Home /News /national-international /

ગેંગરેપ પીડિતાની ધરપકડ પર દેશના 376 વકીલોએ પટના હાઈકોર્ટને લખ્યો પત્ર, મામલામાં દખલ કરવાની કરી માંગ

ગેંગરેપ પીડિતાની ધરપકડ પર દેશના 376 વકીલોએ પટના હાઈકોર્ટને લખ્યો પત્ર, મામલામાં દખલ કરવાની કરી માંગ

પ્રતીકાત્મક તસવીર

નારાજ થઈને જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટે દુષ્કર્મ પીડિતાને મોકલી જેલ! ઈન્દિરા જયસિંહ, પ્રશાંત ભૂષણ સહિત 376 વકીલોએ લખ્યો પત્ર

  પટના/અરરિયાઃ બિહાર (Bihar)ના અરરિયા (Araria)માં એક એવો મામલો સામે આવ્યો છે જેમાં કથિત રીતે કહેવામાં આવી રહ્યું છે કે કોર્ટના અનાદર (Contempt of court)ના આરોપમાં દુષ્કર્મ પીડિતા અને તેના બે સહયોગીઓની જેલ મોકલી દેવામાં આવ્યા છે. હવે આ મામલામાં દેશભરના જાણીતા વકીલોએ વિરોધ વ્યક્ત કરતાં પટના હાઈકોર્ટ (Patna High Court)ને મામલામાં દખલ કરવાની માંગ કરી છે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તથા અન્ય ન્યાયાધિશોને સંબોધિત કરીને લખવામાં આવેલા પત્રમાં 376 વકીલોના હસ્તાક્ષર છે. તેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે 22 વર્ષની પીડિતા અને તેની બે સહયોગી સામાજિક કાર્યકર્તાઓની 10 જુલાઈએ આઈપીસીની કલમ 164 હેઠળ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટની સમક્ષ નિવેદન નોંધાવતી વખતે જ્યૂડિશિયલ કસ્ટડીમાં લઈને સમસ્તીપુર જિલ્લાની દલસિંહરાય જેલ મોકલી દીધી હતી.

  ઈન્દિરા જયસિંહ, પ્રશાંત ભૂષણ સહિત 376 વકીલોએ લખ્યો પત્ર

  આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે બિહારના અરરિયા જિલ્લાની એક કોર્ટ સમક્ષ પીડિતા પોતાની બે સહયોગીઓ સાથે નિવેદન નોંધાવી રહી હતી. કોર્ટના અનાદરના આરોપમાં તેમને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા હતા. આ મામલાને લઈ લખવામાં આવેલા પત્રમાં ચીફ જસ્ટિસને હસ્તક્ષેપની માંગ કરવામાં આવી છે. આ પત્ર પર પૂર્વ સોલિસિટર જનરલ ઈન્દિરા જયસિંહ, સુપ્રીમ કોર્ટના સીનિયર વકીલ પ્રશાંત ભૂષણ, વૃંદા ગ્રોવર, રેબેકા જોન સહિત 376 વકીલોએ હસ્તાક્ષર કર્યા છે.

  કોર્ટને સંવેદનશીલતાની સાથે મામલો જોવાનો આગ્રહ

  આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટનાને ખૂબ જ સંવેદનશીલ થઈને જોવી જોઈએ. પીડિતા પોતાની સાથે ઘટિત ઘટનાને વારંવાર પોલીસ અને અન્ય લોકોને જણાવવાને કારણે માનસિક તણાવમાં હતી. તેના દ્વારા દુર્વ્યવહારને સંવેદનાની સાથે જોવાની જરૂર છે. પીડીતાની નાજુક સ્થિતિને સમજવાને બદલે તેને જેલ મોકલી દેવામાં આવી.

  6 જુલાઈએ દુષ્કર્મનો આરોપ, 7 જુલાઈએ નોંધાઈ FIR

  મૂળે, મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે 6 જુલાઈએ પીડિતા યુવતી એક પરિચિત યુવકની સાથે મોટરસાઇકલ ચલાવવાનું શીખી રહી હતી. ઘરે પરત ફરતી વખતે ચાર અજાણ્યા લોકોએ તેની સાથે કથિત રીત સામૂહિક દુષ્કર્મ કર્યું હતું. પીડિતાએ ભયના કારણે જન જાગરણ શક્તિ સંસ્થાનની પોતાની એક પરિચિતને ફોન કર્યો. ત્યારબાદ સંગઠનની અન્ય સહયોગીઓની મદદથી અરરિયા મહિલા પોલીસ સ્ટેશનમાં મામલાને લઈ 7 જુલાઈએ ફરિયાદ નોંધાવી હતી.

  આ પણ વાંચો, સોલર ઓર્બિટરે ક્લિક કરી સૂરજની સૌથી નજીકની તસવીરો, દરેક સ્થળે આગની જ્વાળાઓ

  10 જુલાઈએ નિવેદન નોંધાવવા કોર્ટ આવી હતી દુષ્કર્મ પીડિતા

  7 અને 8 જુલાઈએ પીડિતાનું મેડિકલ ચેક-અપ કરવામાં આવ્યું. બાદમાં 10 જુલાઈએ નિવેદન નોંધાવવા માટે તેને જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટનો કોર્ટમાં લાવવામાં આવી. આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે કોર્ટમાં પહેલા ચાર કલાક સુધી રાહ જોયા બાદ તેનું નિવેદન નોંધવામાં આવ્યું. ત્યારબાદ જ્યારે જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટે નિવેદન પર સહી કરવા માટે કહ્યું તો પીડિતા નારાજ થઈ ગઈ અને સંગઠનની સભ્ય કલ્યાણી અને તન્મય નિવેદિતાને બોલાવવાની માંગ કરવા લાગી. જોકે સમજાવ્યા બાદ પીડિતાને સહી કરી દીધી.

  નારાજ થઈને જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટે મોકલી જેલ!

  આ દરમિયાન કલ્યાણી અને તન્મય નિવેદિતા જ્યારે કોર્ટ પહોંચ્યા તો પીડિતા તેમને સમયસર ન આવવાને લઈ ઊંચા અવાજે વાત કરવા લાગી. મળતી માહિતી મુજબ, કલ્યાણીએ કોર્ટમાં દુષ્કર્મ પીડિતાનું નિવેદેન વાંચીને સંભળાવવાની માંગ કરી, જેની પ ઘણી ગરમા-ગરમી થવા લાગી. ન્યૂઝ18ને મળેલી જાણકારી મુજબ, કોર્ટના પેશકાર રાજીવ રંજન સિન્હાએ દુષ્કર્મ પીડિતા સહિત બે અન્ય મહિલાઓની વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પીડિતાએ નિવેદન આપીને બાદમાં તેની સામે આપત્તિ વ્યક્ત કરી.

  આ પણ વાંચો, રાજસ્થાનઃ ઓડિયો ક્લિપ પ્રકરણ મામલે સુરજેવાલાએ કહ્યું, BJPએ આ વખતે ખોટું રાજ્ય પસંદ કર્યું

  કોર્ટમાં નિવેદનની નકલ પણ છીનવી લેવાનો પ્રયાસ કર્યો. તેની પર કોર્ટમાં અભદ્રતા કરવાથી નારાજ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટે ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો. સાંજે લગભગ પાંચ વાગ્યે કલ્યાણી, તન્મય અને દુષ્કર્મ પીડિતાને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા અને 11 જુલાઈએ જેલમાં મોકલી આપ્યા.આ મામલામાં જ્યારે ન્યૂઝ18ને એસપી ધુરાત સાઇલી સાવલારામ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેઓએ કહ્યું કે કોર્ટના મામલામાં નહીં બોલે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Crime In Bihar, Gang rape, Prashant bhushan, બળાત્કાર, બિહાર, હત્યા

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन