Bihar Elections 2020: કોણ બનશે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર કે તેજસ્વી યાદવ, આજે થશે નિર્ણય

આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી થશે

આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી થશે

  • Share this:
    પટના : બિહાર વિધાનસભા ચૂંટણીના (bihar elections 2020) આજે પરિણામ જાહેર થશે. એનડીએના નીતિશ કુમાર પોતાની સત્તા જાળવવા સફળ રહેશે કે પછી યુવા તેજસ્વી યાદવ પરિવર્તન કરવા સફળ રહેશે તેનો નિર્ણય 10 નવેમ્બરે મત ગણતરી સાથે જ થઈ જશે. સવારે 8 વાગે મતગણતરી થશે.

    ચૂંટણી પંચના અધિકારીઓના મતે સૌથી પહેલા બેલેટ પેપરથી નાખેલા મતપત્રોની ગણતરી થશે. અધિકારીઓનું કહેવું છે કે ઇવીએમથી એક રાઉન્ડની મત ગણતરી કરવા માટે 15થી 20 મિનિટનો સમય લાગશે. જેથી પ્રથમ વલણ 8.30 કલાકે આવવાની સંભાવના છે. મત ગણતરીમાં લગભઘ 600 કર્મચારી લગાવવામાં આવ્યા છે. કોવિડ-19ના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવશે.

    ત્રીજા તબક્કાના મતદાન બાદ આવેલા વિવિધ એક્ઝિટ પોલ્સમાં એનડીએના મુખ્યમંત્રી પદના ઉમેદવાર નીતીશ કુમાર (Nitish Kumar) કરતાં મહાગઠનબંધનના મુખ્યમંત્રી પદનો ચહેરો તેજસ્વી યાદવ (Tejaswi Yadav)ને લોકો વધુ પસંદ કરી રહ્યા હોય એવા તારણો સામે આવ્યા છે. એક્ટિઝ પોલ્સ મુજબ નીતીશ કુમારને બિહારની સત્તા પર ફરી આરૂઢ થવાનું સપનું અધૂરું રહી જાય એવી આશંકા લાગી રહી છે. મંગળવાર 10 નવેમ્બરે મતગણતરી શરૂ થવાની સાથે જ બિહારની જનતાનો મૂડ ચૂંટણીમાં કેવો રહ્યો છે તે સામે આવતું જશે.

    આ પણ વાંચો - Bihar Election: Jio તમને આપશે પળ-પળની સચોટ જાણકારી, લાઇવ અપડેટ માટે કરો ફક્ત આ કામ

    એક્ઝિટ પોલ પરિણામ આ પ્રમાણે છે

    - TODAY'S CHANAKYA પોલના મતે NDAને 40-56, મહાગઠબંધનને 169-191 અન્યને 4-12 સીટો મળી શકે છે.

    - ટાઇમ્સ નાઉ-સી વોટર પોલના મતે NDAને 116, મહાગઠબંધનને 120, LJPને 1 અને અન્યને 6 સીટો મળી શકે છે.

    - રિપબ્લિક ભારત-જનની બાતના સર્વેમાં એનડીએને 91થી 117, મહાગઠબંધનને 118-138, એલપીજીને 5થી 8 અને અન્યને 3-6- એબીપી-સી વોટરના મતે NDAને 104-128, મહાગઠબંધનને 108થી 131, અન્યને 4 થી 8

    - TV9 BHARATVARSH પોલના મતે NDAને 110-120, મહાગઠબંધનને 115-125, LJPને 3-5 અને અન્યને 10-15 સીટો મળી શકે છે.
    Published by:Ashish Goyal
    First published: