.

  2015માં પાંચ ચરણમાં યોજાઈ હતી ચૂંટણી

  આ વખતે 3 ચરણમાં મતદાન થશે. જોકે, 2015ની વિધાનસભા ચૂંટણી પાંચ ચરણમાં હાથ ધરવામાં આવી હતી. જેની તારીખોની જાહેરાત 9 સપ્ટેમ્બરે કરવામાં આવી હતી. બિહાર ચૂંટણી 2015નું પરિણામ 8 નવેમ્બરે જાહેર થયું હતું. આ ચૂંટણીમાં મહાગઠબંધનને બહુમતી મળી હતી.

  દેશભરમાં ફેલાયેલી કોરોના મહામારીના કારણે વિપક્ષી પાર્ટીઓએ ચૂંટણી ટાળવાની વાત કહી રહી હતી. આ ઉપરાંત નીતીશ સરકારની સહયોગી પાર્ટીએ જુલાઈમાં ચૂંટણી પંચને પત્ર લખીને ચૂંટણી ટાળવા સુધીનું નિવેદન કરી દીધું હતું. પાર્ટીએ કહ્યું હતું કે કોરોનાના સંક્રમણાન ડર દરમિયાન આટલા મોટાપાયે ચૂંટણી યોજવી સુરક્ષિત નહીં હોય. ચૂંટણી પંચ તેની સાથોસાથ ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણીની જાહેરાત પણ કરી શકે છે.

  બિહાર (Bihar)માં 243 સભ્યોવાળી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન ઓક્ટોબરમાં યોજાવાની શક્યતા છે. કોરોના દિશા-નિર્દેશો (Corona Guidelines) અને સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing)ના નિયમોને ધ્યાનમાં રાખતા આ વખતે બિહાર વિધાનસભા ચૂંટણી એકથી વધુ ચરણમાં યોજવાની શક્યતા છે. આ પહેલા કોરોનાના કારણે બિહારની અનેક રાજકીય પાર્ટીઓએ ચૂંટણી પંચને આ વર્ષે ચૂંટણી ટાળવાની અપીલ કરી હતી.

  આ પણ વાંચો, India China Faceoff: ડોનાલ્ડ ટ્રમ્પે ફરી કહ્યું- વિવાદ ઉકેલવામાં અમેરિકા કરી શકે છે મદદ

  બીજી તરફ, ચૂંટણી પહેલા બિહારના રાજકારણમાં ઉથલપાથલ ચાલુ છે. પટનામાં ગુરુવારે આયોજિત રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીની એક ઇમરજન્સી બેઠક દરમિયાન ઉપેન્દ્ર કુશવાહાએ પોતાના સંબોધનમાં કહ્યું કે, આપણે પૂરી મજબૂતીથી સાથે રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ સાથે રહીશું. પરંતુ RJDએ જે નેતૃત્વ (તેજસ્વી પ્રસાદ યાદવ)ને ઊભા કર્યા છે તેમની પાછળ ઊભા રહીને રાજ્યમાં પરિવર્તન લાવવું શક્ય નથી.

  કુશવાહાએ વધુમાં કહ્યું કે, સીટોનો મામલો આજે પણ અમારા માટે ખૂબ અગત્યનું નથી પરંતુ બિહારની જનતા ઈચ્છે છે કે નેતૃત્વ એવું હોય જે નીતીશ કુમારની સામે યોગ્ય રીતે ઊભા રહી શકીએ, એટલી આકાંક્ષા અને અપેક્ષા ચોક્કસ હતી. જો હજુ પણ RJD પોતાનું નેતૃત્વ પરિવર્તન કરી લે છે તો હું મારા લોકોને સમજાવી લઈશ.

  આ પણ વાંચો, IPL 2020: આ 5 કારણોથી કિંગ્સ ઇલેવન પંજાબની સામે રોયલ ચેલેન્જર્સ બેંગલોરની થઈ હાર


  નોંધનીય છે કે, RJDએ એકતરફી નિર્ણય લેતા બિહાર વિધાનસભામાં પ્રતિપક્ષના નેતા અને પાર્ટી પ્રમ ખ લાલુ પ્રસાદના રાજકીય ઉત્તરાધિકારી માનવામાં આવતા તેજસ્વી પ્રસાદ યાદવને ગઠબંધન તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવારશ તરીકે રજૂ કર્યા છે જેને કારણે અન્ય પાર્ટીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन